Link copied!
Sign in / Sign up
8
Shares

પ્રસવ ના પછી ની પતિની પાંચ વાતો જે તમને પરેશાન કરી દે છે😖


તમે અને તમારા પતિ એ હજુ એક નવી જીંદગીને જન્મ આપ્યો છે. જેની તમે કલ્પના કર્યા કરતા હતા કે તે કેવો હશે. જ્યારે તમે અને તમારા પતિ

પ્રેમ થી પોતાના બાળકને જોવ છો તો દુનિયા ની બધી પરેશાની ને ભુલી જાવ છો પરંતુ અચાનક, હકીકત થી આપણ ને ધક્કો લાગે છે.

પોસ્ટપોર્ટમ ડિપ્રેશન એટલે કે પ્રસવનાં પછી થતા ડિપ્રેશન ની સામાન્ય સમસ્યા છે અને ગુસ્સો આવવો આનો એક મુખ્ય ભાગ છે. ઘણી માતાઓ

એ આ ફરીયાદ કરી છે કે પ્રસવનાં પછી ના થોડા અથવાડીયાઓ માં તેમને દરેક નાનામાં નાની વસ્તુઓ પર ખુબ ચિડ ચડતી હતી. જો અમે

પ્રામાણિકતા થી કહ્યેં તો તમારા ર્હોમોન નાં બદલાવ જ આને માટે જવાબદાર છે.

આ છે થોડી વાતો જેના દ્વારા પતિ પ્રસવ ના પછી પોતાની પત્ની ને પરેશાન કરી દે છે.

૧. દરેક વસ્તુઓ માટે તમને પુછવું

"દરેક વસ્તુઓ માટે મને પુછવાનું બંધ કરો. હું પણ આમાં તારી જેમ નવી છું"- અા વાત થી કોઈ ફરક નથી પડતો કે તમારા

પતિ એ કેટલી પેરેંટિગ ગાઈડ્સ ની ચોપડીઓ વાંચી હશે, તેમને જ્યારે પણ બાળકનાં સંબંધિત કોઈ કામ કરવું હશે તે હમેંશા

તમારો જ સહારો લેશે. તે ખુબ જ ગભરાયેલા અને પરેશાન હશે કે ક્યાંક તે બાળક ને કોઈ નુકસાન નાં પહોંચાડી દે. કાં તો

તમારે તેને દરેક કામ કેવી રીતે કરે છે તે કેહવુ પડશે અથવા તે કામ પોતે જ કરવું પડશે.

૨. હમેંશા ઘરે મોડા આવવું.

પોતાના પતિને વારંવાર સમય પર ઘર આવવાનું કેહવુ, ખુબ વધારે થઈ જાય છે? દરેક વસ્તુ ને એકલા સંભાળવાનું અશક્ય લાગે છે અને જ્યારે

તમારા પતિ તમારી સાથે રેહવાની બદલ, પોતાના દોસ્તો ની સાથે હોય છે. તો એ વધારે નિરાશાજનક લાગે છે.

૩. જવાબદારીઓ નો વિતરણ ના કરવો

"તમે એક વાર ડાઈપર કેમ નથી બદલતા"- હમેંશા તમે જ કેમ બધા કામ કરો? કદાચ તમે રાતનાં ઉભા થતા હશો અને રોતા બાળકનું ધ્યાન રાખતા

હશો. અને રાતની ઊંઘ પુરી ન થવા ને કારણે પુરા દિવસ બગાસા ખાતા હશો. શું તમારી થોડી જવાબદારીઓ ને વહેંચવાનું એટલુ્ં મુશ્કેલ છે

એમના માટે? " તમે વાસણ ધોઈ નાખો અને હું કપડા ધોઈ લવ છું." સાંભળવામાં જ સારુ લાગે છે. હેં નેં?

૪.કામ પર કામ બોલવુ

શું હું જરુરત કરતા વધારે જવાબ આપુ છું? - જો તમે પણ નવી માતા બન્યા હોવ તો મુડ સ્વિંગ એટલુ જ સામાન્ય છે જેટલું બાળકનું ડાઈપર

બદલવુ. જો તમે બાળકનાં કામ માં વ્યસ્ત હોવ અને ત્યારે જ તે તમને એક બીજુ કામ આપી દે જેમકે, કપડા ધોવાનું, તો તમે તેને જોર થી

ખીજાઈ દો છો. હેં નેં? આ દરમ્યાન તમે તમને એહસાસ થશે કે તમે આ વાતો ને લઈ ને અસંવેદનશીલ છો જેના પર તમે કોઈ દિવસ ધ્યાન

નથી અાપતા.

૫.સમય ના આપવો

" હું હજુ પણ પ્રેમ નો એહસાસ માંગુ છું" - બાળકને જન્મ દેવાની પછી ઘણા શારીરિક બદલાવો માંથી પસાર થાય છે. અને તે સ્વભાવીક છે કે

જો તમે થોડું અસુરક્ષિત મેહસુસ કરો. અને જો તમારો દરેક દિવસ તમારા પતિનાં પ્રેમ તેમજ પ્રંશસા વગર જતો હોય તો તે પરિસ્થિતિને

વધારે બગાડી શકે છે. ખાલી તમે એ જ માંગો છો કે તે તમારો હાથ પકડે અને તમને કહે કે તે હમેંશા તમારી સાથે છે.

એ જાણવુ તમારા માટે જરુરી છે કે એનાથી કોઈ ફરક નથી પડતો કે તમે તમારા પતિની આદતો થી કેટલા પરેશાન છો, જેમકે તેમનો જોર જોર

થી ચાવી ને જમવું કે તેમનો ભારે અવાજ. પણ હોઈ શકે છે કે તે પોતાને નીચા સમજતા હોય જેમકે - " હું કોઈ કામ બરાબરથી કેમ નથી

કરી શક્તો", "શું હું એક ખરાબ બાપ છું?", "શું તે મારા થી ખુશ નથી?"

તો આ બધી વાતો ને હટાવો અને એમની સાથે એ બધી વાતો પર વાત કરો જે તમને પરેશાન કરે છે. આ વાત ખુબ મામુલી લાગી શકે છે પણ આ તમારા દિમાગ થી ખુબ મોટા ભાર ને ઓછું કરી દેશે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon