Link copied!
Sign in / Sign up
1
Shares

પ્રેગ્નેન્સીમાં કિચન ટીપ્સ જે રસોડાની મેહનત કરી દેશે ઓછી

શાકભાજી અને ફ્રુટ્સ આપણા રોજીંદા જીવનનો એક ભાગ છે. જો યોગ્ય રીતે તેની પસંદગી કરવામાં આવે તો રસોઈમાં સ્વાદની સાથે પોષક તત્વોનો પણ ઉમેરો થાય છે તો...

શાકભાજી અને ફ્રુટ્સની પસંદગી કેવી રીતે કરવી તેની ટ્રીક અને ટીપ્સ જોઇએ.

બટેટા હંમેશા મીડીયમ સાઈઝ અને ગોળ હોય તેમજ તેના પર લીલાસ ન હોય તેવા લેવા.

કોબીનો રંગ લીલો હોય તેવી તેમજ હળવી હોય તેવી લેવી સફેદ અને વજનવાળી કોબી અંદરથી ગાંઠવાળી નીકળે છે.

ભીંડાના આગળનો ભાગ તોળીને જોવો કુણો હશે તે જલ્દી તુટી જશે. કડક અને મોટી સાઈઝનો ભીંડો લેવો નહીં.

ધાણાભાજીના પાન વધારે મોટા હોય તે પસંદ કરવા નહી તે સ્વાદમાં તુરી હોય છે.

દુધી લીલાસ પડતી તેમજ પાતળી લેવી.

લીંબુ પીળા હોય તેવા જ લેવા લીલા લુંબીની છાલ જાડી હોય તેની અંદર રસનું પ્રમાણ ઓછું હોય છે.

કેળાની છાલ પીળી અને બ્રાઉન સ્પોટવાળી હોય તેવી લેવી.

આદુ હંમેશા પાકુ કોફી છાલ વાળુ લેવું કાચું આદુ જલદી બગડી જાય છે.

ટમેટા વધારે દિવસ રાખવા હોય તો કડક અને થોડી પીડી સ્કીનવાળા લેવા.

પીચ હંમેશા પાકુ લેવું કાચા પીચ ને બે દિવસ બાદ વાપરવું.

સફરજનની છાલ વધારે ચમકતી હોય તેવા પસંદ કરવા નહીં.

કોઇ પણ ફળ કે શાકભાજી પર કટ કરેલ હોય તે કયારેય લેવું નહીં.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon