Link copied!
Sign in / Sign up
22
Shares

પેરેન્ટ્સ બન્યા પછી પિતા ના જીવનમા આવે છે ખતરનાક બદલાવ😱

પિતા બનવું એ જિંદગીનો આહલાદક અનુભવ હોય છે. જો માતા જન્મ આપે છે તો પિતા ચાલતા શીખવે છે. જ્યારે તમારા જીવનમાં પહેલા સંતાનનો પ્રવેશ થાય છે ત્યારે તમારી લાઇફમાં પણ ધરમૂળથી પરિવર્તન આવે છે. જ્યારે તમે બોર્ન બેબીને ઘરે લઇને આવો છો તો તે તમારા માટે અનોખી ક્ષણ હોય છે.

સતત બાળક માજ ખોવાયેલા રહેશો

જ્યારે બોર્ન બેબી તમારી સામે હોય છે ત્યારે તમને એ ખબર નથી હોતી કે હવે આગળ તમારે શું કરવાનું હોય છે પરંતુ તમે માત્ર તેમનામાં જ ખોવાયેલા રહો છો. તમારા મગજમાં અનેક વિચાર સતત આવતા હોય છે.

માં ના સાથે સાથે તમે પણ થોડા જાડા થઇ જાઓ છો

પ્રેગ્નેન્સી સમયે સ્ત્રીઓનું શરીર વધી જાય છે પરંતુ પિતા બન્યા પછી રિવર્સ પ્રક્રિયા થાય છે. આ પ્રક્રિયામાં શરીર વધી જાય છે અને આમ થતું રોકવાનો એકમાત્ર ઉપાય કસરત જ છે

તમારી આંખોમાં હશે ખુશીના આંસુ

જ્યારે તમે તેને રમાડતા હો છો. ત્યારે તમે લાગણીઓમાં તણાઇ જાઓ છો. આ સમયે તમારો લાગણીઓ પર કાબૂ રહેતો નથી અને તમારી આંખમાં ખુશીના આંસુ પણ આવી શકે છે

રૂટિનમાં આવે છે બદલાવ 

તમે પહેલા ઓફિસેથી આવીને ન્યૂઝ અથવા ટેલિવિઝન જોતાં હતાં. જ્યારે તમારા જીવનમાં બેબી આવે છે ત્યારે શરૂઆતના સમયમાં તમને આવી બાબતોમાં કોઇ જ રસ રહેતો નથી.

માં ની સાથે તમને પણ નહિ આવે ઊંઘ 

જ્યારે તમે પેરેન્ડહૂડનો અનુભવ કરો છો ત્યારે પહેલા અઠવાડિયે તમને ઊંઘ જ નથી આવતી. તમે હંમેશા તેમની ચિંતામાં જ રહો છો. જ્યાં સુધી તે સૂઇ ના જાય ત્યાં સુધી તમને તેની જ ચિંતા રહે છે.

પ્રોટેક્ટીવ થઈ જશો 

જ્યારે ન્યૂ બેબી આવે છે. આ સાથે જ તમારી જવાબદારીઓ પણ વધી જાય છે. તમે પ્રોટેક્ટિવ રીતે વર્તન કરવા લાગો છો. તમે હંમેશા તેની કાળજી પાછળ જ ધ્યાન આપો છો.

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon