Link copied!
Sign in / Sign up
0
Shares

🕉🕉પતિની લાંબી ઉમર માટે કંઈક આ રીતે મનાવો મહાશિવરાત્રીનો તહેવાર🕉🕉

બસ આવી જ રહ્યો છે, મહાશિવરાત્રીનો પર્વ અને ભોળાનાથના ભક્તો માટે આ ખુબ મોટો તહેવાર હોય છે. આ દિવસને શિવજી અને પાર્વતીના લગ્નની વર્ષગાંઠ ના રૂપે ઉજવવામાં આવે છે અને એવું કહેવાય છે કે જો કુમારિકા મહાશિવરાત્રીનું વ્રત રાખે તો તેના લગ્ન જલ્દી થાય છે. શિવજી જેવો જીવનસાથી મળે છે આના સિવાય સૌભાગ્યવતી સ્ત્રીઓ પુરી વિધિપૂર્વક આ દિવસે ભગવાન ની પૂજા-અર્ચના કરે તો તેના પતિનું સ્વાસ્થ્ય સ્વસ્થ રહે છે અને તેને લાંબી ઉંમરનું વરદાન મળે છે. જો તમે પણ તમારા પતિ માટે એવા આશીર્વાદ ઈચ્છતા હોવ તો આજે આ લેખન દ્વારા અમે તમને કહી રહિયા છે કે તેના માટે શું કરવું:

૧. શિવરાત્રી નું વ્રત છે વરદાન

જો સૌભાગ્યવતી સ્ત્રીઓ શિવરાત્રીનું વ્રત કરે, ફળાહાર કરે અને શિવને ગમતી વસ્તુ ચઢાવીને તેની પૂજા કરે તો શિવજીની કૃપા એના ઉપર અને તેના પતિ પર કાયમ માટે રહે છે.

૨. શિવને ગમતી વસ્તુઓ

કહેવાય છે કે ભગવાન શિવને ધતુરો ખુબ ગમે છે એટલે ધતુરા સાથે ધતુરાના ફૂલ પણ ભગવાન શિવને અર્પણ કરો. આના સિવાય શિવરાત્રીના દિવસે શિવલિંગ પર દૂધ અથવા ગંગાજળથી ભગવાન શિવનો અભિષેક કરો અને શેરડીનો રસ, ઘઉં, જવ, સફેદ તલ ચઢાવો તો એવું મનાઈ છે કે એનાથી અલગ-અલગ મનોકામના પુરી થાય છે.

૩. સરખી ને સાચી રીતે કરો અભિષેક

શિવરાત્રીના દિવસે વિધિવત રીતે ભગવાન શિવ નો અભિષેક કરો અને એના માટે દૂધ, દહીં અને જળ નો ઉપયોગ કરો સાચી રીતે ભગવાન શિવનો અભિષેક કરવાથી ભગવાન ભોળાનાથના આશીર્વાદ તમારા પર કાયમ રહે છે.

૪. ૐ નમઃ શિવાયના જપ કરો

શિવરાત્રીના દિવસે પુરી શ્રધ્ધાથી ૐ નમઃ શિવાય ના જપ કરો આમ કરવાથી તમારું અને તમારા પતિનું જીવન સુખમય થશે અને તમારા બન્નેની મનોકામના પણ પૂર્ણ થઇ શકે છે.

૫.રાત્રી પૂજનનું પણ છે મોટું મહત્વ

શિવરાત્રીમાં રાતની પૂજાનું પણ ખુબ મહત્વ છે, જો તમે કોઈ કારણસર દિવસના શિવરાત્રીની પૂજા નથી કરી શક્યા તો તમે રાતના પણ પૂજા કરી શકો છો. એ તમારા પર નિર્ભર કરે છે કે તમે ક્યાં સમયે પૂજા કરવા માંગો છો.

કરો ભગવાન શિવની પૂજા અને પામો સદા સુખમય જીવનના આશીર્વાદ.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon