Link copied!
Sign in / Sign up
1
Shares

😲 પ્રેગનેન્સી દરમ્યાન સપનાઓના પણ ઘણા રહસ્ય હોય છે: ચાલો જાણીએ સપનાઓના અર્થ😇😇

ગર્ભાવસ્થામાં સ્ત્રીઓને વિવિધ પ્રકારના સપના આવા એક સાધારણ વાત છે. જો ગર્ભવતી થયા પછી, તમને વિચિત્ર પ્રકારના સપના આવે છે તો તમે એકલા નથી. ઘણી સ્ત્રીઓ સાથે આવુ બને છે. અલગ-અલગ સપનાનો અલગ-અલગ અર્થ હોય છે. તમારા સપના ખુબ ડરાવનાથી લઈને ખુબ ભાવુક હોય શકે છે. આવા વિચિત્ર પ્રકારના સપ્નાથી આપને શંકા થશે કે આપ સારી મા બની શકશો કે નહિ. આપનું ભવિષ્ય કેવું હશે અને બાળકનો વિકાસ કેમ થશે? આવા પ્રકારના સપના દર્શાવે છે કે આપના મનમાં તમારા આવવા વાળા શિશુ પ્રત્યે સ્નેહ અને ચિંતા પણ છે. ચાલતી આવતી માન્યતા પરથી અમે સપનાના અર્થ બતાવીએ છીએ જો કે વિજ્ઞાનિક રીતે આ ૧૦૦% સાચું નથી.

આપના મનમાં આવતા સ્વરૂપ આપના શરીરમાં થતા ફેરફાર અને હોર્મોંનેસના કારણે છે. જો શરીરમાં હોર્મોંનેસનું બેલેન્સ બગડી જાય તો આપને ખરાબ અને વિચિત્ર સપના આવવા સાધારણ રીતે હોર્મોંનેસનું સંતુલન ગર્ભાવસ્થામાં રાત્રે વધારે બગડે છે.

વિજ્ઞાનીકો એ ખાસ પ્રકારના સપનાઓ સ્ત્રીઓમાં જોયો છે જ વધારે પડતા તેમના મગજમાં આવે છે. અમે આવા સપનાના ઉદાહરણો અને તેની પાછળના અર્થ દર્શાવીએ છે.

બાળકના લિંગ સાથે જોડાયેલા સપના

આ પ્રકારના સપના દર્શાવે છે કે આપ આપના શિશુના લિંગથી ચિંતિત છો. ઘણી સ્ત્રીઓને શિશુના જન્મ પહેલા પુત્ર અથવા પુત્રી ની ચાહ હોય છે. આથી આપના સપના આપણી કલ્પના નો અરીસો છે. આપ આ બાબત ભલે ન માનો પણ આ સાચી હકીકત હોય છે.

ગર્ભાવસ્થા સંબંધિત સપના

પહેલા ત્રણ મહિના સ્ત્રીઓ વિચિત્ર સપના જુએ છે; જેમકે તેના ઉદરમાં કોઈ માછલી અથવા ઝાડ છે જે સમય સાથે વિકાસ થાય છે. જીવિત પ્રાણી, ઝાડ, છોડ અથવા જાનવર કે પછી આ બધા જીવનમાં પ્રતીક છે. આ પ્રકારના સપના નકારાત્મક નથી હોતા. આ ઉદરમાં રહેલા બાળક સાથે ભાવાત્મક જોડાણના સંકેત છે.

બાળકના જન્મ થવાના સપના

જેવી ગર્ભાવસ્થા ત્રીજા મહિના માં પ્રવેશે છે, તેને ઊંઘમાં શિશુના જન્મવાના સપના આવે છે. તે બાળકને બગીચામાં, હોસ્પિટલમાં, કર્મ અથવા ઘરમાં જમીન પર જન્મ દેવાની કલ્પના કરી શકે છે. આ કોઈ મુશ્કેલીની વાત નથી પણ કુદરતી પ્રક્રિયા છે. આનો અર્થ સ્ત્રી પોતાના શરીરના દર્દ ના વિચાર કરી ઘબરાઈ છે અને બાળકના જન્મવાના ડરથી હેરાન થાય છે. આનો બીજો અર્થ એ પણ થાય છે કે તે શિશુને મળવા માટે બેતાબ છે અને તેની અંતરથી રાહ જોઈ રહી છે.

ગર્ભમાં કૈદ હોવાના સપના

અમુક સ્ત્રીઓ કલ્પના કરે છે કે પોતાની કોખમાં પુરાઈ ગઈ છે અથવા પાણીમાં ડૂબી રહી છે. આ આટલા માટે થાય કે કારણ શિશુ એની કોખમાં અંદર પોતાનું પોષણ ગ્રહણ કરે છે અને બહાર નથી આવી શકતું. શિશુ પણ બહાર આવવા માગતું હોય છે એટલે આવા સપના આવે છે.

બાળકને ક્યાંક ભૂલી જવાના સપના

ગર્ભાવસ્થા ની ચિંતા ના કારણે આપને ડર ઘરી ગયો છે કે આપ પોતે બાળકને ભૂલી જવાની ભૂલ કરી બૈઠા છો. તેમને સપના આવે છે કે સુપર માર્કેટમાં શાકભાજી અને અન્ય સામાનની ખરીદી વખતે પોતાના બાળકને ટ્રોલીમાં ભૂલી આવી છે. અથવા બજારમાં કપડાં લેવા અને બાળકને દુકાનમાં છોડી આવી. બની શકે છે કે તમે કોઈ ઉત્સવ મનાવવા માં વ્યસ્ત હોવ અને બાળકને બગીચામાં ભૂલી આવી. બાળકના જુદાઈના વિરહમાં આપ ઊંઘમાં બૂમો પાડવા માંડો. આ પ્રકારના સપનાનો અર્થ એ છે કે આપને એ વસ્તુ ખુબ જ પ્રિય છે અને દિવસ-રાત એના વિશેં જ વિચારો છો. આપ એના વગર રહી નહિ શકો અને તેને ખોવાનો ડર પણ લાગી રહ્યો છે.

કોઈ જાનવરને જન્મ આપવાનું સપનું

જો આપ કોઈ ગલૂડયુ, બિલાડી અથવા કોઈ જાનવરને જન્મ દેવાનું સપનું જોવ તો ઘબરાવ નહિ. આ આપના મનમાં થઇ રહેલ ફેરફાર ના કારણે થાય છે. સપના પર તમારું ન ચાલે તો આ વિવશ ન થઇ જાવ આવા સપનાના રૂપમાં આપનું મગજ આપણે ઈશારો કરે છે કે આવવા વાળા બાળકની દેખભાળ માટે પોતાને તૈયાર કરી રહ્યું છે. નિર્જીવ વસ્તુઓ અથવા ઝાડ-છોડ પણ શિશુના જ જોએલ રૂપે છે. સાચી ભણકારના અભાવે સ્ત્રીઓ આવા સપનાથી ભયભીત થાય છે પણ તેમને સમજવું જોઈએ કે આ કોઈ ભયાનક વસ્તુ નથી.

સપના સારા હોય કે ખરાબ; આને માટે તમે જવાબદાર નથી કારણ આના પર તમારું કોઈ નિયંત્રણ નથી હોતું. આપના મનમાં અનેક વિચિત્ર ખ્યાલ આવે છે. જો આપની રોજની જિંદગી સામાન્ય થઇ જશે તો ડરાવના સપના પણ નહિ આવે. સપના આપણને આસપાસના વાતાવરણનો આભાસ કરાવે છે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon