Link copied!
Sign in / Sign up
4
Shares

પતિ ને તમારા સ્વભાવ થી કેવીરીતે કરશો આકર્ષિત : જાણો❤️❤️

પતિ પત્ની નો સંબંધ બહુજ ઉતાર ચઢાવ અને મીઠી તકરાર થી ભરેલો હોય છે .ક્યારેક તકરાર અને ક્યારેક એટલો પ્યાર કે એવું લાગે કે સમય અહીંયા જ થંભી જાય .જો પતિપત્ની દોસ્ત બની જાય તો વિવાહિત જીવન ની ઘણી બધી પરેશાનીઓ દુર થઇ જાય છે .અને જો દૂર નો પણ થાય તો ઘણી ખરી સરળ બની જાય છે .જો તમારી એવી ઈચ્છા છે કે તમે તમારા પતિ સાથે એક સુખમય ગૃહસ્થ જીવન નો આનંદ માણવા માંગો છો તો નીચેની આટલી વાતો નું ધ્યાન રાખો .

 

(૧) ભરોસો રાખો અને છૂટ આપો .

દરેક પતિપત્ની નો સંબંધ ભરોસો અને વિશ્વાસ ઉપર જ ટકી રહેલો હોય છે .પતિ ને નાની નાની વાતમાં પ્રશ્નો ના પૂછો .ઘણી ખરી મહિલાઓ પતિ મોડા ઘરે આવે કે ઘરે જમવાનું નો જમે તો તેમના ઉપર સવાલો નો વરસાદ વરસાવ્યો દેય છે .જો તમારા પતિ મોડા ઘરે આવે તો સવાલ જરૂર પુછો જમવાની ના પાડે તો પણ સવાલ પુછો પરંતુ શક ની નજરે નહિ પણ એક સંભાળ રાખવા વાળી પત્ની તરીકે .તેમને સમજો અને જો તેઓ કોઇ વસ્તુ માટે ના પાડે તો તમે તેમની ભાવના ને સમજો અને તેમને છુટ આપો તેમની પાછળ નહિ પડો .

(૨) માનસિક તાણ થાય તેવી વાતો ના કરો.

દરેક પરિવાર માં નાની મોટી સમસ્યાઓ તો આવતી જ હોય છે.આ એક સામાન્ય વાત છે .પરંતુ ઘણા ખરા ઘરો માં પતિ જ્યારે થાકેલા ઘેર આવે છે તો પત્નીઓ તકલીફો અને ફરિયાદ નો પટારો ખોલીને બેસી જાય છે .જેના થી પતિઓ ચીડચિડયા બની જાય છે અને માનસિક તાણ અનુભવે છે .અને તેના કારણે પતિપત્ની ના સંબંધો માં ખારાશ આવી જાય છે .એવા માં પતિ પોતાની પત્ની સાથે લાગણી નથી અનુભવતા અને તેમની પત્ની થી દૂર રહેવા નુ શરૂ કરી દેય છે .

 

(૩) પતિ ની વાતો ને સમજો .

જો તમારા પતિ તમારી સાથે કોઈ વાત શેર કરવા માંગતા હોય ,તેમની કોઈ તકલીફ જણાવવા માંગતા હોય તો તેના ઉપર ધ્યાન આપો .તેમને નજરઅંદાજ ના કરો તેમની મદદ કરો .અને તેમને ટેકો આપો .તેમને એવું ના કહો કે એમની તકલીફો નું કારણ તે પોતેજ છે .

(૪) ટોન્ટ ના મારો કે, તેમના આત્મસન્માન ને ઠેસ પહોચે એવુ કઈ ના બોલો .

ઘણી પત્નીને એવી આદત હોય છે કે તેઓ કોઈપણ વસ્તુ માટે તેમના પતિ ને જ કારણ માને છે .અને તેમને દસ વાતો સંભળાવી દેય છે .ક્યારેક ક્યારેક તે એટલુ બોલી દેય છે કે ,તેમને પોતાને ખબર નથી રહેતી કે તે શું બોલી જાય છે કે અને, તે એ પણ નથી સમજી શકતી કે કઈ વાત થી તેના પતિ ના દિલ ને ઠેસ પહોંચી છે .એટલે તમારા પતિ સામે બોલતા પહેલા વિચારવુ જોઈએ કારણકે ગુસ્સામાં બોલેલી વાત તીર ની જેવી હોય છે એક વાર નીકળ્યા પછી રોકાતી નથી અને પાછી નથી વળતી .શબ્દો નો વપરાશ હમેશા

સોચી વિચારી ને કરવો જોઈએ .શું ખબર કઈ વાત તેમના દિલ ને ઠેસ પહોંચાડી શકે .એટલે બદલવા ની જરૂર તમારે છે તમારા પતિ ને નહિ 

 

(૫) તેમની વાતો નુ સન્માન કરો .

જો તમારા પતિ કોઇ વાત કરતા હોય અથવા તમને કોઈ સલાહ આપતા હોય તો તેમની વાત ને કાપો નહિ .પરંતુ તેમની સલાહ ને માન આપો તેમની વાતોને ક્યારેય ઉતારી નહિ પાડો .જો તમે તેમની વાતો ઉપર ધ્યાન નહી આપો તો એવુ બની શકે કે તે તમને બીજી વાર કોઈ સલાહ આપવી જરૂરી નહી સમજે .અને ઘણી બાબતો એવી હોય છે કે જેમાં તમારા કરતા તમારા પતિ ને વધુ જાણકારી હોય છે જેમાં તમારે તેમની સલાહ લેવા ની જરૂર પડે છે .અને જો તમે તેમની વાતો મા રુચિ નહિ દેખાડો તો અને તેમની સલાહ નહી લ્યો તો તે પણ તમને સલાહ આપવામાં દિલચસ્પી નહીં દેખાડે .

(૬) દરેક વખતે ફરિયાદ ના કરો .

ઘણી મહિલાઓને ફરિયાદ આદત હોય છે પતિ ના ઘરે આવતા ની સાથે જ ફરિયાદો લઈ ને બેસી જાય છે જેના લીધે પતિ ચીડચીડયા બની જાય છે .અને તેમનુ તાણ વધી જાય છે .અને એક ની એક વાત વારંવાર સાંભળી ને તે કંટાળી જાય છે અને બીજી વાર તે પત્ની ની કોઈ પણ વાત ઉપર ધ્યાન નથી આપતા એ જ કારણે પત્ની ને લાગે છે કે તેના પતિ તેમની વાત ને નજરઅંદાજ કરે છે પરંતુ એવુ નથી હોતુ ,પત્ની ની એક ની એક વાતો થી થાકી ને પતિ તેમની વાત ઉપર ધ્યાન નથી આપતા જેનું કારણ તમારા પતિ નહીં તમે પોતે જ હોવ છો .જ્યારે તમારા પતિ ઑફિસમાં થી ઘરે આવે ત્યારે તેમને આરામ અને શાંતિ અનુભવવા દયો તેમને ડિનર માટે પુછો અને તેમના દિવસ ભર ના કામ વિશે પુછો અને જો તે તાણ અનુભવતા હોય તો તેના વિશે વાત કરો .

 

(૮) સાસરિયા વાળાઓ ની ફરિયાદ કરો નહિ .

જો તમે એવી ઇચ્છતા હોવ કે તમારા પતિ હમેશા તમારી સાથે ખુશ રહે તો તેમના ઘર વાળાઓની ફરિયાદ ના કરો .તેમના માતાપિતા અને બીજા સદસ્યો નું આદર કરો .દર વખતે તેમના સગાંવહાલાં ઓ ની સરખામણી તમારા પિયર વાળા સાથે ના કરો .તેમના ઘરના લોકો સાથે પણ તમારા પિયર વાળા જેટલુ જ પોતીકુંપણ દેખાડો .

 

(૯)હમેશા સાચુ બોલો .

કોઇ પણ સંબંધ ને અતુટ રાખવા માટે તમારે તેને ખોટું અને છલ કપટ થી દુર રાખવો જોઈએ .અને એમાં પણ ખાસ કરી ને પતિપત્ની ના સંબંધ માં .

તમારા પતિ થી કોઇ પણ વાત છુપાવવી નહીં ,જો તમને કોઈ પણ તકલીફ હોય કે કોઈ વાત તમે તમારા પતિ થી છુપાડો છો તો તે વાત સરખી રીતે તમારા પતિ ની સામે રાખો ,જો તમારા પતિ તમને પ્યાર અને સન્માન આપતા હશે તો તે જરૂર તમારી વાત સમજશે કારણકે સો ખોટા કરતા એક સાચુ ભલુ .

(૧૦) સરખામણી ના કરો .

તમારા પતિ ની સરખામણી ક્યારેય બીજા ના પતિ સાથે ના કરો ,અને તેમની આવક ની સરખામણી પણ ક્યારેય બીજા ની આવક સાથે ન કરો .કારણકે કોઈપણ વ્યક્તિ પોતાની સરખામણી બીજા સાથે થાય એ સહન નથી કરી શકતુ .

એટલે જેટલુ બની શકે એટલું તેમને પ્યાર આપો અને તેમને ખુશ રાખો . અને તેમને દેખાડો કે તમે તેની સાથે જ છો .અને તેમની સાથે ખુશ છો .

 

(૧૧) ખાવાની વસ્તુઓ માં તેમની પસંદ નો ધ્યાન રાખો .

કહેવત છે કે ,પતિ ના દિલ નો રસ્તો તેમના પેટ થી થઈ પસાર થાય છે .અને આ વાત ઘણા હદ સુધી સાચી પણ છે .તમારા પતિ નું ધ્યાન રાખો અને તેમની પસંદગી ની વાનગીઓ બનાવો એટલે જો ઓફીસ થી આવ્યા બાદ તેમનો મૂડ ખરાબ હોય તો તેમની પસંદ ની ગરમાગરમ વાનગી જોઈ ને તેમનો મૂડ સારો થઈ જાય .તેમની પસંદગી નું ધ્યાન રાખો એવુ કઇ ન કરો કે તે કંટાળી જાય .

(૧૨) પોતાની જાત ને સુડોળ રાખો .

તમે તમારી જાત ને વેલ મેન્ટેન કરો ,એવુ ઘણી વાર જોવા માં આવ્યુ છે કે મહિલાઓ લગ્ન ના એક બે વર્ષ સુધી બહુજ ડ્રેસ અપ અને તૈયાર થતી હોય છે પરંતુ ત્યારબાદ તે પોતાનું ધ્યાન રાખવાનું છોડી દેય છે તેમને લાગે છે કે હવે તે ગૃહિણી બની ગઈ છે હવે તેમના ઉપર કોઈ ધ્યાન નહીં આપે અથવા ક્યારેક તેઓ ઘર અને બાળકો પાછળ એટલી વ્યસ્ત થઈ જાય છે કે તે પોતાના ઉપર ધ્યાન જ નથી આપી શકતી . પરંતુ એ ધારણા ખોટી છે તમારા પતિ નું ધ્યાન હમેશા તમારા ઉપર હોય જ છે અને તે હંમેશા એવું ઇચ્છતા હોય છે કે તમે જેવી રીતે પહેલી વાર મળ્યા હતા એવીરીતે જ રહો .એટલે પોતાના ઉપર ધ્યાન આપો પોતાના દેખાય મા ઓછું પણું ના આવવા દયો પોતાની જાત ને મેન્ટેન રાખો સારા કપડા પહેરો અને મેકઅપ કરો .

આ બધી વાતો ની સાથે સાથે બીજી પણ મહત્વપુર્ણ વાતો છે જે પતિપત્ની ના સંબંધ ને વધુ ઘેરો અને મજબુત બનાવે છે .

-તમારા પતિ ના માતાપિતા ને તમારા માતાપિતા ની જેમ જ અપનાવો તેમને પણ તમારા માતાપિતા જેટલુ જ સન્માન આપો .

-તમારા પિયર અને સાસરા વચ્ચે તાલમેળ બનાવી રાખો .

- પતિ ને પૂરતો સમય આપો ,તેમને સમજો ,તેમની વાતો સાંભળો અને તેમની તકલીફો માં તેમને મદદ કરવાની કોશિશ કરો .

- ઘર માં સુખશાંતિ અને ખુશી નુ વાતાવરણ બનાવી રાખો નાની નાની વાતોમાં ઝઘડા કરો નહિ અને તેને વધારી ને મોટી નઈ કરો .

અને સૌથી મોટી વાત તમારી વચ્ચે પ્યાર અને વિશ્વાસ ની દોરી બાંધી રાખો .

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon