Link copied!
Sign in / Sign up
0
Shares

પ્રેગ્નેન્સીના કારણે છોડી રહી છે શો આપણી ગોરી મેમ?😯

જ્યારથી ‘ભાભીજી ઘર પે હૈ’ની અનીતા એટલે કે સૌમ્યા ટંડન આ શો છોડવાની વાત વહેતી થઈ છે ત્યારથી તેના ફેન્સ આશ્ચર્યમાં જોવા મળી રહ્યા છે. જોકે, ભારતીય ટેલિવિઝન શોના ઈતિહાસમાં એ કોઈ નવી વાત નથી કે જ્યારે કોઈ શો તેની લોકપ્રિયતાની ટોચ પર હોય ત્યારે જ તેના કોઈ કલાકારે એ શો છોડ્યો હોય. સૌમ્યા ટંડન છેલ્લા ત્રણ વર્ષથી આ શોમાં કામ કરી રહી છે અને લોકપ્રિય પણ થઈ છે.

ઓગસ્ટના અંતમાં છોડશે શો?

ગોરી મેમ તરીકે ઘરે-ઘરે જાણીતી થઈ ગયેલી સૌમ્યા ઓગસ્ટના અંતમાં આ શો છોડે તેવી શક્યતા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે હવે કંઈક નવું કરવા માટે આ શો છોડી રહી છે, પણ સૂત્રો તરફથી જાણવા મળ્યા મુજબ તે ફેમિલી પ્લાનિંગનું પણ વિચારી રહી છે.

ફેમિલી પ્લાનિંગ અંગે સૌમ્યાએ શું કહ્યું?

જોકે, સૌમ્યાએ શો છોડવા અંગે મૌન સેવી લીધું છે, પણ તેણે અમારા સહયોગી ન્યૂઝ પેપર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના ટેક્સ્ટ મેસેજનો જવાબ આપતા કહ્યું કે, ‘હું ફેમિલી પ્લાનિંગ કરી રહી હોવાની અફવા ચાલી રહી છે. મારો જવાબ છે કે બાળક થાય એ મને ઘણું ગમશે. માતા બનવું એ ઘણો જ સુંદર અનુભવ છે અને હું તેને ગુમાવવા નથી ઈચ્છતી. હકીકત તો એ છે કે જ્યારે પણ એવું થશે હું બધા સાથે એ વાતને શેર કરીશ અને તેનો આનંદ માણીશ. અત્યારે તો મારી પાસે આ અંગે કહેવા જેવુ કંઈ નથી. આ બધી વાતો ભગવાનના હાથમાં છે. આપણે નક્કી કરનારા કોણ? એટલું જ નહીં, મારા પ્રોડ્યૂસરોએ પણ મને એક વખત મને કહ્યું હતું કે, હું પ્રેગ્નન્સી દરમિયાન પણ કામ ચાલુ રાખી શકું છું અને એ પછી તેઓ મેટરનિટી લીવ પણ આપશે. એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં આ આવેલો આ ચેન્જ ઘણો સારો છે અને હું તેને વખાણું છું.’

પ્રોડ્યૂસરની પ્રતિક્રિયા ન મળી શકી

આ મામલે શોના પ્રોડ્યૂસર બિનૈફર કોહલીની પ્રતિક્રિયા મળી શકી ન હતી.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon