Link copied!
Sign in / Sign up
0
Shares

પોતાના નાના રસોડા ને બનાવી શકો છો મોટું બસ અપનાવો આ પાંચ નુસ્ખા 🍳

બધા ઘર નો અગત્યનો ભાગ હોઈ છે રસોડું. કોઈ પણ સ્ત્રીઓ જયારે ઘર જોવા જય છે ત્યારે, સૌથી પેહલા રસોડું જોવે છે, કે રસોડું મોટું છે કે નહિ. પરંતુ આ મોંઘવારી ના જમાના માં એક મોટું રસોડું શું , એક સારું ઘર મળવું પણ મુશ્કિલ થઇ ગયું છે. રસોડું એક એવી જગ્યા છે જ્યાં સાફ સફાઈ થવી ખુબ જરૂરી છે, કેમ કે અહીંયા અન્નપૂર્ણા દેવી નો વાસ હોઈ છે. પરંતુ ક્યારેકે રસોડું નાનું હોવા થી, સ્ત્રેઓ તેની જાળવણી નથી કરી સકતી અને તેના કારણે તે ચીડ-ચીડી પણ થઇ જય છે. એટલે આજે અમે આ લેખ દ્વારા થોડા નુસ્ખા કહી રહ્યા છે, જેનાથી તમે તમારી સમજદારી થી પોતાના નાના રસોડા નો હર-એક ખૂણા નો ઉપયોગ કરી વ્યસ્થિત બનાવી શકશો. જાણો કેટલાકે નાના પણ કામ ના નુસ્ખા. આ નુસખાઓ નો ઉપયોગ કરી સુંદર બનાવો તમારું રસોડું.

૧. સમાન વ્યવસ્થિત રીતે ગોઠવો

સમાન ને વ્યસ્થિત ગોઠવી રાખવાનું જરૂરી હોઈ છે. સમાન જો ગામે-તેમ ફેંકેલો હોઈ તો મોટી જગ્યા પણ નાની પડી જાય છે. રસોડું એમ પણ ઘણા વાસણો થી ભરેલું હોઈ છે એટલે એજ વાસણો રાખવા જેનો તમે દરરોજ ઉપયોગ કરતા હોવ. જરૂરત થી વધારે વાસણો રાખીને રસોડામાં વાસણો ની ભીડ ના કરો. સ્ટેન્ડ પર હર-રોજ વપરાતા વાસણોને આગળ રાખો અને ઓછા વપરાતા હોય તેને પાછળ રાખો.

૨. દીવાલ કેબિનેટ છે જરૂરી

આજ કલ બધા ઘર માં મોડ્યૂલર રસોડું દેખાઈ છે, જો તમારા ઘરે એવું ના હોઈ તો કઈ વાંધો નથી. તમે તમારા રસોડા ને મોડ્યૂલર બનાવી શકો છો. તમે રસોડા ની દિવાલોનો હોશયારી થી ઉપયાગ કરો. તમે દીવાલો ઉપર કેબિનેટ બનાવી દ્યો, જેમ કે તમે સમાન અને મસાલા ના ડબ્બા ને એ કેબિનેટ માં ગોઠવી શકો છો. એનાથી તમારું રસોડું ખાલી અને મોટું લાગશે આની થી એ પણ ખબર પડશે કે કઈ વસ્તુ તમે ક્યાં રાખી છે.

૩. દીવાલો નો પણ કરો વપરાશ

કેબિનેટ સીવાય તમે દીવાલો ની ખાલી જગ્યાઓનો પણ ઉપયોગ કરો. તમે દીવાલો પર વોલ હૂક કે હેંગર લગાડી ને નાની-નાની વસ્તુ તેના પર ટીંગાડી દ્યો, તેના થી રસોડા માં ઘણી જગ્યા વધી જશે. એના સીવાય જો તમે ચાહો તો વાસણ નું સ્ટેન્ડ પણ લગાડી શકો છો. જરૂરી વાસણો ને સામે રાખવા અને ચમચી કે ચાકુ માટે અલગ થી નાનું સ્ટેન્ડ રાખો.

૪. સિંક ની નીચે ની જગ્યા નો સારો ઉપયોગ કરો

રસોડા ને સાફ રાખવું ખુબ જરૂરી છે. એના માટે તમે સિંક ની નીચે ની જગ્યા નો ઉપયોગ કરો અને ત્યાં કચરા ટોપલી રાખો. રસોડા માં મચ્છર કે માખી ન આવે એટલા માટે તમે સિંક ની નીચે એક દરવાજો જરૂર લગાડો અને જો તમે એમ ન કરી શકતા હોઈ તો, ઢાંકણ વાળી કચરા ટોપલી વાપરો.

૫. વધારે મોટો સમાન ન ભરો

રસોડું જો નાનું હોઈ તો તેમાં વધારે મોટો સમાજ જેમ કે ફ્રીઝ કે ડાઇનિંગ ટેબલ જબરદસ્તી થી અંદર ન રાખો. પોતાની સુવિધા માટે બસ એક નાનું ટેબલ બેસવા રાખો, જેનાથી જો તમે રસોઈ કરતા કરતા થાકી જાવ તો થોડી વાર બેસીને આરામ કરી શકો. રસોડા માં પ્રશંશક (એડજસ્ટ ફેન) પણ જરૂર લગાડો કે જેનાથી રસોડા ની ગરમ હવા બહાર કાઢી શકાય.

એ જરૂરી નથી રસોડુ નાનું છે કે મોટું, જરૂરી એ છે કે તમે તેની જાળવણી કેવી રીતે કરો છો.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon