Link copied!
Sign in / Sign up
3
Shares

પ્રથમ ૨૪ કલાક નવજાત બાળકના મળ અને મૂત્ર પર ધ્યાન દેવું છે ખુબ જરૂરી!☝️ ☝️

પ્રસુતિ પછી, ભલે નોર્મલ હોય કે સી-સેકશન, કેટલીક સ્ત્રીઓ ખુબ મુંઝવણ અનુભવે છે. પરંતુ આ સમયે ઘણી વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે; જેમ કે બાળકને સ્તનપાન કરાવવું જોઈએ અને માતાએ પ્રથમ 24 કલાકમાં બાળકના મૂત્ર અને મળ પર ધ્યાન આપવું જોઈએ, તેની ખાતરી કરવા માટે કે બધું સામાન્ય છે. જો તમે કંઈક અસામાન્ય જુઓ, તો તમારે તેને ડૉક્ટરને જરૂરથી જણાવવું. આ બાબત સામાન્ય પણ હોય, તો પણ આપણે સાવધાન રહેવું જરૂરી છે. જો તમે બાળકને હમણા જ જન્મ આપ્યો હોય કે પછી આપવાના હોવ, આ છે કેટલીક બાબતો જે તમારે ધ્યાનમાં રાખવાની જરૂરત છે.

- બાળકના મૂત્ર વિશે નોંધ લેવાની બાબત:

તમારા શિશુના જીવનની શરૂઆતના ૨૪ કલાક તમને બરાબર ડાયપર બદલવાનો અભ્યાસ કરાવી દેશે. જો તમે બાળકને સ્તનપાન કરાવી રહ્યા હોવ, તો દરરોજ દિવસમાં છ થી આઠ ભીના ડાયપર થવાની સંભાવના છે. ચૂંકી ફોર્મ્યુલા દૂધનું સેવન કરતા બાળકો સ્તનપાન કરતા બાળકોની સરખામણીમાં વધુ પ્રવાહી પદાર્થનું સેવન કરે છે, એટલે બની શકે કે તમારે દિવસમાં દસ વાર ડાયપર બદલવા પડે.

એ વાતની પણ શક્યતા છે કે તમારું નવજાત બાળક પહેલા 24 કલાકમાં ખાલી એક જ વાર પેશાબ કરે, પરંતુ આ પુરી રીતે સામાન્ય છે. આ સંખ્યા ધીરે-ધીરે સમય જતા વધશે અને છઠ્ઠા દિવસ સુધીમાં બાળક દસ વાર પેશાબ કરવા લાગશે. જો તમે ડિસ્પોઝએબલ ડાયપરનો ઉપયોગ કરી રહ્યા હોવ, તો કદાચ એ નક્કી કરવું મુશ્કેલ થઇ શકે છે કે બાળક દિવસમાં કેટલી વાર પેશાબ કરે છે. એટલે સાચી જાણકારી માટે તમે કપડાના લંગોટ કે ડાયપરનો ઉપયોગ કરો. એ બાળક માટે પણ સુરક્ષિત છે.

નવજાત બાળકના પેશાબની એક એ પણ સમસ્યા છે, જેથી માતા હેરાન રહે છે. તે છે રંગ. પહેલા દિવસે એની સંભાવના હોય છે કે રંગ નારંગી/ગુલાબી હોય. ઘણા લોકો એવું અનુભવે છે કે તે જોવામાં લોહી જેવું લાગે છે. આમ તો આ બિલિરુબીનનું ઉપ-ઉત્પાદક છે અને એ વાતનો પણ સંકેત છે કે બાળકને વધુ પ્રવાહી પદાર્થની જરૂરત છે. રંગ ધીરે-ધીરે હલકો નારંગી, ઘાટો પીળો, લીબું જેવો પીળો અને પછી એક દિવસનામાં હલકો પીળા રંગનો થઇ જશે.

બસ, લગભગ પાંચ દિવસ પછી અને જરૂરી પ્રવાહી પદાર્થના સેવન કર્યા પછી બાળક હર ચાર કલાકમાં પેશાબ ન કરતું હોય તો તમારે સુનિશ્ચિત કરવા શિશુના ડોક્ટરની સલાહ લેવી.

- બાળકના મળમાં ધ્યાન દેવાની બાબતો:

આ એક સાચી વાત છે જે હરેક મનુષ્ય સમજે છે કે નવજાત બાળકના મળ ત્યાગ કરવાની પેટર્ન મોટા કરતા અલગ હોય છે. એની નિયમિતતા અને આવૃત્તિ એક બાળકની બીજા બાળક કરતા અલગ હોય છે, કેમ કે એ બાળકને સ્તનપાન કરાવવાના વિવિધ પ્રકાર પર પણ નિર્ભર કરે છે.

ઘણા બાળકો સ્તનપાન કરાવ્યા પછી મળ ત્યાગ કરે છે, જો કે સામાન્ય ગેસ્ટ્રોકોલિક રિફ્લેક્સ છે, જ્યાં પેટ ભર્યા પછી તરત જ સક્રિય થઇ જાય છે. એમાં ચિંતા કરવાની કોઈ વાત નથી.

જો મળ ત્યાગ કડક અને સૂકું હોય, તો એ દર્શાવે છે કે તમારા બાળકને જરૂર પૂરતું પ્રવાહી નથી મળી રહ્યું કે તેના શરીરમાં ગરમી કે અન્ય રોગના કારણે પ્રવાહીની ઓછપ છે.

- મારા બાળકનું મળ કેવું હશે જો હું તેને સ્તનપાન કરાવું છું તો?

સ્તનપાન કરતા બાળકોના આંતરડાની ગતિવિધિ વિવિધ હોય છે. ઘણા બાળકો ચાર કે પાંચ દિવસ સુધી મળ ત્યાગ નથી કરતા જયારે ઘણા દરેક વખતે સ્તનપાન કર્યા પછી મળ ત્યાગ કરે છે.

કોલેસ્ટ્રોમ, જે તમારું પહેલું દૂધ હોય છે તે તમારા નવજાતને વિભન્ન સંક્રમણથી બચાવા માટે સંરક્ષણ પ્રદાન કરે છે અને સાથે જ, લેક્સેટીપના રૂપમાં કામ કરે છે. સૌપ્રથમ મળનો રંગ તમને આંચલિત કરી શકે છે. એ સાધારણ રીતે ઘાટા કાળા-લીલા રંગનું અને ચીકણું હોય છે. તેને મૈકોનિયમ કહેવાય છે, જો બાળકના આંતરડામાં જન્મથી પહેલા ઉપસ્થિત હોય છે. કોલેસ્ટ્રોમ જે પીળું દૂધ છે, એ તમારા બાળકના શરીરમાંથી મૈકોનિયમ બહાર કાઢવામાં મદદ કરે છે. એટલે મળ હજુ પણ મૈકોનિયમ અને દૂધનું મિશ્રણ હોય છે અને મળ લીલા અને પીળા રંગનું થશે. ધીમે-ધીમે એ સામાન્ય થાય છે. જો બાળક સ્તનપાન કરે છે તો મળ સામાન્ય રીતે નાના દાણા સાથે હલકા પીળા રંગનું થાય છે અને તેમાં હલકી ગંધ હોય છે. ક્યારેક નવજાત બાળકના મળને તેના માળખાને કારણે ઝાડા તરીકે ગણવામાં આવે છે.

- મારા બાળકનું મળ કેવું થશે જો હું એને ફોર્મ્યુલા દૂધનું સેવન કરાવું તો?

જો તમે તમારા બાળકને બોટલથી દૂધ પીવડાવો છો, તો તે દિવસમાં એકાદવાર મળ ત્યાગ કરે છે. પણ જેમ જ અમે કહ્યું દરેક બાળકના મળ ત્યાગની પેટર્ન વિવિધ હોય છે. ફોર્મ્યુલા દૂધનું સેવન કરતા બાળક દિવસમાં ઘણીવાર મળ ત્યાગ કરી શકે છે. નહિ તો, દિવસમાં એકવાર પણ મળ ત્યાગ કરતા હોય છે. જો બાળક ફોર્મ્યુલા દૂધનું સેવમ કરે, તો મળનો રંગ ઘાટો પીળો હોય શકે છે. તેના મળમાં દંતમંજન જેવું ગાઢપણું હોય, એ વયસ્કોના મળની જેમ ઘાટું હોય શકે છે અને તેમાં તેજ દુર્ગંધ આવતી હોય છે. ચૂંકી ફોર્મ્યુલા દૂધ સ્તનના દૂધની જેમ પુરી રીતે નથી પચતું એટલે ફોર્મ્યુલા દૂધ પિતા બાળકોને સ્તનપાન કરતા બાળકની સરખામણીમાં કબજિયાત થવાની વધુ શક્યતા હોય છે.

ડોક્ટરની સલાહ ક્યારે લેવી જોઈએ?

સાધારણ રીતે પ્રથમ ૨૪ કલાકમાં વધુ હેરાન થવાની જરૂરત નથી પણ નીચે આપેલી થોડી સ્થિતિમાં તમારે ડોક્ટરની સલાહ જરૂર લેવી.

જો તમારા બાળકને પેશાબ કરવામાં તકલીફ હોય, આ સંક્રમણનો સંકેત હોય શકે છે અને આમાં તરત ડોક્ટરની સલાહ લેવાની જરૂર હોય છે.

જો પેશાબ ગુલાબી રંગનો થયા રાખે.

પેશાબમાં વાસ્તવિક લોહી, ક્યારેક આ પેટમાં દુખાવાના કારણે હોય છે.

મળમાં લોહી અને મ્યુક્સ.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon