દુનિયામાં સૌથી મોઘો મસાલો અથવા હર્બ, કેસર હોય છે જે ઘણા પ્રકારના ઔષધિય ગુણોથી ભરપૂર હોય છે. લોકો દ્વારા તેનો ઉપયોગ મોટાભાગે ગોરા થવા માટે કરવામાં આવે છે. કેસરમાં થિયામાઇન અને રિબોફ્લેવિન હાજર હોય છે જો કે ખૂબ ફાયદાકારક હોય છે. ઘણા લોકોનું માનવું છે કે જો કોઇ ગર્ભવતી મહિલાને કેસરનું સેવન કરાવડાવવામાં આવે તો તેનું બાળક ગોરું પેદા થાય.

જો કે તેનાથી ઉપર હજુ સુધી કોઇ રિસર્ચ થઇ શક્યું નથી પરંતુ ડોક્ટરોનું માનવું છે કે આ ફક્ત માન્યતા છે. કેસરથી બાળકનો રંગ ગોરો થાય કે ન થાય, પરંતુ જો ગર્ભવતી મહિલા, કેસરનું સેવન કરે છે તો તેનાથી ઘણા સ્વાસ્થ્યવર્ધક ફાયદા મળે છે.
આંખોની સમસ્યા દૂર થવી

ગર્ભવતી મહિલાઓને ઘણીવાર આંખોમાં તણાવ અનુભવાય છે, જો તે કેસરનું સેવન દૂધ નાખીને કરે, તો તેમની આંખોને આરામ મળશે, ખાસકરીને ત્યારે જ્યારે તેમને કોઇપણ પ્રકારની દ્રષ્ટિ વિકાર હોય.
પાચન

ગર્ભાવસ્થા દરમિયાન મહિલાને પાચન સંબંધી ખૂબ સમસ્યા હોય છે, કારણ કે શરીરમાં લોહીના સંચારમાં અનિયમિતતા થઇ જાય છે. એવામાં કેસરનું સેવન ખૂબ જ લાભપ્રદ હોય છે, તેનાથી પેટ સાફ રહે છે.
કિડની અને લીવરની સમસ્યામાંથી મુક્તિ

કેસર એક પ્રકારનો બ્લડ પ્યૂરિફાયર પાવડર હોય છે જે શરીરમાં કિડની અને લીવરની સમસ્યાઓને દૂર કરી દે છે.
પેટમાં દુખાવો

ગર્ભાવસ્થા દરમિયાન પેટમાં સંકોચન થતાં ખૂબ જ અસહજ અનુભવાય છે, એવામાં કેસર એક દર્દનિવારકના રૂપમાં કામ કરે છે. આ પેટદર્દથી આરામ અપાવે છે.
બાળક નું ફરવું

ગર્ભવતી મહિલાને 5મા મહિનાથી બાળકના ફરવાનો અનુભવ થવા લાગે છે. કેસરયુક્ત દૂધ પીતાં આ અહેસાસ વધુ સારી રીતે થાય છે. તેના સેવનથી શરીરનું તાપમાન સંતુલિત રહે છે. પરંતુ વધુ માત્રામાં કેસરનું સેવન ન કરવું જોઇએ.
બ્લડ પ્રેશર

ગર્ભવતી મહિલાને દિવસમાં ફક્ત એકવાર 4 રેશે કેસરનું સેવન દૂધની સાથે કરવું જોઇએ, તેનાથી બ્લ્ડ પ્રેશર સંતુલિત રહેશે અને મૂડ પણ સારો રહેશે. તેના સેવનથી માંસપેશીઓમાં પણ રાહત મળે છે.