Link copied!
Sign in / Sign up
5
Shares

પુરુષો તમારા પીરીય્ડ્સને લઈને કંઈક આવું વિચારે છે😯

પીરિયડ્સ દરેક સ્ત્રીના શરીરમાં થવાવાળી એક કુદરતી ક્રિયા છે જેનો એક નિર્ધારિત સમય હોય છે, જોકે પીરિયડ્સ વિશેની વાત ઘણી વાર એક સંવેદનશીલ મુદ્દો બની જાય છે અને સ્ત્રીઓ પોતાને પણ આ વિષય પર વાત કરવાથી અચકાય છે. પરંતુ જ્યારથી અક્ષય કુમારની ફિલ્મ પૈડમેન આવી છે ત્યારથી લોકોએ થોડું ઘણું વાત કરવાનું શરૂ કર્યું છે. પરંતુ શું તમે ક્યારે એવું વિચાર્યું છે કે પુરુષો પીરિયડ્સને લઈને શું વિચારે છે, આજે અમે આ બ્લોગ દ્વારા પીરિયડ્સને લઈને અમુક એવી વસ્તુઓ જણાવશું જેના પર પુરુષોએ ક્યારેક વિચાર કરયોજ હશે.

૧. પીએમએસથી ડર

પિરિયડ્સથી વધારે પીરિયડ્સ શરૂ થતા પેહલાનો સમય સ્ત્રીઓ માટે વધુ મુશ્કેલીઓ થી ભરપૂર હોય છે કારણકે આ સમયે તેમને ઇરીટેશન અને મૂડ સ્વિંગ્સ આવે છે અને આ વસ્તુથી પુરુષોને પણ ક્યાંક ડર લાગે છે. કારણકે આ દરમિયાન સ્ત્રીઓ લડવા-ઝગડવા લાગે છે અને પુરુષોને કોઈક વાર આ વાત સમજાતી નથી અને તેથી જ્યારે સ્ત્રીઓ પીરિયડ્સમાં ના હોય અને કોઈ વાત ને લઈને લડી પડે તો પુરુષો પૂછી બેસે છે કે શું તને પીરિયડ્સ આવવાના છે.

 

૨. બ્લડ ફ્લો કેટલો થાય છે?

પુરુષોના મનમાં આ વિચાર જરૂરથી આવ્યો હશે કે બ્લડ ફલૉ કેટલો હશે, શું બ્લડ ફલૉ સતત ચાલું રહે છે કે પછી રોકાઈને આવે છે. જો સ્ત્રીઓ ના શરીરમાંથી સતત ૪ દિવસ સુધી બ્લડ ફલૉ થાય છે તો તે જીવિત કેવી રીતે રહે છે, શું તેમને નબળાઈ નથી લાગતી?

૩. પૈડ લગાવવાથી સ્ત્રીઓ ને કેવું લાગતું હશે?

ઘણી વાર પુરુષો એવું પણ વિચારે છે કે સ્ત્રીઓ સ્ત્રીઓ જ્યારે પૈડ લગાવે છે ત્યારે એમને કેવું લાગતું હશે, ક્યારેક પુરુષો પૈડ અને ડાઈપરની સરખામણી પણ કરે છે કારણકે બંનેમાં એક વસ્તુ કોમન છે અને તે છે ભેજનું શોષણ. આ ઉપરાંત પુરુષોને એવું વિચારે છે કે સ્ત્રીઓ પૈડ લગાવીને તેમનું રોજનું કાર્ય કેવી રીતે કરે છે, શું તેમને કોઈ તકલીફ નથી થતી?

 

૪. ટેંશન દૂર થાય છે:

ઘણી વાર પતિ-પત્ની સેફ્ટી વગર સેક્સ કરી લે છે અને જ્યારે તેમને એ વસ્તુનો એહસાસ થાય છે ત્યારે તેમને બિનજરૂરી પ્રેગ્નન્સી નો ડર રહે છે. પરંતુ જ્યારે પત્નીને પીરિયડ્સ આવે છે ત્યારે પતિનું ટેંશન દૂર થાય છે કારણકે પુરુષો એવું માને છે કે જો સ્ત્રીઓ ને પીરિયડ્સ આવી રહ્યા છે તો તે પ્રેગ્નન્ટ નથી.

૫. શું ઉઠવા-બેસવા કે ચાલવામાં તકલીફ થાય છે?

પુરુષો ઘણી વાર એવું વિચારે છે કે જ્યારે સ્ત્રીઓને બ્લીડીંગ થાય છે ત્યારે તેમને ચાલવા અથવા ઉઠવા-બેસવામાં કેટલી તકલીફ થતી હશે, એ ઉપરાંત તે આખી રાત ઉંઘતી કેવી રીતે હશે? સતત બ્લીડીંગ થવાની પરિસ્થિતિમાં તે દરરોજ આટલી સરળતાથી કામ કેવી રીતે કરી શકે છે? શું પૈડ લગાવીને તેઓ અસહજતા નથી અનુભવતા?

આ કેટલાક પ્રશ્નો હતા જે પુરુષોનાં મનમાં ક્યારેક આવ્યા જ હશે, આના ઉપરાંત પણ પિરિયડ્સને લઈને પુરુષોના મનમાં ઘણા સવાલ હશે જેમકે - સ્ત્રીઓને કેવી રીતે ખબર પડતી હશે કે તેમના પીરિયડ્સ શરૂ થવાના છે? સ્ત્રીઓ આ દરમિયાન ન્હાતી કેવી રીતે હશે? શું આ દરમિયાન સેક્સ થઈ શકે છે? પરંતુ જરૂરી નાથી કે પીરિયડ્સને લઈને બધા પુરુષોના વિચાર એક સરખા હોય તેથી જો તમે જાણવા માંગતા હોવ કે તમારા પાર્ટનર શું વિચારે છે તો તેમની સાથે ખુલીને વાત કરીને તમે તેમની તકલીફ દૂર કરી શકો છો. સાથે-સાથે જ્યારે તમારા પાર્ટનરને આના વિશે બરાબર જાણકારી હશે તો તે પણ તમાર આ મુશ્કેલ ક્ષણોમાં તમારો સાથ આપશે અને તમારે કમ્ફર્ટેબલ ફિલ કરાવશે.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

Recently, we launched a baby-safe, natural and toxin-free floor cleaner. Recommended by moms and doctors all over India, this floor-cleaner liquid gets rid of germs and stains without adding harmful toxins to the floor. Click here to buy it and let us know if you liked it.

Stay tuned for our future product launches - we plan to launch a range of homecare products that will keep your little explorer healthy, safe and happy!

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon