Link copied!
Sign in / Sign up
3
Shares

પ્રેગનેન્સી દરમ્યાન અતિ માનસિક તાણ મહિલાઓ માટે બને છે પ્રાણઘાતક☹️☹️

પ્રસૂતિ દરમિયાનની અતિ માનસિક તાણ મહિલાઓ માટે પ્રાણઘાતક સાબિત થઇ રહી છે. મહારાષ્ટ્રના પુના મહાનગરપાલિકાના ફેમિલિ વેલ્ફેર બ્યુરો દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં આ કારણ જાણવા મળ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં પુનામાં નોધોંયેલા 164 સગર્ભા મહિલાઓનાં મોત પાછળ પ્રસૂતિ દરમિયાનની અતિ માનસિક તાણ કારણભૂત હતી. આ સિવાય હેમરેજ, એનિમીયા અને હ્રદયરોગના હુમલા જેવા કારણો પણ જવાબદાર છે.

2017-18ના વર્ષમાં પુનાની મહાનગરપાલિકા સંચાલિત બ્યુરોમાં 62 સગર્ભા મહિલાઓના મોત નોંધાયા હતા. આમાં 13 સગર્ભા મહિલાઓના લોહીના ઉંચા દબાણને કારણે મોત નીપજ્યાં હતા. ચાર મહિલાઓના હેમરેજને કારણે થયા હતા. આજ રીતે, 2016-17ના વર્ષમાં 49 સગર્ભા મહિલાઓના મોત નીપજ્યાં હતા. જેમાં 11 સગર્ભા મહિલાઓના લોહીના ઉંચા દબાણને કારણે મોત નીપજ્યાં હતા.

પુના મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેડિકલ ઓફિસર ડો. અંજલિ સબ્નેએ જણાવ્યું કે, દર વર્ષે અંદાજિત 50,000 પ્રસૂતિઓ પુનામાં થાય છે જેમાંથી 8000 પ્રસૂતિઓ પુનાની મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિલોમાં થાય છે.

તેમણે કહ્યું કે, અમે શહેરની ખાનગી હોસ્પિટલમાંથી પણ ડેટા ભેગા કરીએ છીએ. આ પછી અમે આ સગર્ભા મહિલાઓનાં મોતના કારણો વિશે જાણીએ છીએ. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન જે સગર્ભા મહિલાઓનાં પ્રસૂતિ દરમિયાન મૃત્યુ થયા છે તેમાં અતિ માનસિક તાણ એ મુખ્ય કારણ જોવા મળ્યું છે. પ્રસૂતિ કરાવતી દાયણોને અમે સૂચનાઓ આપી છે કે, સગર્ભા મહિલાઓની કાળજી લે અને જરૂર પડ્યે તાત્કાલિક હોસ્પિટલમાં ચેક-અપ માટે મોકલે."

ઇન્ડિયન મેડિકલ એશોસિએશનના સેક્રેટરી અને સ્ત્રી-રોગનાં નિષ્ણાંત ડો. મીનાક્ષી દેશપાંડેએ જણાવ્યું કે, જો પ્રસૂતિ દરમિયાન બ્લડ પ્રેશર કન્ટ્રોલમાં ન રહે તો ગર્ભાશય ફાટી શકે અને તરત જ લોહી નીકળવાની શરૂઆત થાય છે. 

જે પ્રાણઘાતક સાબિત થાય છે. છેલ્લા ઘણા સમયથી એવું જોવા મળ્યું છે કે, પ્રસૂતિ દરમિયાનના માનસિક તણાવને કારણે મહિલાઓ મૃત્યુ પામે છે. આ માટે મહિલાઓના મોડાં લગ્નો પણ જવાબદાર છે.

જે 164 સગર્ભા મહિલાઓના મોત પુના મહાનગરપાલિકામાં નોંધાયા તેમાંથી 50 મહિલાઓ પુનાના રહેવાસી હતા જ્યારે અન્ય મહિલાઓ પુના શહેરની આસપાસની વિસ્તારમાં આવી હતી.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon