Link copied!
Sign in / Sign up
0
Shares

પ્રેગ્નન્સીના 38માં અઠવાડિયે પણ કરી રહી છે પોલ ડાન્સ💕

ગર્ભાવસ્થા દરમિયાન કસરત કરવાનું ખૂબ જરૂરી છે. જોકે આ વાતને કેટલીક ફિટનેસ ફ્રીક મહિલાઓ એટલી ગંભીરતાથી લેતી હોય છે કે તેઓ પ્રેગ્નન્સી દરમ્યાન પણ જોખમી કહેવાય એવી કસરતો કરતી જોવા મળે છે

આ મહિલાનો ડાન્સ પ્રેમ જુઓ

ડેલી મેલના રિપોર્ટ મુજબ રશિયાની 32 વર્ષની ફિટનેસ પ્રેમી સ્વેત્લાના વોલ્કોવાની કેટલીક તસ્વીરો જોઈને ચોંકી જશો. આ યુવતીએ પ્રેગ્નન્સીના પૂરા મહિના જઈ રહ્યા છે તેમ છતાં હાઈ-હિલ્સ પહેરીને પોલ-ડાન્સિંગ કરી રહી છે. આ તેની બીજી પ્રેગ્નન્સી છે.

પોલ ડાન્સિંગ ખુબ પસંદ છે

પહેલી ડિલિવરી બાદ તેણે વજન ઘટાડવા માટે વિવિધ એકિટવિટી ટ્રાય કરી હતી. એમાંથી તેને પોલ-ડાન્સિંગ વધારે ગમી ગયો. બસ, એ પછીથી તેણે પોલ ડાન્સની ટ્રેનિંગ લઈ પોલ-ડાન્સિંગ શરૂ કર્યુ.

પાછળથી મૂવમેન્ટ્સ ઘટાડી

બીજી વાર પ્રેગ્નન્સી રહી તો પણ તેને પોલ-ડાન્સિંગમાં બ્રેક લેવાનું ગમ્યું નહીં. તે છ મહિના સુધી ફુલ પોલ ડાન્સિંગ કરતી રહી. જોકે એ પછી પેટના વધતા જતા ઘેરાવાને કારણે તેની મૂવમેન્ટસમાં ઘટાડો થવા લાગ્યો.

38માં વીક સુધી હાઇ-હીલ્સ પહેરીને ડાન્સ

તેમ છતાં તે પ્રેગ્નન્સીના 38માં વીક સુધી હાઇ-હીલ્સ પહેરીને રોજ હળવી મુવમેન્ટસમં પોલ-ડાન્સિંગ કરતી રહી હતી એટલું જ નહીં, બાળકના જન્મ પછી તેણે બેબીને પણ ઝોળીમાં છાતીએ વળગાડીને તેની સાથે પોલ ડાન્સિંગ પણ કર્યુ છે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon