Link copied!
Sign in / Sign up
73
Shares

પ્રેગ્નેન્સી વખતે અપનાવો આ ટિપ્સ, પેદા થશે બુદ્ધિશાળી બાળક😀👌❤ 😍

જેવું અન્ન, તેવા ઓડકાર’ એ તો તમે સાંભળ્યું જ હશે. પૌષ્ટિક આહારથી આપણે સ્વસ્થ અને સુખી રહીશું અને જો અસંતુલિત આહાર લઈશું તો બીમારીઓના શિકાર થઈ જઈશું. એટલે જ કહેવામાં આવે છે કે, જીવનને ખુશહાલ બનાવવા માટે આપણે ખાણીપીણીને સારી કરવી ખૂબ જ જરૂરી છે. અને આ વાત બધાને લાગુ પડે છે. બાળકોથી માંડીને વૃદ્ધ અને ગર્ભમાં રહેલા શિશુને પણ. ડૉક્ટર્સ તો એવી સલાહ પણ આપે છે કે, ગર્ભવતી મહિલાએ પૌતાના દૈનિક આહારમાં પૌષ્ટિક તથા સંતુલિત ભોજન લેવુ જોઈએ, જેથી તેના ખોરાકનો શિશુના સ્વાસ્થ્ય પર સકારાત્મક પ્રભાવ પડે. આનાથી બાળકનો શારીરિક વિકાસ વધુ સારા પ્રમાણમાં થાય છે.

માનો અવાજ

મા શું ખાય છે, શું જુએ છે, શું સાંભળે છે તથા શું અનુભવે છે? તેની સીધી અસર તેના બાળક પર થાય છે. સાયન્સે પણ આ વાત સાબિત કરી છે. આથી માએ હંમેશા સચેત રહેવું જોઈએ. માતાના અનુભવોની સાથોસાથ તે શું બોલી રહી છે તે પણ એક મહત્વનું કેન્દ્રબિંદુ છે. એટલે કહેવામાં આવે છે કે, પ્રેગ્નેન્સી દરમિયાન મહિલાએ સારી-સારી વાતો બોલવી જોઈએ. સારા પુસ્તકો વાચવા અને શાંત તથા મધુર ગીતો તથા કવિતાઓ માતાના અવાજમાં સાંભળવા બાળક માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આનાથી બાળકનું મસ્તિષ્ક ઝડપથી વિકાસ પામે છે. ડૉક્ટર્સનું માનીએ તો ગર્ભ ધારણના 23મા સપ્તાહથી ગર્ભમાં ઉછરી રહેલું બાળક કેટલાક અવાજો પર રિસ્પોન્સ આપવાનું શરૂ કરી દે છે અને માનો અવાજ તેના માટે સૌથી ખાસ હોય છે.

મા શું કરે છે?

શું તમે જાણો છો કે, માનો સ્પર્શ પણ બાળકના માનસિક વિકાસને પ્રભાવિત કરે છે? તે ક્યાં બેઠી છે, કેવા વાતાવરણમાં છે તે ઘણી મહત્વપૂર્ણ વાત છે. ડૉક્ટર્સ કહે છે કે, માના ગર્ભ ક્યારેય સીધો પ્રકાશ ન પડવો જોઈએ, તે બાળક માટે ખતરનાક સાબિત થઈ શકે છે. સાથે જ માની સૂવાની રીત, ઉઠવા-બેસવા તથા ચાલવાની રીત પણ બાળકના માનસિક વિકાસમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. એક ગર્ભવતી મહિલાએ માટે સૌથી ખતરનાક બાબત છે તણાવ. તેના લીધે નોર્મલ પ્રેન્ગેન્સીમાં બહુ બધી સમસ્યાઓ પેદા થઈ જાય છે. ગર્ભાવસ્થા દરમિયાન જો મા સ્ટ્રેસ લે છે તો તેનું નકારાત્મક પરિણામ બાળકને ભોગવવું પડે છે.

ખરાબ આદતોને છોડી દો

મહિલાઓને ગર્ભધારણ કરતા પહેલા પોતાની લાઈફસ્ટાઈલને બદલવી પડશે. જો મહિલાને ધૂમ્રપાન અથવા ડ્રિંક કરવા જેવી કોઈ ખરાબ લત હોય તો તે છોડી દેવી જોઈએ. આવી આદતોથી સામાન્ય વ્યક્તિને નુકસાન થતું હોય ગર્ભમાં રહેલા બાળક પર તેની કેટલી ગંભીર અસર થઈ શકે તેનું અનુમાન તમે લગાવી શકો છો.

ડૉક્ટરની સલાહ

પ્રેગ્નેન્સી દરમિયાન ડૉક્ટરની સલાહ અનુસાર વર્તવુ જોઈએ. માતાએ શક્ય તેટલું ખુશ રહેવું જેનાથી બાળકનો માનસિક વિકાસ અવરોધાય નહીં. આ જવાબદારી સંપૂર્ણ પરિવારે સાથે મળીને ઉપાડવી જોઈએ

આવા ખોરાકનો આગ્રહ

ગર્ભવતી મહિલાએ બની શક્ય તેટલો સાફ ખોરાક લેવો જોઈએ. બહારનું ફૂડ તૈલીય હોય છે અને તેમાં પૌષ્ટિક ગુણોની અછત હોય છે. એટલે પ્રયત્નો એવા જ રહેવા જોઈએ કે, ઘરનું સાધારણ ભોજન જ કરવામાં આવે. આ ઉપરાંત તમે હેલ્થ એક્સપર્ટ પાસેથી ઓમેગા 3 યુક્ત ખાદ્ય પદાર્થોનું લિસ્ટ તૈયાર કરાવી શકો છો.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon