Link copied!
Sign in / Sign up
19
Shares

પતિને આ રીતે સમજાવો પિતા બનવાની જવાબદારીઓ

માતા બનવાનું દરેક સ્ત્રી માટે એક ખાસ અહેસાસ હોય છે, બાળકના જન્મ પહેલા જ સ્ત્રી પોતાના ગર્ભમાં નવ મહિના પોતાના શિશુની હલનચલનને અનુભવી શકે છે અને આ નવ મહિનામાં તે પોતાના બાળક સાથે એક અલગ સંબંધ બનાવી લે છે. પરંતુ જ્યારે પિતાની વાત આવે છે તેમણે પોતાના બાળકના જન્મ માટે નવ મહિનાની રાહ જોવી પડે છે અને જે પહેલી વાર પિતા બનવાના હોય તેમને માટે થોડી વાતો સમજવી ખૂબ જરૂરી બની જાય છે, કેમકે જેમ પહેલી વાર માતા બનવાની ખુશીઓ સાથે ઘણા પડકારો લઈને આવે છે તેવી જ રીતે પહેલી વાર પિતા બનવા સાથે પણ ઘણા પડકારો લાવે છે. તેથી એ જરૂરી છે કે તમે પોતાના પતિને બાળકના જન્મ પહેલા જ પિતાની જવાબદારીઓ સમજાવો, એવું પણ ન કરો કે તે નર્વસ થઈ જાય, તેમની સાથે આવવાવાળા બાળક વિષે વાતો કરો, જેથી તેમને બાળક પર પહેલેથી જ પ્રેમનો અહેસાસ થવા માંડે અને તેઓ પોતાની જવાબદારીઓથી ઘબરાય નહીં. અહી આવી જ થોડી વાતો અમે તમને કહેશું જે તમે તમારા પતિ સુધી પહોચાડી શકો છો કે જે તમારા પતિને પિતા બનવા પહેલા કઈ કઈ વાતો સમજવાની જરૂર છે.

૧. જવાબદારીઓને શેર કરતા શીખો.

ઘણીવાર એવું થાય છે કે બાળકની દેખરેખ હંમેશા તેની માતાએ કરવી પડે છે કેમ કે પિતાએ ઓફિસનું કામ પણ સંભાળવાનું હોય છે. પણ આખા દિવસ પછી જ્યારે તેઓ ઘરે આવે છે ત્યારે તેમને થોડો સમય બાળક સાથે વિતાવવા જરૂર સમજાવો. આની સાથે જ તમે તેમને કામોને વહેચવાની વાતો પણ કરો, ખાસ કરીને જ્યારે તમે બંને વીકએંડ્સ માં સાથે હોવ ત્યારે બાળકને સાચવવાનું અને ઘરના નાના-નાના કામોને વહેચવા માટે પહેલાથી જ સમજાવો જેથી જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે તમારા પતિ અચાનક આવેલી જવાબદારીઓથી ઘબરાઈ જ જાય.

૨. પ્રવાસ કરવો કે ફરવા જવાનું પહેલા જેવુ રહેશે નહીં.

તમે તમારા પતિને પહેલેથી જ કહો કે હવેથી તમે બંને કોઈ પણ પ્રવાસ અચાનક ગોઠવી શકશો નહીં કેમ કે તમારા બંનેની વચ્ચે હવે એક નાનું મહેમાન પણ છે અને તમારે એના પ્રમાણે પોતાના પ્રવાસ નક્કી કરવા પડશે. આ ઉપરાંત તમારા પતિને એ સમજાવવું પડશે કે જો તે મોડી રાત સુધી કોઈ પાર્ટીમાં જવાનું વિચારતા હોય તો પણ તેમણે એક-બે વાર વિચારવું પડશે કેમકે તેમણે એ સમજવું પડશે કે તમે ઘરે એકલા છો અને તમે એકલા જ  બાળકને સાચવો છો. તેથી આ વાતને તમારે તમારા પતિને બાળકના આવવા પહેલા જ સમજાવવી પડશે જેથી કરીને તે આ વસ્તુઓ માટે પહેલાથી જ તૈયાર થઈ જાય.

3. ઘર અને કામમાં બેલેન્સ રાખવો પડશે.

ઘણીવાર એવું થાય છે કે તમારા પતિ ઘર અને ઓફિસની વચ્ચે બેલેન્સ કરી નથી શકતા અને આ એક સામાન્ય વાત છે અને પત્નીએ પણ આ વાત સમજવી જોઈએ. પણ જ્યારે તમારા પરિવારમાં એક બાળક આવે છે ત્યારે થોડી વસ્તુઓ બદલાઈ જાય છે અને તેથી તમે તમારા પતિને પહેલાથી જ આ વાત માટે તૈયાર કરો કે તેમણે થોડો સમય આપવો પડશે અને સમજાવો કે હવે તેમણે થોડુક ઓફિસ અને ઘરની વચ્ચે બેલેન્સ રાખવાની જરૂર છે.

૪. બેબીસિટિંગ કરતાં સિખવાડો.

માતા બન્યા પછી સ્ત્રીઓ પાસે પોતાના માટે કઈ વધારે સમય નથી હોતો, તે દર વખતે બાળક અને ઘરમાં જ ઉલઝેલી હોય છે. એવામાં ક્યારેક-ક્યારેક સ્ત્રીઓએ પોતાના માટે થોડો સમય કાઢવો પડે છે, તેથી જો તમે કશે બહાર જઈ રહ્યા હોવ તો તેમના પતિને બેબીસિટિંગ વિષે પહેલેથી જરૂરથી સમજાવો.જેથી તેઓ સારી રીતે બાળકને સાચવી શકે અને તેમને આ જરૂરથી કહો કે બેબીસિટિંગથી તેમને પણ ઘણો ફાયદો થશે કે જેમાં તમારું બાળક તેમની વધારે નજીક આવશે અને સંબંધમાં મજબૂતી આવશે.

૫. કોઈ પણ પરિસ્થિતી માટે તૈયાર રહો.

પુરુષ પોતાને બહારથી કેટલો પણ મજબૂત કેમ ન બતાવે પણ અંદરથી તે એક નાના બાળક જેવા હોય છે અને જ્યારે વાત તેમના બાળકોની આવે છે ત્યારે તેમના બાળકને કઈ પણ થાય છે તો તેઓ ઘબરાઈ જાય છે. તેથી તમે પોતાના પતિને બાળક સાથે બનવાવાળી કોઈ પણ પરિસ્થિતીને સંભાળવા માટે તૈયાર કરો કેમ કે બાળકની સાથે ઘણા બદલાવો થાય છે જેવા કે તમારું બાળક ગમે ત્યારે બીમાર પડી શકે છે અથવા તે ક્યારેય પણ રડવાનું શરૂ કરી શકે છે, અથવા ક્યારેય પણ પોતાનું ડાયપર ભીનું કરી શકે છે. તેથી આવી વાતો માટે પોતાના પતિને પહેલાથી જ તૈયાર કરો, જેથી તે કોઈ પણ પરિસ્થિતીથી ઘબરાઈ ન જાય.

 ધ્યાન આપો

 જો તમે આ બધી વાતો માટે તમે પોતાના પતિને પહેલેથી સમજાવશો તો ન કેવળ તમને જ મદદ મળશે પરંતુ તમારા બંનેનો સંબંધ પણ વધારે ઊંડો બનશે કેમ કે જેમ સ્ત્રીઓ માટે માતા બનવાનું એક નવી વાત અને નવી જવાબદારીઓ લઈને આવે છે તેમ જ પિતા બનવાની પણ એક પુરુષ માટે એક નવી જવાબદારી હોય છે. ક્યારેક-ક્યારેક પુરુષ આ વાતોને સમજી નથી શકતા અને પિતા બન્યા પછી અચાનક આવેલી જવાબદારીઓથી ચીડચિડાવા લાગે છે અનેજેનાથી પતિ પત્ની વચ્ચે સંબંધ પણ ઘણીવાર મુશ્કેલીમાં આવી જાય છે. તેથી આ એક પત્નીની ફરજ બને છે કે તે તેના પતિને આવવાવાળી વસ્તુઓ વિષે સમજાવે અને પોતાના પતિની પરિસ્થિતીને પણ સમજે.

હેપ્પી પેરેંટિંગ !

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon