Link copied!
Sign in / Sign up
5
Shares

પ્રેગનન્સી દરમિયાન ચહેરા+વાળનું આ રીતે રાખો ખાસ ધ્યાન😊👌

 

ગર્ભાવસ્થા દરમિયાન ચહેરા પર ઝાંખી પડવી એ સામાન્ય બાબત છે. જો કે ત્વચા પર આવી કોઇ તકલીફ સતાવે તો ચહેરા પર વિટામિન ઇ યુક્ત ક્રિમનો ઉપયોગ કરવો. જો ત્વચા તૈલી હોય તો ચહેરાને દિવસમાં ત્રણ-ચાર વખત ધોવો જેથી ખીલની સમસ્યા ન ઊદભવે. આ સિવાય જાણી લો અનેક સમસ્યાઓના નિવારણ વિશે…

– ગર્ભાવસ્થા દરમિયાન પેટ, સાથળ, કમર તથા પીઠ પર સ્ટ્રેચ માર્કસ એટલે કે સફેદ ધારી જોવા મળે છે જે ત્વચાની ખૂબસૂરતીને નષ્ટ કરે છે. સ્ટ્રેચ માર્કસ પડવાનું કારણ વજન વધવું તેમજ શરીરનું બેડોળ થવાથી થાય છે. આ ધારીઓને હળવી કરવા નિયમિત તલના તેલથી શરીરે માલિશ કરવું.
– હંમેશા ખુશ રહેવું .તેનાથી રક્તસંચાર વધે છે અને ચહેરો ચમકીલો થાય છે.
– હાથ-પગની સુંદરતા જાળવી રાખવા મહિનામાં એક વખત મેડિક્યોર પેડિક્યોર કરાવવું.
– ગર્ભાવસ્થા દરમિયાન મોટાભાગની મહિલાઓના વાળ ખરવાની ફરિયાદ રહે છે. જે મહિલાઓના વાળ વધુ પડતા તૈલીય હોય તે ચીકણા થઇ જાય છે. જેના વાળ રૂક્ષ હોય છે તે વધુ રૂક્ષ થઇ જાય છે.
– અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ વાર વાળ ધોવા.
– રૂક્ષ ત્વચા હોય તો ચહેરાની નમીને બરકરાર રાખવા માટે કોઇ સારી ક્રિમ લગાવો.
– ઓઇલી ત્વચા માટે વોટર-બેસ્ડ મોઇશ્ચરાઇઝર લગાડવું.
– નિયમિત ફેશિયલ કરાવવું. જેથી ચહેરા પર કાંતિ આવશે તેમજ તાજગી લાગશે.
– દિવસ દરમિયાન શક્ય હોય તેટલુ વધુ પાણી પીવું. જેથી શરીરમાંના ઝેરી તત્વો પેશાબ વાટે બહાર ફેંકાઇ જાય.
– ઘરની બહાર નીકળતા પહેલા ચહેરા પર ગ્લિસરીનયુક્ત ક્લિનઝર લગાડવું. તેમજ ઊગ્ર તડકામાં બહાર નીકળતા પહેલા સનસ્ક્રીન લોશન લગાડવું ભૂલવું નહીં.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon