Link copied!
Sign in / Sign up
13
Shares

શું પ્રસુતી પછી પણ પેટ ની ચરબી ઓછી નથી થતી? છૂટકારો મેળવવા આટલું કરો👍👍

માતા બનવા માટે તમને ખુબ ખુબ અભિનંદન, હવે તમારે તમારા પેટ ને ફરી થી પૂર્વરૂપે લાવવું જોઈએ .એના માટે તમે કેટલાક સરળ વ્યાયામ (કસરત)અને બીજા ઉપાયો અજમાવી શકો છો.

પ્રસુતી પછી ઘણીખરી મહિલાઓ ને પેટ ની આસપાસ વધારાની ચરબી જામી જાય છે .અને સાથે સાથે સ્ટેચ માર્ક્સ પણ આવી જાય છે .એમાં સૌથી વધારે પેટ ની આજુબાજુ ની લટકતી અને ઢીલી પડેલી ચરબી વાળી ત્વચા બહુજ ખરાબ દેખાય છે .

તમને કદાચ ખબર નહી હોય પણ આ વધારા ની ચરબી થી છુટકારો મેળવવા માટે ખુબજ સમય લાગે છે .અને આ લટકતી ચરબી તમારા આત્મ વિશ્વાસ ને પણ પ્રભાવિત કરે છે . આના લીધે તમે તમારો મનગમતો ડ્રેસ પણ નથી પહેરી શકતા.પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી .ગર્ભવસ્થા નવ મહિના તમારી ત્વચા ફેલાતી જાય છે એટલે તેને પાછો પોતાના આકાર મા આવતા વાર લાગે છે .

લટકતી ત્વચાને સુડોળ કેવી રીતે બનાવાય ?

ગર્ભવસ્થા પહેલા તમે કેટલા ચુસ્ત, સ્ફૂર્તિલા અને સક્રિય રહેતા હતા એ તમારો વજન ઉતારવા મા મદદ કરશે. તમારા ગર્ભવસ્થા પહેલા ના જિન્સ,હાડકા ની બનાવટ અને હોર્મોન્સ પણ ચરબી ઘટાડવા ને પ્રભાવિત કરે છે. છોડો ,આ બધી વાતો ને એક બાજુએ મુકો અને નિમ્નલિખિત ઉપાયો અજમાવો .

(૧) પાણી પીવાનું વધારો.

પાણી તમારી ત્વચાની ભીનાશ ને કાયમ રાખે છે .અને સાથે સાથે લચકદાર પણ બનાવે છે .

(૨) સ્તનપાન ની ઉપેક્ષા ના કરો 

સ્તનપાન દરમિયાન તમારા શરીર ની ઘણી ખરી કેલરીઝ દુધ મા પરિવર્તિત થાય છે .અને એવી મહિલાઓનો વજન ઝડપ થી ઘટે છે .

(૩) કસરત કરવાનું ચાલુ કરો 

ગર્ભવસ્થા દરમિયાન તમે કસરત કરવાનું છોડી દીધુ હશે .બાળક ના જન્મ પછી તમારુ જીવન પાછુ પહેલા ની પટરી ઉપર આવવા લાગે એટલે હલકી ફુલકી કસરત ને તમારી દિનચર્યા મા સક્રિય કરો અને ધીરેધીરે તમારા વ્યાયામ ના સમય ને વધારતા જાવ.

(૪) ખોરાક મા પ્રોટીન ની માત્રા વધારો

પ્રોટીન માંસપેશીઓ નો વજન વધારવામા મદદ કરે છે .અને કોલાજન નામનું તત્વ ઉતપન્ન કરવામા મદદ કરે છે .જે તમારી ત્વચાને લચકદાર બનાવવા મા મદદ કરે છે .એક વયસ્ક નાગરિક ને ઓછામાં ઓછુ ૫૦ ગ્રામ પ્રોટીન નું સેવન દરરોજ કરવુ જોઇએ .

(૫) પાર્લર માં જઈને સ્કીન ટાઈટનિંગ ટ્રીટમેન્ટ લેતા રહો 

તમારી ત્વચા ની ચમક અને યુવા સ્થિતિ ને પાછી લાવવા માટે પાર્લર મા જઇ ને તમારા પેટ ઉપર એક્સફોલેટિંગ સ્ક્રબ કરાવો .સ્નાન કરતા પહેલા પણ તમે કોઈ લેપ(ઉબટન) લગાવી શકો છો. ત્યારબાદ એને સાબુ અને પાણી થી ધોઈ લો .

(૬) લોશન અને માલિશ કરવાનાં તેલ નો ઉપયોગ કરો 

ધ્યાન રાખજો કે ,જે ઉત્પાદન મા કોલાજન અને વિટામિન ઈ ,સી, એ અને કે હોય એવા ઉત્પાદક જ ખરીદજો .આવા લોશન અને તેલ થી માલિશ કરવાથી લોહી નું પરિભ્રમણ વધે છે .અને ત્વચાની વધારા ની ચરબી ઘટાડવા મા મદદરૂપ થાય છે .

(૭) પૂરતી માત્રા મા ઊંઘ લ્યો

ભરપુર માત્રા મા ઊંઘ કરવાથી તમારુ મગજ અને શરીર સ્વસ્થતા થી કામ કરે છે .અને તમારા શરીરમાં સ્ફૂર્તિ રહે છે .

તમારા મિત્રોને હળતા મળતા રહો .થોડો સમય કાઢી ને સવાર સાંજ તમારા પતિ સાથે લટાર મારવા જાવ જેનાથી તમને આનંદ મળશે અને વજન ઉપર પણ નિયંત્રણ રહેશે. બંને પતિ પત્ની એકબીજા સાથે વાતચીત પણ કરી લેશો અને તમારા હ્ર્દય માં લોહી નું ભ્રમણ પણ થઈ જશે.

(૮) ભૂખ્યા રહેવું નહી .

ભુખ્યા રહેવાથી કોઇ પાતળુ થતું નથી .ઉલટાનુ મહિલાઓને નબળાઈ આવી જાય છે ,ચક્કર આવવા લાગે છે .એટલે સમય ઉપર ખાવાનું ખાઈ લેવું અને દિવસ દરમિયાન વચ્ચે વચ્ચે પણ થોડુ થોડુ ખાતા રહો જેનાથી તમારા શરીર ની પાચન ક્રિયા સુધરશે અને ચરબી ઓછી થતી જશે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
100%
Like
0%
Not bad
0%
What?
scroll up icon