Link copied!
Sign in / Sign up
9
Shares

પ્રસવ પછી માતાનું માલિશ કેમ છે જરૂરી અને તેના શું છે ફાયદા😯😯

માતા બનવું તે એક સુખદ એહસાસ છે, પણ આના માટે સ્ત્રીઓએ સહન ન કરી શકાય તેવી પ્રસવ પીડાનો સામનો કરવો પડે છે. એ પછી તેને એ ખુશીની કિલકારીનો અવાજ સાંભળવા મળે છે. પ્રસવ પછી સ્ત્રીઓનું શરીર ખુબ જ કમજોર થઇ ગયું હોય છે, આ કારણે તેને ખાસ કાળજી લેવાની જરૂર હોય છે. ખાલી ખાવાપીવાનું જ નહિ પણ શારીરિક દેખભાળની પણ જરૂર હોય છે. આ કારણસર નવી બનેલી માતા માટે માલિશની પણ જરૂરત હોય છે; કેમ કે તેનાથી માતાને ઘણા ફાયદા થાય છે. નીચે અમે એવા જ ફાયદા વિશે જણાવી રહ્યા છીએ.

૧.પ્રસવ પછી સ્ત્રીઓના શરીરમાં ઘણા દિવસો સુધી દુખાવો રહે છે, જે માલિશ કરવાથી દૂર કરી શકાય, કેમ કે માલિશ કરવાથી માંસપેશીઓ ને પોષણ અને આરામ મળે છે.

૨. માલિશ કરવાથી શરીરમાં રુધિર પરિભ્રમણ ઝડપથી થાય છે, જે માતાના દૂધના નિર્માણમાં મદદ કરે છે અને તેથી માતા માત્ર શારીરિક રીતે જ નથી, પણ માનસિક રીતે પણ રિલેક્સ રહે છે.

૩. માલિશ માટે સૌથી સારું તલ અને એરંડિયાનું તેલ હોય છે. ત્વચામાં ગ્લો અને કસાવ પણ લાવે છે.

૪. એના સિવાય જો તમે સુંગંધિત તેલથી માલિશ કરાવતા હોવ તો તમને હજુ વધુ આરામ મળશે અને તમે પોતાને તણાવ મુક્ત મેહસૂસ કરશો.

૫. માલિશ પ્રેગ્નન્સી પછી વધેલા વજન ને પણ ઘટાડે છે, કેમ કે માલિશ કરવાથી ફેટ બર્ન થાય છે અને આ કારણે ગર્ભાવસ્થા પછી તમે તમારી જૂની આકૃતિ પર પાછા આવી શકો છો.

૬. તમને જાણીને થોડું આશ્ચર્ય થઇ શકે છે કે માલિશથી સ્ટ્રેચ માર્ક્સ પણ ઓછા થઇ શકે છે અને પ્રયત્ન કરો માલિશ કરતા સમયે પ્રાકૃતિક તેલનો જ ઉપયોગ કરો.

માલિશ કરાવતા સમયે એ જરૂર ધ્યાન રાખો કે તમે કોમળતાથી માલિશ કરાવો, કેમ કે પ્રસવ પછી તમારું શરીર કમજોર હોય છે અને આધાર રાખે છે કે તમારી નોર્મલ ડિલિવરી થઇ છે કે સી-સેક્શન કારણ કે જો સી-સેક્શન માં માલિશ કરાવી રહ્યા હોવ તો ખાસ સાવધાની રાખવાની જરૂરત હોય છે એટલે માલિશ કરાવો પણ ધ્યાનથી.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon