Link copied!
Sign in / Sign up
1
Shares

પીરિયડ્સ દરમિયાન આ કારણે થાય છે વધારે બ્લીડીંગ-આને અવગણશો નહિ 😥😨

પીરિયડ્સ એક કુદરતી વસ્તુ છે જે હર એક સ્ત્રીઓ ને થાય છે. આ એવો સમય હોય છે જયારે સ્ત્રીઓ ઘણી મુશ્કેલી થી પસાર થાય છે. પીરિયડ્સ દરમિયાન સ્ત્રીઓ પેટ નો દુખાવો, કમર નો દુખાવો, મૂડ સ્વિંગ્સ જેવી મુશ્કેલીઓ નો સામનો કરે છે. પરંતુ એક એવી વસ્તુ છે જેનાથી ઘણી સ્ત્રીઓ પસાર થાય છે અને એ છે વધારે બ્લીડીંગ. કોઈ-કોઈ સ્ત્રીઓ ને પીરિયડ્સ દરમિયાન ઘણું વધારે બ્લીડીંગ થાય છે અને આ થોડા સમય માટે ઠીક છે. પરંતુ જો આ વારં-વાર ઘડી-ઘડી થાય તો તે ચિંતા નો વિષય બની શકે છે. જો તમને દિવસમાં ઘણી વાર પેડ બદલવાની જરૂરત પડતી હોય તો સમજી જવું કે કંઈક ગડ-બડ છે. આજે આ લેખન દ્વારા અમે તમને જણાવી રહ્યા છે કે જો તમને પીરિયડ્સ દરમિયાન વધારે બ્લીડીંગ થાય છે તો તેના શું કારણ હોય શકે.

૧. હોર્મોનલ ચેંજિસ

પીરિયડ્સ દરમિયાન હોર્મોનલ ચેંજીસ થવું એ એક ખુબ જ સામાન્ય વાત હોય છે. પરંતુ કોઈ-કોઈ સ્ત્રીઓ માં આ પરિવર્તન ખુબ ઝડપ થી થાય છે અને એના કારણે વધારે બ્લીડીંગ થવાની સમસ્યા થઇ શકે છે. હંમેશા યાદ રાખો કે મોનો-પોઝ ના એક વર્ષ પેહલા હોર્મોન્સ માં વધારે પરિવર્તન આવે છે, જેનાથી વધારે બ્લીડીંગ થઇ શકે છે અને આ સામાન્ય વાત છે. પરંતુ તો પણ પોતાની અને પોતાના સ્વસ્થ ની તસલ્લી માટે એકવાર ગાઈનોકોલોગીસ્ટ ને જરુર મળો.

૨. દવા લેવાથી

સ્ત્રીઓ ઘણીવાર પ્રેગનેંસી થી બચવા ગર્ભ-નિરોધક ગોળીયો લે છે, જેના કારણે પણ પીરિયડ્સ દરમિયાન વધારે બ્લીડીંગ થઇ શકે છે. આના સિવાય ક્યારેક ક્યારેક કોઈક દવા ના સાઈડ ઈફેક્ટના કારણે વધારે બ્લીડીંગ થવાની સમસ્યા થઇ શકે છે. એટલે જો તમે કોઈ નવી દવા લેવાની શરુ કરી હોય અને એના પછી જો તમને વધારે બ્લીડીંગ થઇ રહ્યું હોય તો તમે એકવાર તે દવા બંધ કરી જુઓ નહીંતર ડૉક્ટર ની સલાહ લ્યો.

૩. ઇન્ફેકશન

ગર્ભાશય માં સોજો આવા થી અથવા ઇન્ફેકશન થવાના કારણે સ્ત્રીઓને પીરિયડ્સ દરમિયાન વધારે બ્લીડીંગ થવાની સમસ્યા થી પસાર થવું પડે છે. એટલે જો તમને લાગે છે કે હર વખત કરતા વધારે બ્લીડીંગ થઇ રહ્યું છે તો તમે નજરઅંદાઝ ન કરો અને તમારા ડૉક્ટર ને જરૂર મળો.

૪. ગર્ભાશય માં ગાંઠ પણ એક કારણ

ક્યારેક ગર્ભાશય માં ગાંઠ ના કારણે પણ વધારે બ્લીડીંગ થઇ શકે છે. આવું ઘણી વાર ૩૦-૪૦ વર્ષ થી વધારે ઉંમરની સ્ત્રીઓ સાથે બને છે. જો કે આની સમયપર ખબર પડે તો ઓપરેશન થી કે ઈલાજ કરવા થી ગાંઠ ને કાઢી શકાય છે.

૫. સર્વિકલ કેન્સર

આ એક ઘણું મોટું કારણ છે વધારે બ્લીડીંગ થવાનું. સર્વિકલ કેન્સર હ્યુમન પેપીલોમા વાયરસ એટલે કે એચ.પી.વી. ના કારણે થાય છે. ક્યારેક વધારે અસુરક્ષિત યૌન-સંબંદ બાંધવાથી આ બીમારી થઇ શકે છે. આ વધારે કરીને ૩૦-૪૦ અથવા તેનાથી વધારે ઉંમરની સ્ત્રીઓને પણ થઇ શકે છે. જો આની સમયસર ખબર પડી જાય તો આ કેન્સર નો ઈલાજ થઇ શકે છે. આના ઈલાજ દરમિયાન તે સ્ત્રી ની સર્જરી કરીને તેને કીમો-થેરેપી અને રેડિએશન આપવામાં આવે છે. આજ-કલ આ સ્ત્રીઓમાં સાધારણ બીમારી થઇ ગઈ છે. પરંતુ સાથે-સાથે આ એક ભયંકર બીમારી પણ છે એટલે જો આનાપર સમયસર ધ્યાન ન આપો તો આ જાનલેવા સાબિત થઇ શકે છે.  હંમેશા યાદ રાખો કે તમે સ્વસ્થ તો આખું ઘર સ્વસ્થ! કારણ કે એક સ્ત્રી ઉપર આખા ઘર ની જીમેદરી હોય છે એટલે પોતાના સ્વસ્થની મુશ્કેલીઓને નજરઅંદાઝ ન કરતા, સમયસર પોતાના ડૉક્ટર નો સંપર્ક જરૂર કરો. પોતાના પર ધ્યાન આપો અને સ્વસ્થ રહો!

#BleedSafe

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon