Link copied!
Sign in / Sign up
15
Shares

પ્રસવ પીડા ને સહન કરવાના કેટલાક ઉપયોગી નુસખા👌👌

માતા બનવાનો કોઈ પણ સ્ત્રી માટે એક ખૂબ જ સુખદ અને અનમોલ અનુભવ હોય છે. એક નવા જીવને દુનિયામાં લાવવાનો સૌભાગ્ય માત્ર સ્ત્રીઓને જ હોય છે. પોતાના બાળકને ગર્ભમાં મહેસુસ કરવું અને તેની હલનચલન નો અહેસાસ, એક ગર્ભવતી સ્ત્રી માટે, કોઈ દિવસ ન ભૂલી શકાય એવો અનુભવ હોય છે, પણ એક જીવને જન્મ આપવો સહેલી વાત નથી હોતી. સ્ત્રીઓને નવ મહિના દરમ્યાન થયેલા ઉતાર-ચઢાવ અને પ્રસવની અસહ્ય પીડાથી પસાર થવું પડે છે. એક નવા જીવને જન્મ આપવો કોઈ લડાઈથી ઓછો નથી. કહેવામાં આવે છે કે પ્રસવ પીડામાં થતો દુખાવો વિસ હાડકા એક સાથે તૂટવા જેવો દુખાવો હોય છે, એટલે તો કહેવાય છે કે માતા બન્યા પછી એક સ્ત્રીનો બીજો જન્મ થાય છે. દરેક ગર્ભવતી સ્ત્રીના મનમાં ઘણા સવાલો આવે છે પણ સૌથી મહત્વપૂર્ણ અને સામાન્ય સવાલ હોય છે કે પ્રસવ દરમિયાન કેટલો દુખાવો થશે? આ સવાલ વધુ કરીને પ્રથમવાર માતા બની રહેલી સ્ત્રીઓને હેરાન કરતો હોય છે અને આ જ ડરથી આજની મોર્ડન જમાનાની સ્ત્રીઓ સિઝેરીયન ડિલેવરી નો સહારો લે છે, કેમકે એમાં તેમને પ્રસવ પીડાનો એટલો અનુભવ નથી થતો અને આમાં માતાને વધુ પીડા સહન ન કરવી પડે; પરંતુ આગળ જતા આમા માતા અને બાળક બન્નેને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આથી નોર્મલ ડિલેવરી કોઈપણ સ્ત્રી માટે પ્રાથમિકતા હોવી જોઈએ. ગભરાશો નહીં, પ્રસવ પીડા એટલે લેબર પેનને સહન કરવું અથવા ઓછુ કરવાના પણ ઉપાય છે. જો તમને ખબર હોય કે પોતાની મદદ કેવી રીતે કરશો તો તમે થોડી હદ સુધી આ પીડાને સહન કરવામાં કામયાબ થઇ જશો. એટલે આ લેખ દ્વારા પ્રસવ પીડાને સહન કરવાની સાથે સબંધિત વાતો શેર કરી રહ્યા છે, જેથી તમારા પ્રસવના અનુભવને સકારાત્મક બનવામાં મદદ મળશે.

નીચે આપેલા અમારા થોડા ઉપાયો જે તમને પ્રસવ પીડાનો સામનો કરવામાં મદદ કરશે તે આ પ્રમાણે છે.

૧. પાણી પીવો કે ગરમ પાણીથી નહાવો

પ્રસવ દરમ્યાન સ્ત્રીઓને કંઈ ખાવાનું મન નથી થતું, જેના કારણે તેના પેટમાં ગેસ થાય છે, જેથી દુખાવો વધારે વધી શકે છે. એટલે આ સમયે તમને કાંઇ ખાવાનું મન ન થાય તો પાણી વધારે પીવો જેનાથી દુખાવાનો અહેસાસ ઓછો થાય. આના સિવાય ગરમ પાણીથી નહાવો, જેથી તમારા દુખાવામાં વધારે પડતો આરામ મળશે.

૨. પગપાળા ચાલો

જો તમને પ્રસવ પીડા થઈ રહી હોય તો ડોક્ટરની દેખરેખમાં પગપાળા ચાલો, જેનાથી તમારું બાળક નીચેની તરફ આવી જશે અને તમારી ડિલિવરીમાં વધુ સમય પણ નહીં લાગે.

૩. વારંવાર સ્થિતિ બદલો

પ્રસવ દરમ્યાન ઘણી સ્ત્રીઓ પોતાનું પેટ પકડીને બેસી જાય છે, જે યોગ્ય નથી. એટલે જયારે તમે થોડો પ્રસવનો દુઃખાવો અનુભવો, ત્યારે તમે સ્થિતિ બદલતા રહો, જેથી તમને આરામ મળશે. પણ ભૂલથી પણ પેટના સહારે ન સુવો, તેથી તમને અને તમારા બાળકને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તમે તમારા ડૉક્ટરને પણ યોગ્ય સ્થિતિના સૂવા વિશે પૂછી શકો છો.

૪. મન હળવું કરો પોતાના સાથી સાથે વાત કરી

'મન કે હારે હાર ઓર મન કે જીતે જીત' આ કહેવત તમે સાંભળી જ હશે. એટલે જેટલું બની શકે તેટલું ભટકાવો, કેમ કે કેટલીકવાર ઘણી વાતો તમારા મન અને મગજથી કંટ્રોલ થાય છે અને જો તમે તેના પર કાબૂ કરી લીધો તો તમે કોઈપણ લડાઈ જીતી શકો છો. એટલે પ્રસવના સમયે મન ભટકાવો, આના સિવાય જે વ્યક્તિ તમારાથી વધુ નજીક હોય અને જેનાથી તમને વધારે પ્રેમ હોય, જેમકે માતા કે પતિ, તો તેને તમારી સાથે રહેવાનું કહો કે જેનાથી તમને સ્નેહ અને સહયોગ મળી શકે છે. તમારી મુશ્કેલીમાં તરત ડૉક્ટર સુધી પહોંચી શકે અને તમને હિંમત આપી શકે અને તેની સાથે વાત કરીને મન પણ હળવું કરી શકો.

 

૫. માલિશ નો સહારો લેવો

પ્રસવના સમય હલકી માલિશ પણ તમને આરામ આપી શકે છે. આમ તો ઘણી સ્ત્રીઓને આ પસંદ નથી હોતું એટલે તમારી સાથે રહેલા સાથીની જરૂર કહો કે તમને આરામ મળી રહ્યો છે કે નહીં. હલકા હલકા હાથે કમર પર કે પગમાં માલિશ કરવાથી તમને આરામ મળી શકે છે, કેમ કે આનાથી તમારા શરીરમાં સારૂ કરવાવાળા હોર્મોન ઉત્પન્ન થશે. જેનાથી તમને આરામ મળશે પણ ધ્યાન રાખો કે જોરથી માલિશ ન કરવી જેનાથી તમને અને તમારા બાળકને મુશ્કેલી થઈ શકે છે. આના સિવાય, બિલકુલ ગભરાશો કે નર્વસ ન થશો, આનાથી તમારો દુખાવો વધારે વધી શકે છે. પોતાના ઉપર કાબૂ રાખવો, સારો વિચારો, તમારું આવતું નાનું બાળક વિશે વિચારો અને ધીરજથી કામ લેવું. આશા કરીએ છીએ કે આ ઉપાયોથી તમને આરામ મળે અને તમે સુખદ અને આરામદાયક પ્રસવનો અનુભવ કરો.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon