Link copied!
Sign in / Sign up
7
Shares

પ્રેગ્નેન્સી દરમ્યાન થતાં સામાન્ય શારીરિક પરિવર્તનો વિષે જાણીએ🤰🤰🏾🤰🏻

ગર્ભાવસ્થા દરમિયાનના સામાન્ય શારીરિક પરિવર્તનો ગર્ભાવસ્થા દરમિયાન તમારા શરીરમાં આ સામાન્ય પરિવર્તનો આવે છે. જાણો ગર્ભાવસ્થા દરમિયાનના શારીરિક પરિવર્તનો વિષે ગર્ભાવસ્થા તમારા શરીરના એક-એક ભાગને અસર કરે છે. તમારા વાળથી લઈને તમારા પગના અંગુઠાના નખ સુધી. અહીં અમે તમને જણાવીશું કે કેવા પરિવર્તનો આવી શકે છે અને તે અંગે તમારે શું કરવું જોઈએ.

8 અઠવાડિયાની ગર્ભાવસ્થાના લક્ષણો

તમારા સ્તનઃ ગર્ભાવસ્થાના શરૂઆતના સમયમાં બની શકે કે તે નરમ અને મોટા થઈ જાય. જેમ જેમ ગર્ભાવસ્થા આગળ વધથી જશે તેમ તેમ તમારા સ્તન ધાવણ માટે તૈયાર થતાં જશે, તે વધારે મોટા થતા જશે અને બની શકે કે તે પ્રસુતિ પહેલાં જ દૂધ ઉત્પન્ન કરવા લાગે જેને આપણે પહેલું ધાવણ એટલે કે કોલોસ્ટ્રમ કહીએ છીએ. એ વાતની ખાસ કાળજી રાખો કે તમે યોગ્ય ફિટિંગવાળી બ્રા પહેરો જે તમને આરામની સાથે સાથે સપોર્ટ પણ આપે.

કન્જેશનઃ

કન્જેશન એટલે શરીરમાં લોહીનો અતિભરાવો. તેના કારણે તમારું નાક પણ વહેવા લાગે છે અને તે પણ ગર્ભાવસ્થાની જ અસર છે. હેલ્થ ફૂડની દુકાનમાં તમને નેટી પોટ નામનું એક નાનકડું ડિવાઇઝ મળશે જેનાથી તમે તમારા નાકને બરાબર સાફ કરી શકો છો.

અવારનવાર પેશાબ આવવોઃ

તમારી ગર્ભાવસ્થા દરમિયાન તમારા શરીરમાં લોહીનું પ્રમાણ વધે છે, જે તમારી કીડનીઓ પર વધારાનું દબાણ કરે છે આ ઉપરાંત તમારા ગર્ભમાં રહેલા બાળકના વજનના કારણે પણ મૂત્રાશય પર પ્રેશર વધે છે જેના કારણે તમને અવારનવાર પેશાબ આવે છે. જે એક સાવ સામાન્ય લક્ષણ છે.

મોઢા અને દાંતમાં ફેરફાર થાય છેઃ

તમારા શરીરને વધારાનું કેલ્શિયમ જોઈએ છે જો તમે તેને તમારા ખોરાક વડે પુરું ન પાડો તો તે તમારા હાડકા અને દાંતમાંથી કેલ્શિયમને ચોરે છે. તમે જોશો કે તમારા પેઢામાં પણ અવારનવાર લોહી નીકળતું હશે, જે પ્રેગ્નેન્સિ હોર્મોન્સના કારણે થતું હોય છે. તમારા દાત અને પેઢાની ડેન્ટિસ્ટ પાસે તપાસ કરાવો. (એક્સ-રે વગર), અને નિયમિત બ્રશ કરી તમારા દાંતની સંભાળ રાખો.

દુખાવો અને કળતરઃ

ગર્ભાવસ્થા દરમિયાન, તમારા આખા શરીરમાં હાડકાના સાંધા તેમજ રજ્જુઓ તમારા બાળકના વિકાસ અને પ્રસુતિ દરમિયાન તેને બહાર કાઢવામાં મદદ કરે છે. જેના કારણે તમને દુઃખાવો થાય છે, ખાસ કરીને પેડુમાં દુઃખાવો થાય છે. તમે તમારા બન્ને અથવા કોઈ એક હાથના અંગુઠામાં દુઃખાવો અનુભવો છો જે જ્ઞાનતંતુઓના સંકોચનના કારણે થાય છે. તેના માટે તમે ડોક્ટરની સલાહ પ્રમાણે દવા લઈ શકો છો અથવા તો તે માટે હાથની કેટલીક એક્સર્સાઇઝ પણ કરી શકો છો.

શ્વાસ ટૂંકા થવાઃ

ગર્ભાવસ્થાના અંતે, જ્યારે બાળક તમારા ઉદરપટલ બહાર દબાણ કરી રહ્યું હોય, ત્યારે તમને વધારે હવા નથી મળતી. જેને ટુંકા શ્વાસની સમસ્યા કહેવાય છે. તે તમને ધીમા પડવા માટેનું સંકેત છે. જો તમે અસ્વસ્થતા અનુભવતા હોવ તો એક પડખે સુઈ જવું જેથી કરીને તમે લાંબો શ્વાસ લઈ શકો.

કબજિયાતઃ

આ લક્ષણ માટે તમે ફરી તમારા પ્રેગ્નેન્સી હોર્મોન્સનો આભાર માની શકો છો. જાડો કરતી વખતે જોર ન કરો તેનાથી તમને હરસમસા થઈ શકે છે. તેના કરતાં કબજિયાતને દૂર કરવાની સામાન્ય સલાહોને અનુસરોઃ નિયમિત વ્યાયામ કરો, પુષ્કળ પાણી પીઓ અને તમારા ભોજનમાં રેશાયુક્ત ખોરાકનો વધારો કરો. તેમ છતાં તમને કબજિયાત રહેતો હોય, તો તે માટેની દવા લો.

હાર્ટ બર્ન અને ગેસઃ

આ અનુભવ મોટાભાગની ગર્ભવતિ સ્ત્રીઓને થાય છે. જે મોટાભાગે ત્રીજા ટ્રાઇમેસ્ટરમાં થાય છે. પ્રિસ્ક્રિપ્શન વગરની કેટલીક દવાથી તમારી આ તકલીફ દૂર થઈ શકે છે. તેમ છતાં તે માટે ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

પગ ખેંચાવાઃ

બની શકે કે તમારા પગ ખેંચાય, ગોટલા ચડે, એવું લાગે કે તમારા પગમાં કંઈક ફરી રહ્યું છે. ખાસ કરીને રાત્રી દરમિયાન તમને તમારા પગ હલાવવામાં તકલીફ પડવી. આ સમસ્યા કદાચ તમને તમારા શરીરમાં આયર્નની તેમજ પોટેશિયમની ઉણપને કારણે થઈ શકે છે. સુતા પહેલાં પગ ખેંચવા અથવા તો હળવો વ્યાયામ કરવાથી તમને રાહત મળી શકે છે. તમે ખોરાકમાં કેળાનું પ્રમાણ વધારીને શરીરમાં પોટેશિયમ મેળવીને પણ આ તકલીફ દૂર કરી શકો છો. તેમજ આયર્નનું પ્રમાણ પણ વધારી શકો છો.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon