Link copied!
Sign in / Sign up
2
Shares

પ્રેગનેન્સી દરમ્યાન સોનોગ્રાફી કેમ જરૂરી છે?🤔🤔

પેટમાં કોઈપણ પ્રકારની તકલીફ થાય અને જો તે લાંબા સમય સુધી રહે ત્યારે કયા અવયવમાં તકલીફ છે એનું નિદાન કરવાનું હોય કે પ્રેગ્નન્સી દરમ્યાન બાળકનો વિકાસ બરાબર થાય છે કે નહીં એ તપાસવાનું હોય ત્યારે ડોક્ટરો સોનોગ્રાફી કરે છે. મેડિકલ ભાષામાં સોનોગ્રાફીને અલ્ટ્રાસાઉન્ડ ઇમેજિંગ કહેવાય છે. બહારથી ન જોઈ શકાતા શરીરના અવયવોની સ્થિતિ તપાસવા માટે આ ટેસ્ટ થાય છે. શરીરમાં કોઈ જ કાપો કે કાણું પાડ્યા વિના શરીરની અંદરના અવયવોની સાઇઝ, એમાં સોજો કે કોઈ અવરોધ છે કે કેમ એ અલ્ટ્રાસાઉન્ડ ટેસ્ટથી જાણી શકાય છે.

શરીરની અંદરના અવયવોની તપાસ માટે મોટા ભાગે રેડિયેશનનો ઉપયોગ થાય છે, પણ સોનોગ્રાફીમાં કોઈ જ પ્રકારનાં રેડિયેશનનો ઉપયોગ થતો નથી. એટલે એક્સ-રે કરતાં આ ટેસ્ટ વધુ સુરક્ષિત અને આડઅસર વિનાની મનાય છે, આ સિવાય ગર્ભાવસ્થા દરમ્યાન બાળકના વિકાસને માપવા માટે સોનોગ્રાફી-ટેસ્ટ ગર્ભસ્થ બાળક માટે પણ સેફ મનાય છે.

સોનોગ્રાફી ટેસ્ટ

 

ગર્ભનો વિકાસ,પોઝીશન અને મૂવમેન્ટ તપાસ કરવા માટે સોનોગ્રાફી બેસ્ટ છે 

ડીલીવરીની ડ્યુ ડેટ

આ ટેસ્ટમાં ગર્ભમાં રહેલા બાળકની ઉમર અને વજનનો અંદાજ મળતો હોવાથી ડીલીવરી ડેટ પણ નક્કી કરી શકાય છે 

2D સોનોગ્રાફી 

સામાન્ય રીતે રૂટીન ચેકઅપમાં ડોક્ટર 2D સોનોગ્રાફી ટેસ્ટ કરે છે. આમાં ગર્ભમાં રહેલા બાળકની તસ્વીર બ્લેક એન્ડ વ્હાઈટ માં જુઆ મળે છે 

3D સોનોગ્રાફી 

આ ઈમેજમાં તમે બાળકની લંબાઈ, ઊંચાઈ અને ઊંડાઈ બધુજ નજર પડે છે અને એક રીયલ બાળકને જોતા હોય એવું લાગે છે 

4D સોનોગ્રાફી

 

ગર્ભાશયના સાંકડી જગ્યામાં પણ બાળક મૂવમેન્ટ કરતુ હોય છે. એટલેજ તમે ક્યારેક મુક્કા અને લાત મેહસૂસ કરો છો. આ બધી મૂવમેન્ટ તમે 4D સોનોગ્રાફીમાં જોઈ શકો છો 

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon