Link copied!
Sign in / Sign up
0
Shares

પ્રસુતિ પછી પણ કેમ પીડા ઓછી નથી થતી? જરૂર જાણો😖😖

એક મહિલા જેવી ગર્ભ ધારણ કરે છે તેના મન માં સૌથી પહેલો ડર તેની પોતાની પ્રસુતી નો હોય છે .ત્યારબાદ બિજો ડર એ હોય છે કે તેની પ્રસુતિ સામાન્ય રીતે થશે કે સિઝેરિયન થાશે .

એક ગર્ભિણી ના શરીર માં ઘણા હોર્મોનલ બદલાવ આવે છે જેમાં ઘણા ઉતાર ચઢાવ આવે છે જેની અસર તેના સ્વાસ્થ ઉપર પડે છે.

આમ તો જેટલી દેખભાળ ગર્ભવતી મહિલા ના નવ મહિના માં રખાય છે એટલી જ તેની પ્રસુતિ પછી પણ રાખવી જરૂરી છે .કારણકે પ્રસુતિ ના કારણે તેમના શરીર માં ઘણા બદલાવ આવી જાય છે .

તમને જણાવી દઈએ કે ,પ્રસુતિ પછી ના એક અઠવાડિયા સુધી મહિલાઓને ગર્ભાશય માં સંકોચન નો અનુભવ થતો રહે છે .અને સાથે સાથે સ્તનો માં પણ દર્દ થઈ શકે છે . તો આવો આપણે જાણીએ કે પ્રસવ પછી દર્દ કેમ થાય છે .

જાણો - પ્રસવ પછી પણ દર્દ કેમ થાય છે 

તમને જણાવી દઈએ કે પ્રસવ પછી પણ મહિલાઓને ઘણી તકલીફો નો સામનો કરવો પડે છે .જેવુ કે ચેપ (સંક્રમણ ) લાગવો અને ખુબજ રક્તસ્ત્રાવ થવો વગેરે. જો વાત સંક્રમણ ની હોય તો એ સાફસફાઈ ના સમયે અથવા એની પહેલા કોશિકાઓ સુધી પહોંચતા નુકશાન ના કારણે થઈ શકે છે .

જો તમને પ્રસુતિ પછી સંક્રમણ થયું હોય તો એનાલીધે તમને તાવ આવવો , માથું દુઃખવુ, યોની માંથી વાસ આવવી ,ઉલ્ટી થવી ,પેટના નીચેના ભાગ મા દુખવું વગેરે લક્ષણો દેખાય છે .એટલું જ નહિ પ્રસુતિ પછી ગર્ભાશય માં સંકોચન થયું હોય તે સામાન્ય અવસ્થામાં આવે છે એટલે પણ દુખાવો થાય છે .

જો વાત સ્તનો ના દુખવા ની થાય તો ,પ્રસુતિ પછી સ્તનો માં દુધ ભરાવા થી તે કઠણ થઈ જાય છે એટલે પણ સ્તનો માં દુખાવો થાય છે.

-હવે જોઈએ , કેવીરીતે પ્રસવ પછી ની પીડા થી બચી શકાય .

રક્તસ્ત્રાવ થી થતા દુખાવા માં રાહત મેળવવા તમે સ્પ્રે અથવા ક્રીમ જેવી વસ્તુઓ નો ઉપયોગ કરી શકો છો .

દુઃખાવા થી કેવીરીતે છુટકારો પામશો

 

સૌથી પહેલા તો તમને જણાવી દઈએ કે જો ,તમારી પ્રસુતિ સિઝેરિયન રીતે થઈ હશે તો તમને દુખાવો વધારે થાશે .અને જો દુખાવો સહનશક્તિ કરતાં વધારે થતો હોય તો તમારે ડોક્ટર ની સલાહ લઇ દવા લઈ લેવી જોઈએ .

સંક્રમણ અને વાસ ને રોકવા માટે તમારે તમારી યોની અને ગુદા ની આજુબાજુના ભાગ માં હમેશા સાફસફાઈ રાખવી જોઈએ .

સામાન્ય પ્રસવ પછી તમને તમારી માંસપેશીઓ માં ઘણું ખેંચાણ અનુભવાય છે .અને તમને ખુબજ નબળાઈ પણ લાગે છે .એટલે એ સમય દરમિયાન તમારે જેટલો બને એટલો વધારે આરામ કરવો જોઈએ .

પહેલા દિવસે દુખાવો ઓછો કરવા યોની ની આજુબાજુ થોડી થોડી વારે બરફ નો શેક કરવો જેનાથી તમને રાહત મળશે .

તમારા સેનિટરી પેડ ને યોગ્ય સમયાંતરે બદલતા રહો એટલે ચેપ નો ભય નો રહે .

તમારે પેરીનીયલ ભાગ માં થતા દુખવા માં રાહત મેળવવા માટે ત્યાં ના ભાગ ને ગરમ પાણી થી સાફ કરી શકો છો .તેનાથી તમને ઘણી રાહત મળશે .

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon