Link copied!
Sign in / Sign up
0
Shares

બરાબર પેડ નો ચુનાવ કરવો એ કોઈ સંઘર્ષ થી ઓછું નથી-રાખો આ વાતો નું ધ્યાન👍

બોલિવૂડ ના ખીલાડી અક્ષય કુમાર દરવખતે પોતાના અભિનય અને પોતાની સોષ્યલિશ્ટિક ફિલ્મો થી બધાનું હૃદય જીતી લે છે. થોડા સમય પહેલા એમને 'ટોયલેટ એક પ્રેમકથા' થી શૌચાલય ના મુદ્દા પર લોકો ને જાગૃત કર્યા અને લોકો એ આં ફિલ્મ ઘણી પસંદ કરી. હવે અક્ષય કુમાર ફરીથી એક સંવેદનશીલ વિષય ઉપાડી રહ્યા છે એમની બીજી ફિલ્મ 'પેડમેન' થી જે સેનેટરી નેપકીન જેવા મુદ્દા પર આધારિત છે.

હવે જ્યારે વાત પેડ અથવા તો નેપકીન ની આવે તો આનાથી જોડાયેલી અમુક વાતો નું ધ્યાન રાખવું ખૂબજ જરૂરી હોય છે. પીરયડસ સ્ત્રીઓ ના શરીર ની એક પ્રાકૃતિક ક્રિયા છે, આ સમયે સ્ત્રીઓ ઘણી તકલીફો માંથી પસાર થતી હોય છે જેવી રીતે - મૂડ સ્વિંગ કા તો પેટ માં દુખાવા ની તકલીફ. આવા સમયે ઘણી બધી સ્ત્રીઓ સેનેટરી નેપકીન નો ઉપયોગ કરતી હોય છે જે શરીર માંથી નીકળતા લોહી ના સ્ત્રવ નું શોષણ કરવાનું કામ કરે છે પણ ઘણી બધી સ્ત્રીઓ ને એની જાણ નઈ હોય કે એ લોકો પેડ અથવા તો સેનેટરી નેપકીન નો ઉપયોગ કરતી વખતે અમુક ભૂલો કરી દે છે. એટલા માટેજ આમે આ બ્લોગ વડે તમને પેડ અને સેનેટરી નેપકીન થી જોડાયેલી અમુક જરૂરી વાતો જણાવી રહ્યા છે જે તમારા માટે જાણવું જરૂરી છે.

૧. ગુણવત્તા નું રાખો ધ્યાન

દરવખતે પેડ લેતા સમયે ગુણવત્તા નું ધ્યાન રાખો, ક્યારે પણ પૈસા ના લીધે ગુણવત્તા ની સાથે સમાધાન ના કરો. જો તમે સારી ગુણવત્તા વાળા પેડ નો ઉપયોગ નઈ કરો તો તમને ચકામા અથવા તો એલર્જી જેવી તકલીફો વેઠવી પડી શકે છે.

૨. થોડા થોડા કલાકો માં બદલો પેડ

ક્યારેક સ્ત્રીઓ પેડ ઘણા સમય સુધી લગાવી રાખે છે જે બિલકુલ પણ બરાબર નથી. એવું સહેજ પણ કરવું ના જોઈએ જેનાથી ચેપ નું જોખમ વધી જાય છે.

૩. ચામડી ના પ્રમાણે તમારા પેડ ને પસંદ કરો

દરવખતે એવું પેડ પહેરો જે તમારી ચામડી ને અનુકૂળ હોય. જો તમે પેહલા કોઈ પેડ નો ઉપયોગ કર્યો હોય અને એનાથી તમને ચકામા અથવા તો એલર્જી થઈ હોય તો પાછો એનો ઉપયોગ ના કરો.

૪. વારંવાર બ્રાન્ડ ના બદલો

દરવખતે તમે જે બ્રાન્ડ નું નેપકીન વાપરતા હોવ એજ બ્રાન્ડ નું ઉપયોગ કરો. વારંવાર આને બદલો ના કારણકે તમારી ચામડી ને અનુકૂળ પડી જતું હોય છે અને આવામાં તમે અચાનક થી બ્રાન્ડ બદલો છો તો બની શકે છે તમારે માફક ના આવે. આના સિવાય તમને સહજતા પણ થઈ શકે છે.

૫. ચોખાઈ પણ છે જરૂરી

પીરયડસ ના સમયે પેડ લગાવતા પેહલા તમારા ખાનગી ભાગો ને સારી રીતે ચોખ્ખા કરો જેથી તમને કોઈ ચેપ ના લાગે. આવા સમયે ચોખાઇ નું ધ્યાન રાખવું ખૂબજ જરૂરી હોય છે, એટલા માટે પેડ બદલ્યા પછી હાથ ચોક્કસ ધોવો. આના સિવાય આનો ઉપયોગ કર્યા પછી આને બરાબર રીતે ફેકો જેથી કરી કોઈને પણ આનાથી ચેપ ના લાગે.

પેડ અને સેનેટરી નેપકીન નો ઉપયોગ બધી સ્ત્રીઓ માટે આવશ્યક હોય છે પણ આનો બરાબર રીતે ઉપયોગ પણ એટલો જ જરૂરી હોય છે. અક્ષય નું પેડમેન ૯ ફેબ્રુઆરી એ(લ સિનેમાઘરો માં આવી રહ્યુ છે હવે જોવાનું એ છે અક્ષય ની દમદાર પારી પર જેટલો ગર્વ કરવો જોઈએ એટલો ઓછો છે કે નઈ કારણકે બોલિવૂડ માં પેહલી વાર કોઈએ સેનેટરી નેપકીન ના મુદ્દા પર ફિલ્મ બનાવી છે. આ ફિલ્મ માં અક્ષય ની સાથે સોનમ કપૂર અને રાધિકા આપ્ટે પણ જોવામાં આવશે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon