Link copied!
Sign in / Sign up
21
Shares

પ્રેગ્નન્સીના પાંચમાં મહિનાની સ્કેનિંગ વિશે તમારે કેટલીક બાબતો ખબર હોવી જોઈએ👍

ગર્ભાવસ્થાના પાંચમાં મહિનામાં સ્ત્રીનું શરીર ઝડપથી બદલાય છે. આ તે સમય છે જ્યારે ગર્ભમાં રહેતું તમારું બાળક કિક મારવાનું શરૂ કરે છે. આ બાળક સાથે નિયમિત વાત કરવાનો સમય છે, કારણકે આનો જવાબ તમારું બાળક પ્રવૃત્તિ સાથે આપે છે. આ સમયે બધી સ્ત્રીઓમાં પેટનો આકાર જુદો હોય છે. પરંતુ મોટાભાગે કેટલીક મહત્વપૂર્ણ વાતો એક સરખી હોય છે.

હોસ્પિટલ જવાની વાત કરીએ તો, પાંચમાં મહિનામાં ડૉક્ટર સાથે તમારી ઈમ્પોર્ટન્ટ મીટિંગ હશે. અને આ તમારા બીજા ક્વાર્ટરના સ્કેન માટે હશે. આ સ્કેનને "ઇનોમેલી સ્કેન" કહેવામાં આવે છે, કેટલાક લોકો એને "મોરફોલોજી સ્કેન" અથવા "૨૦ વિક સ્કેન" પણ કહે છે. આ સામાન્ય રીતે ૧૮-૨૦ અઠવાડિયાની વચ્ચે થાય છે. જો તમે તમારી જાતને સ્કેન માટે તૈયાર કરી રહ્યા છો અથવા વિચારી રહ્યા છો કે શું થશે, તો આ લેખ તમારા માટે છે.

સ્કેન માટે પોતાની જાતને કેવી રીતે તૈયાર કરવું?

ઇનોમેલી સ્કેન માટે કોઈ અલગ તૈયારી કરવાની જરૂર નથી. ફક્ત આ બાબતનું ધ્યાન રાખો કે તમે શાંત હોવ, અને એપોઇન્ટમેન્ટના પંદર મિનિટ પેહલા હોસ્પિટલ પોહચોં જેથી તમારે ઉતાવળ ન કરવી પડે.

સ્કેન કરાવવાં માટે તમારું બ્લેડર પહેલા ક્વાર્ટરની જેમ જ ભરેલું ન હોવું જોઈએ. તેથી તમારે એના પર ધ્યાન આપવાની જરૂર નથી. એક વાત જે તમારે આ સ્કેન વિશે ખબર હોવી જોઈએ કે અન્ય સ્કેનો કરતા તમારે આમાં વધારે સમય લાગી શકે છે, જો બાળક સાથ આપે તો ૪૫ મિનિટ અથવા એના કરતાં પણ વધારે.

ઇનોમેલી સ્કેન દરમિયાન શેની તાપસ કરવામાં આવે છે?

આ સ્કેન શિશુઓમાં અસમાન્યતાઓનું પરીક્ષણ કરવા માટે કરવામાં આવે છે. આ કિસ્સામાં, અસામાન્યતા શરીરના વિકાસમાં કોઈપણ પ્રકારની વિકૃતિને દર્શાવે છે. જે સ્થિતિઓની તપાસ કરવામાં આવે છે, તેની લિસ્ટ નીચે આપેલી છે. આમાંની મોટાભાગની સ્થિતિઓ સામાન્ય નથી. આ માત્ર માહિતી માટે છે કે ઇનોમેલી સ્કેન દરમિયાન ડોકટરો દ્વારા શું તપાસ કરવામાં આવે છે.

ઓપન સ્પાઇન બિફિડા:

આ ફરક સ્પાઇનલ કોર્ડમાં હોય છે. આને સામાન્ય રીતે 'ઓપન ન્યૂરલ ટ્યૂબ ડિફેક્ટ' કહેવામાં આવે છે. આ ૧૦,૦૦૦ બાળકનાં જન્મ માંથી ૬માં જોવા મળે છે. સ્કેન દરમિયાન, આ સમસ્યાને સરળતાથી સ્ક્રીન પર દેખી શકાય છે.

ક્લેફ્ટ હોંઠ:

આ એક જાણીતી સમસ્યા છે. આ હોંઠની રચનાથી સંબંધિત ડિસઓર્ડર છે. આમાં હોંઠ વિભાજીત મળી આવે છે. આ ૧૦,૦૦૦ જન્મ માંથી ૧૦માં જોવા મળે છે.

એનાસાફૈલી:

આ ન્યૂરલ ટ્યૂબ ડિફેક્ટ નો એક પ્રકાર છે. આ મગજના હાડકાંમાં વિકૃતિના પરિણામે જોવા મળે છે, જેના કારણે વિકાસ દરમિયાન મગજને ગંભીર રીતે નુકસાન પહોંચે છે. આ ૧૦,૦૦૦ જન્મ માંથી ૬માં જોવા મળે છે.

ડાયાફ્રામિક હર્નિયા:

ફેફસાના ડાયાફ્રામને થતા નુકશાનને ડાયાફ્રામિક હર્નિયા કહેવામાં આવે છે. આના લીધે જન્મ પછી શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આ સમસ્યાની સંભાવના ૧૦,૦૦૦ માંથી ચાર છે.

ગેસ્ટ્રોકાઈસીસ અને એક્સોમફોલ્સ:

આ એબ્ડોમીનલની દિવાલમાં થતો એક ડિસઓર્ડર છે. આનાથી બાળકના જન્મ પછી ખોરાક ખવડાવવામાં સમસ્યા ઉત્પન્ન થાય છે. આ સમસ્યા ૧૦,૦૦૦ માંથી પાંચમાં જોવા મળે છે.

જન્મજાત હૃદય રોગ:

આ હૃદયથી સંબંધિત સમસ્યા છે, આ ત્રણ પ્રકારની હોઈ શકે છે. હૃદયના માળખું સાથે, હૃદયના કાર્ય સાથે અથવા હૃદયના લય સાથે. આ ગંભીર જન્મજાત હૃદય રોગ ૧૦,૦૦૦ જન્મ માંથી ૩૫માં જોવા મળે છે.

બિલેટ્રલ રીનલ એજેંનેસિસ:

આ સ્થિતિમાં કિડની નથી હોતી. આવા કિસ્સાઓમાં એમિનોટિક લિક્વિડ ખૂબ જ ઓછું અથવા બિલકુલ નથી હોતું. આ ૧૦,૦૦૦ જન્મોમાંથી એકમાં જોવા મળે છે.

લૈથલ સ્કેલેટલ ડિસ્પ્લાસીસ:

આ હાથ, પગ, છાતી અને મગજના હડકાથી સંબંધિત લગભગ ૩૫૦ સમસ્યાઓનું એક સમૂહ છે. મોટાભાગના કિસ્સાઓમાં, હાડકાની અસામાન્ય વૃદ્ધિ જોવા મળે છે, જેના કારણે શરીરના અમૂક ભાગોમાં અસામાન્ય વૃદ્ધિ થાય છે. આ પણ ૧૦,૦૦૦ માંથી એકમાં જોવા મળે છે.

એડવર્ડ સિન્ડ્રોમ અને પતૌ સિન્ડ્રોમ:

આ સ્થિતિ શરીર સેલ્સમાં રંગસૂત્રનું અસાધારણ માળખું ઉભું કરે છે. બાળક થવાવાળી આ એક ગંભીર સમસ્યા છે અને આનો કોઈ ઈલાજ નથી, આ દર ૧૦,૦૦૦ માંથી બે અથવા ત્રણને હોઈ શકે છે.

ડૉક્ટર નીચે મુજબ રોગોની પણ તપાસ કરી શકે છે:

એમ્બીકલ કાર્ડ, પ્લેસેન્ટા, અમ્નોટિક ફ્લુઇડની સ્થિતિ અથવા અવસ્થા.

આ ઉપરાંત શિશુના વજનને ચકાસવા માટે શિશુના શરીરના અમૂક ભાગોનો માપ લે છે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon