Link copied!
Sign in / Sign up
0
Shares

પીરિયડ્સ માં પેડ થી થતા રેશીઝને ન કરો નજરઅંદાજ-આ રીતે પામો છુટકારો💕

દરેક સ્ત્રીઓ માટે માસિક આવવાનો સમય સૌથી વધારે કઠિન સમય હોય છે. પીરિયડ આવે છે અને એની સાથેજ ઘણા પ્રકારની સમસ્યાઓ શરુ થઇ જાય છે. પેટનો દુખાવો, ચીડચીડિયાપણું, અહીંયા ત્યાં બેસવાનું પણ વિચારવું પડે છે. કેમ કે ક્યાંય દાગ ન લાગી જાય.

ઘણીખરી સ્ત્રીઓ પિરિયડના સમયમાં પેડનો ઉપયોગ કરે છે અને અમુક સ્ત્રીઓ ટેમ્પોનનો પણ વાપરે છે. પરંતુ આમ કોઈ બે રાય નથી કે પીરિયડ્સનો સમય ખુબ જ તકલીફ દાયક હોય છે.

જે સ્ત્રીઓ પેડનો ઉપયોગ કરે છે, તે શું જાણે છે કે એ ભલે ઘણા આરામદાયક બનેલા હોય પરંતુ તેનાથી પણ ઘણા પ્રકારની તકલીફ તો થાય જ છે. પેડનું આગળ પાછળ ખસી જવું ખુબ મોટી સમસ્યા છે.

આના સિવાય ઘણી સ્ત્રીઓને આનાથી રેશેઝની પણ સમસ્યા થતી જોવામાં આવી છે. જો તમારી યોની ખુબ સંવેદનશીલ હોય તો પેડના કેમિકલથી તમને ત્વચા સબંધિત સમસ્યા થઇ શકે છે. જયારે યોનિની આજુબાજુ પેડના કારણે રેશેઝ થાય છે તો એનાથી સોજો અને દુખાવો વધારે વધી શકે છે. જો તમને પણ આવી સમસ્યા થાય છે તો તમને દેખાડીએ કે કેવી રીતે તેનાથી છુટકારો મેળવી શકાય.

સમય સમય પર પેડ બદલવું

તમારે સૌથી પહેલા એ વાતનું ધ્યાન રાખવું પડશે કે તમે સમય પર પેડ બદલી કરો. કેમ કે તેમાં બેક્ટીરિયા થઇ જાય છે અને તે તમારી  સમસ્યાનું કારણ બની શકે છે. એટલે હંમેશા પ્રયત્ન કરવો કે પેડ ને દરેક ચાર થી પાઁચ કલાકે બદલી લેવું. એમ કરવાથી રેશેઝ થવાની સંભાવના ઓછી થશે.

હાઇજીન બનાવી રાખો 

તમે હંમેશા તમારા યોનિમાર્ગની આજુબાજુ ના હિસ્સાને સાફ રાખો. તેનાથી જે પણ જંતુઓ ઉત્પન્ન થઇ રહ્યા હોય તો તે નષ્ટ થઇ જાય. પ્રયત્ન કરવો કે આ દિવસોમાં તમારે યોનિમાર્ગની આજુબાજુના હિસ્સામાં સાબુ ન લગાડવો. આમ કરવાથી રેશેઝ થવાનો ખતરો વધી જાય છે. તમે આ દિવસોમાં ગરમ પાણીથી યોનિમાર્ગ અને તેની આજુબાજુના હિસ્સાને સાફ રાખી શકો છો.

પાવડરનો ઉપયોગ કરો

તમે પાવડરનો ઉપયોગ કરો કે જેનાથી યોનિમાર્ગની આજુબાજુનો હિસ્સો સૂકો રહે. એટલે જ તમે યોનિમાર્ગની આસપાસ અને જાંઘો ઉપર પાવડર લગાડો. કોશિશ કરો કે તમે ટેલકમ પાવડર ની જગ્યાએ એન્ટિસેપ્ટિક પાવડર નો ઉપયોગ કરો, કેમ કે તે બેક્ટેરિયાને મારવામાં મદદ કરે છે.

કોટનની પેન્ટી પહેરો

તમે આ દિવસોમાં કોશિશ કરો કે તમે એવા કોઈ કપડાં ન પહેરો જેનાથી ત્વચાને તકલીફ થાય. તમે કોટનની પેન્ટી પહેરો અને જીન્સ પહેરવાથી બચો. એનાથી રેશેઝ થવાની સંભાવના ઓછી થાય છે, એની સાથે દુખાવાથી પણ રાહત મળશે.

સારા સેનેટરી પેડ વાપરો

તમારી ત્વચાની સુરક્ષા એ પાત ઉપર પણ નિર્ભર કરે છે કે તમે કઈ કંપનીનું સેનેટરી પેડ વાપરો છો. ક્વોલિટીના મામલા માં તમે બેપરવાહ ન થાઓ. તમે સારા સેનેટરી પેડનો ઉપયોગ કરો કે જે આરામદાયક અને સોફ્ટ હોય. એ જેટલું સોફ્ટ હશે એટલા રેશેઝ થવાનો ખતરો ઓછો રહેશે.

તો જો તમને પણ પીરિયડ્સ દરમિયાન આ બધી સમસ્યાથી ગુજરવું પડે છે તો ઉપર આપેલા ટુચકાઓને જરૂર અજમાવો. અમે આશા રાખીએ છે કે અમારા આપેલા ટુચકા તમારા કઠીણ સમયમાં રાહત આપવાનું કામ કરશે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon