Link copied!
Sign in / Sign up
1
Shares

પ્રેગનેન્સી ટેસ્ટ પોઝિટિવ આવે તો શુ કરશો?🤔🤔

જ્યારે પ્રેગનન્સી ટેસ્ટ પોઝિટિવ દેખાય ત્યારે મગજમાં એક અજીબ હલચલ શરૂ થઇ જાય છે. મગજ ક્યાંય ખોવાઇ જાય છે અને તમારી વિચારવાની તાકાત જાણે અલોપ થઇ જાય છે. મગજ અનેક વસ્તુઓ વિચારવા લાગે છે, જેમ કે શું હું આ સ્થિતિ માટે અત્યારે તૈયાર છું?, શું હું તેને સાચવી શકીશ? વગેરે...

 આ એક નવા જીવનની શરૂઆત હોય છે જેમાં આવા વિચારો આવવા સામાન્ય બાબત છે. જો તમે પ્રેગનન્ટ છો તો ગભરાવાની જરૂર નથી આને બદલે એ વિચારો કે હવે તમારે શું પગલું ભરવું જોઇએ જેથી આગળ જતા કોઇ પરેશાની ન આવે, આના માટે તમે નીચેના સૂચનોનું પાલન કરી શકો છો.

પ્રેગનન્સી ટેસ્ટ પોઝિટિવ આવતા આવું કરો 

1. બ્લડ ટેસ્ટ કરાવો - આમ તો ઘરે કરેલા પ્રેગનન્સી ટેસ્ટ એકદમ સાચા હોય છે પણ વધુ પાક્કી માહિતી લેવા માટે તમારે બ્લડ ટેસ્ટ કરાવવા જોઇએ. આના માટે ગાયનેકોલોજિસ્ટનો સંપર્ક કરી તેમની સલાહ લો. બ્લડ ટેસ્ટ કરાવવાથી આગળ સર્જાનારી કોઇપણ બીમારી વિષે સરળતાથી જાણકારી મળી જશે.

2. એકબીજાને સપોર્ટ કરો - જ્યારે એક પુરુષને માલુમ પડે છે કે તે પિતા બનવાનો છે તો બની શકે કે તે ખુશ, નિરાશ કે કન્ફ્યુઝ થઇ જાય. પ્રેગનન્સીમાં પતિ-પત્નીએ એકબીજાને સમજવા જોઇએ અને એકબીજાને સપોર્ટ કરવો જોઇએ. જોવામાં આવ્યું છે કે પ્રેગનન્સી વિષે માલુમ પડતા જ પુરુષ એ વિચારીને ગભરાવા લાગે છે કે હવે તેના પર બહુ ભાર આવી જશે. માટે જો તમે ગર્ભ ધારણ કરવા ઇચ્છો છો તો આ માટે જરૂરી છે કે તમારા નિર્ણયમાં તમારા પતિનો પણ પૂરો સહયોગ હોય જેનાથી આગળ દરેક વસ્તુ સારી રહે.

3. રસી લો - ગરમીની ઋતુમાં અનેક બીમારીઓનો પ્રકોપ છવાયેલો રહે છે આના માટે જરૂરી છે કે પ્રેગનન્ટ થતાં પહેલા જરૂરી દવાઓ અને ઇન્જેક્શનો લેવામાં આવે. આમ કરવાથી માતા અને બાળક બંનેને જોખમો સામે બચાવી શકાશે.

4. માનસિક રૂપે તૈયારી - એક સ્ત્રી માટે ગર્ભવતી બનવું એ ખુશીની સાથે સાથે ચિંતાભર્યો વિષય પણ હોય છે. ડિલિવરીનું ટેન્શન, બાળકનું ભવિષ્ય અને આવનારી જવાબદારીઓની ચિંતાથી ડર લાગવો વગેરે સામાન્ય બાબતો છે. માટે આ સમયે તમારે તમારા સ્વાસ્થ્યનું પૂરતું ધ્યાન રાખવું જોઇએ. માનસિક રીતે સ્વસ્થ રહેવું જોઇએ. આ માટે યોગ્ય ડાયટ અને વ્યાયામ કરો.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon