Link copied!
Sign in / Sign up
2
Shares

પ્રેગ્નન્સી વખતે આ જોખમો થી બચી ને રહો🤰😧

કોઈ પણ સ્ત્રી માટે માં બનવું એ એક સૌભાગ્ય ની વાત છે. ગર્ભાવસ્થા વખત નો સમય બઉ જ ખાસ હોય છે પણ આ સમય અમુક તકલીફો થી ભરેલો હોય છે. ગર્ભાવસ્થા વખતે માં અને બાળક બંને નું ખાસ ધ્યાન રાખવું ખૂબજ જરૂરી હોય છે કારણકે આ સમય બંને માટે નાજુક અને સંવેદનશીલ હોય છે. આ સમયે ગર્ભવતી સ્ત્રી ને બઉ બધા રિસ્ક હોય છે જેમનું એમને ધ્યાન રાખવું પડતું હોય છે અને આજે આ બ્લોગ વડે અમે આવી જ અમુક વાતો વિશે તમને જણાવી રહ્યા છે.

૧. વધારે નબળાઈ લાગવી

ગર્ભાવસ્થા વખતે ઘણીવાર મોર્નિંગ સિકનેસ, ઉલ્ટી કા તો નબળાઈ ની ફરિયાદ હોય છે જે સામાન્ય છે પણ જો આજ તકલીફ વધી જાય અને વધારે પડતી નબળાઈ જેવું લાગે તો આ માં અને બાળક બંને માટે સંકટ ની ઘંટી છે. આવું થવાથી ગર્ભવતી સ્ત્રી અપોષણ નો શિકાર થઈ શકે છે જેનાથી થવા વાડા બાળક ને પણ જોખમ થઈ શકે છે. એટલા માટે જેટલું બની શકે એટલું પાણી પીવો અને જો ઉલ્ટી અને કમજોરી ની તકલીફ વારંવાર થાય તો વાર કર્યા વગર તમારા ડૉક્ટર ને ચોક્કસ મળો.

૨. ખાવા પર ધ્યાન ન આપવું

ગર્ભાવસ્થા વખતે બધી સ્ત્રી ની અંદર શારીરિક અને માનસિક બદલાવ થાય છે કોઈક સ્ત્રી ને વધારે ભૂખ લાગે છે કોઈ ને ઓછી જે સામાન્ય છે. પણ જો ભૂખ ના લાગવાની તકલીફ વધી જાય તો થોડી ચિંતા ની વાત છે કારણકે જો માં બરાબર રીતે ખોરાક નઈ લે તો બાળક ને પૂરતી રીતે પોષણ નઈ મળે જેના કારણે ગર્ભ મા ના બાળક ને નુકસાન પણ થઈ શકે છે કા તો બાળક નબળું પણ જન્મી શકે છે.

૩. લોહી ની અછત

ઘણી વાર ગર્ભાવસ્થા વખતે સ્ત્રીઓ ને લોહી ની અછત ની તકલીફ થઈ શકે છે જે માં અને બાળક બંને માટે જોખમ બની શકે છે અને સ્ત્રીઓ ને ગર્ભપાત વેઠવી પડી શકે છે.

૪. તણાવ પણ એક બઉ મોટું જોખમ છે

ગર્ભાવસ્થા વખતે માં થનારી સ્ત્રી એ ખાલી પોતાનું ધ્યાન જ રાખવાનું નથી પણ ખુશ પણ રેહવાની જરૂરત છે. પણ ગર્ભાવસ્થા વખતે સ્ત્રીઓ ને ખાલી શારીરિક નઈ પણ માનસિક બદલાવ થી પણ પસાર થવું પડતું હોય છે જેવી રીતે મૂળ-સ્વિંગ્સ અને તણાવ ની તકલીફ ઘણીવાર સ્ત્રી ને હેરાન કરી શકે છે જે માં અને બાળક બંને માટે જોખમ બની શકે છે. એટલા માટે જેટલું બની શકે ખુશ રહો જેથી આનો પ્રભાવ તમારા કોખ મા ના બાળક પર પણ પડે.

૫. સમજી વિચારી ને કરો મુસાફરી

ગર્ભાવસ્થા નો સમય ખૂબજ નાજુક હોય છે અને આવામાં નાનામાનાની વાત નું ધ્યાન રાખવું પડતું હોય છે. એટલા માટે આવા સમયે તમે ક્યાંક મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો તો એક વાર પોતાના ડોક્ટર સાથે ચોક્કસ વાત કરજો કે તમારા માટે મુસાફરી કરવા માટે કયો સમય સૌથી સરો છે કારણકે જરૂરી નથી કે જો તમારો કોઈ મિત્ર ગર્ભાવસ્થા ના શરૂઆત ના સમયમાં મુસાફરી કરી હસે તો તમારા માટે પણ આ સમય સારો હસે કારણકે બધી સ્ત્રી ની ગર્ભાવસ્થા અલગ અલગ હોય છે એના લીધે આના માટે પોતાના ડોક્ટર સાથે ચોક્કસ વાત કરો.

આ બધા સિવાય ખૂબજ પાણી પીવો, જ્યુસ પીવો, ખુશ રહો, તમારા ડૉક્ટર ને પૂછી ને હલકી કસરત કરો અને બરાબર રીતે પોતાનું ધ્યાન રાખો. જો કોઈ મોટું તમને સલાહ આપે તો એમની વાત ને પણ સાંભળો અને તમારા ગર્ભાવસ્થા ને માણો કારણકે કોઈ પણ સ્ત્રી માટે આ એક અલગ જ એહસાસ છે.

હેપ્પી પ્રેગ્નન્સી!

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon