Link copied!
Sign in / Sign up
9
Shares

પ્રેગનેન્સી દરમ્યાન શરૂઆતમાં થતાં સંકેતો વિષે જાણો🤰🤰

જો બધું જ સરખું પાર પડી ગયું, તો તમારું બાળક ત્રીજા અઠવાડિયા દરમિયાન કાયદેસર રીતે તમારી અંદર વિકાસ પામવા લાગે છે પછી ભલે તે આ સમય દરમિયાન માત્ર કોષિકાઓના સ્વરૂપમાં જ હોય. તમને ત્યાં સુધીમાં કદાચ પોઝિટીવ પ્રેગ્નેન્સી ટેસ્ટ ના પામી શક્યા હોવ, પણ તમે તેના સંકેત ગર્ભાવસ્થાના આ લક્ષણો દ્વારા મેળવી શકો છો.

ઘણીબધી સ્ત્રીઓ ગર્ભવતિ થયા બાદ થાક અનુભવવા લાગે છે અને તેમાં કશું જ આશ્ચર્ય પામવા જેવું નથી. ધ્યાનમાં રાખો કે તમારું શરીર જેટલું કામ કરશે તે તમારા બાળકના વિકાસમાં મદદ કરશે. પણ તે માટે તમારે પુરતો ખોરાક લેવાનો રહે છે જે આયર્ન અને પ્રોટિનથી ભરપુર હોય. જેમ કે પાંદડાવાળા લીલા શાકભાજી, કઠોળ અને ફોર્ટીફાઈડ હોલ-ગ્રેઇન સિરિયલ્સ.

તમારો અંડ જ્યારે ફળદ્રુપતા ધારણ કરે છે તે કેટલાએ ભાગમાં વહેંચાઈને અને એક કોષિકાઓના દડામાં રેતીના કણના પ્રમાણમાં ફેરવાય છે જે કેટલાક પરિવર્તનો લાવે છે. આ સમૂહને ગર્ભકોષ કહે છે. અને તે હવે તમારી અંડવાહિનીમાંથી સફર કરી તમારા ગર્ભાશયમાં સ્થિર થશે. જ્યાં તે આવતા નવ મહિના સુધી વિકાસ પામશે અને રહેશે.

એ સ્વાભાવિક છે કે તમને તમારા શરીરમાં ચાલતી ગતિવિધીનો જરા પણ ખ્યાલ ન આવે, અને માટે આવા વખતે પ્રેગ્નેન્સિ ટેસ્ટ કરવો તે ઘણો વહેલો કહેવાશે, તેમ છતાં, તમે તમારી ગર્ભાવસ્થાના કેટલાક સંકેતો અનુભવી શકો છો.

તમે કદાચ ઇમ્પ્લાન્ટેશન બ્લિડિંગ વિષે સાંભળ્યું હશે. તે ગર્ભાવસ્થાના છઠ્ઠા દિવસથી 2 અઠવાડિયા દરમિયાન ગમે ત્યારે થઈ શકે છે. આવું ત્યારે થાય છે જ્યારે તમારો નાનકડો ગર્ભકોષ તમારા ગર્ભાશયની દિવાલ સાથે જોડાય છે. કેટલીક સ્ત્રીઓને જરા પણ રક્તસ્ત્રાવ નથી થતો, જ્યારે કેટલીક સ્ત્રીઓને નજીવો રક્તસ્ત્રાવ જેને તમે માત્ર એક નાનકડો ડઘો કહી શકો તેવું જ થાય છે જ્યારે કેટલીક સ્ત્રીઓને તે જાણે પિરિયડમાં હોય તેવો રક્તસ્ત્રાવ થાય છે.

તમે જ્યારે ગર્ભધારણ કરો છો ત્યારે તમારા મૂળભૂત શારિરીક તાપમાનમાં થોડો વધારો થાય છે. તે એટલા માટે કારણ કે ત્યારે તમારું શરીર એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન ઉત્પન્ન કરે છે, જે તેને પરિવર્તનો માટે તૈયાર થવા મદદ કરે છે અને બની શકે કે કેટલીક આડઅસરો તરફ પણ દોરી જાય જેમ કે ઉબકા આવવા. જો તમે ગર્ભધારણ માટે તમારા તાપમાનને નોંધતા હશો, તો તમે ગર્ભાવસ્થાના આ આગોતરા લક્ષણને પામી શકશો.

ઉબકાની વાત કરીએ છીએ ત્યારે, તમને એ પણ જણાવી દેઈએ કે તમને મોર્નિંગ સિકનેસ થવા લાગશે, જે દિવસના ગમે તે સમયે થઈ શકે છે. ઉબકાની ફિલિંગ તમને ઉલટી સાથે કે ઉલટી વગર પણ થઈ શકે છે. તે કોઈ ગંધ દ્વારા વધારે જાગૃત થઈ શકે છે. સુગંધ માટેની સંવેદનશીલ લાગણીના કારણે કોઈ ચોક્કસ ફૂડ પ્રત્યે તમારી તૃષ્ણામાં વધારો થશે તો કોઈ ચોક્કસ ફૂડ પ્રત્યે અણગમો ઉત્પન્ન થશે.

ઘણી સ્ત્રીઓ ગર્ભધારણ બાદ પોતાના સ્તનમાં આવેલા પરિવર્તનને અનુભવી શકે છે. તે વધારે કોમળ બન્યા હોય છે, અથવા સામાન્ય કરતાં મોટા બની શકે છે. વધારામાં, તમારા શરીરમાં આવેલા હોર્મોનલ ફેરફારના કારણે સ્તનની નીપલ ડાર્ક થઈ જાય છે.

હોર્મોન્સમાં આવેલા અન્ય પરિવર્તનના કારણે તમે થાક અનુભવો છો, ચક્કર આવે છે અને તમારો મૂડ પણ બદલાતો રહે છે. આ લક્ષણોમાંથી કોઈ લક્ષણ હદથી વધારે જ તીવ્ર હોય તો તમારે તમારા ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ જેથી કરીને તેને દૂર કરી શકાય.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon