Link copied!
Sign in / Sign up
4
Shares

ગર્ભવતી સ્ત્રીઓ ધ્યાન રાખો; તમારી આ આદતો બની શકે છે તમારા બાળક માટે હાનિકારક😖😖

જ્યારે પણ કોઈ સ્ત્રી માતા બને છે તો એને પોતાનું જ નહીં, પણ તેના ગર્ભમાં પળી રહેલાં નાના જીવનું ધ્યાન રાખવું પડે છે. આ સમયે ડોક્ટર પણ પૂરી સાવધાની રાખવાની સલાહ આપે છે, જેનાથી સ્વસ્થ માતા પોતાના સ્વસ્થ બાળકને જન્મ આપી શકે.

એવામાં તેને ખાલી ખાવા-પીવાનું જ ધ્યાન રાખવું જરૂરી નથી હોતું પણ કસરતની સાથે-સાથે તેને પોતાની દિનચર્યામાં યોગ્ય માત્રામાં સપ્લીમેન્ટ લેવાની પણ જરૂરી હોય છે. એવામાં થોડી પણ બેદરકારી તમારા અને તમારા આવતા બાળકને ખૂબ નુકશાન પહોંચાડી શકે છે. આજે અમે આ લેખન દ્વારા તમને જણાવશું કે ગર્ભાવસ્થા દરમ્યાન કઈ વસ્તુથી તમને અને તમારા બાળકને નુકસાન પહોંચી શકે છે.

આવી ગંધથી દૂર રહો

એવા ઘણા પ્રકારની ગંધ હોય છે, જે તમારા બાળકને નુકસાન પહોંચાડી શકે છે: જેમકે દીવાલો પર થઇ રહેલો રંગ વગેરે. જો તમે ગર્ભવતી હોવ અને તમારી આસપાસ રંગ-રોગાન નું કામ ચાલી રહ્યું હોય, તો એ ગંધથી પોતાને દૂર રાખો.

ગરમ પાણીથી નહાવું

આમ તો ગરમ પાણીથી નહાવામાં કોઇ નુકસાન નથી, પણ ગર્ભાવસ્થામાં ગરમ પાણીથી નહાવાથી તમારું તાપમાન ૧૦૧ ડિગ્રી સુધી પહોંચી શકે છે અને તમારું બ્લડ પ્રેશર નીચે આવી શકે છે. આ કારણથી તમારા બાળકને જરૂરી પોષક તત્વો અને ઓક્સિજનની ઉણપ થઈ શકે છે. ઓર્ગેનાઈઝેશન ઓફ ટેક્નૉલોજી ઈન્ફોર્મેશન સર્વિસનો સુઝાવ છે કે ગર્ભવતી સ્ત્રીઓએ પોતાના શરીરનું તાપમાન ૧૦૧ ડિગ્રીથી નીચે જ રાખવાનો પ્રયાસ કરવી જોઈએ.

જરૂરતથી વધારે જ્યુસ

જો તમે જરૂરત પ્રમાણે ફળોના રસનો સેવન કરતાં હોવ, તો તે શરીર માટે ફાયદામંદ છે; પણ જરૂરતથી વધારે ફળોના રસનું સેવન કરવાથી તમારા બાળકને નુક્શાન પહોંચી શકે છે. કેમકે આમાં સાકાર ની માત્રા વધારે હોય છે. એટલે તમે પ્રયત્ન કરો કે ફળો ના રસ ની જગ્યાએ ફળોનું સેવન વધારે કરો.

પીઠના બળે સૂવાથી બચો

ગર્ભવસ્થામાં સૂવાની સૌથી યોગ્ય સ્થિતિ હોય છે ડાબી બાજુ સૂવાની. આમતો, એક જ બાજુ સૂવાનું સહેલું નથી, એટલે તમે સ્થિતિ બદલી પણ શકો છો; પણ એ વાતનું ધ્યાન રાખવું કે તમે ગર્ભાવસ્થામાં પીઠના સહારે ન સુવો. એમ કરવાથી ગર્ભાશયનું બધો વજન તમારા શરીરના બીજા અંગો પર પડે છે, જે તમારા બ્લડ સર્ક્યુલેશનને બગાડી શકે છે. આના સિવાય, પીઠના બળે સૂવાથી શ્વાસ-સબંધિ તકલીફો પણ થઈ શકે છે.

સ્કિન કેર પ્રોડક્ટ

તમે તમારી ત્વચા પર જે પણ પ્રોડક્ટ લગાડશો, તેની સીધી અસર તમારા બાળક પર થશે. એટલે પ્રયાસ કરો કે તમે તમારી ત્વચા પર એવા કોઈ પ્રોડક્ટ ન લગાડો જેમાં રસાયણ હોય અને તે તમારા બાળકને નુકશાન પહુંચાડે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon