Link copied!
Sign in / Sign up
14
Shares

પપ્પાના ટચથી મમ્મીનું લેબર પેઇન થાય છે ઓછું😌😊

તમે જ્યારે ગૂગલ પર ‘childbirth’ એવું લગશો તે તરત જ સજેશનમાં ગૂગલ તમને ‘childbirthpain’ દેખાડશે. જેના પરથી ખ્યાલ આવી જાય છે કે એક બાળકના જન્મ વખતે સ્ત્રીને કેટલું પેઇન સહન કરવું પડે છે. વિજ્ઞાન પણ એ વાત માને છે કે સ્ત્રીને થતું પેઇન ખૂબ વધારે હોય છે.

તમારા પાર્ટનરનો હાથ પકડો પેઇન ઓછું થશે

જોકે તાજેતરમાં જ એક રિસર્ચ દરમિયાન જોવા મળ્યું હતું કે બાળકના જન્મ વખતે જો પુરૂષ પાર્ટનર સ્ત્રીનો હાથ પકડી રાખે તો લેબર પેઇનમાં ખૂબ મોટા પ્રમાણમાં ઘટાડો થાય છે. સાથે સાથે જ આ વસ્તુ દંપત્તિમાં પ્રેમ વધારે છે.

શું કહે છે રિસર્ચ?

યુનિવર્સિટી ઓફ બોલ્ડર દ્વારા કરવામાં આવેલ એક અભ્યાસમાં જણાયું કે, જ્યારે પ્રસવની ક્ષણોમાં બાળકનો પિતા તેની માતાનો હાથ પકડે છે ત્યારે સ્ત્રીના શરીરમાં ખાસ પ્રકારના હોર્મોનનો સ્ત્રાવ છૂટે છે. જેના કારણે હ્રદયના ધબકારા વધી જાય છે અને પેઇન દૂર થઈ જાય છે.

બંને વચ્ચે સુમેળ વધે છે

આ રિસર્ચના લીડ ઓથર પવેલ ગોલ્ડસ્ટેનનું કહેવું છે કે, ‘જ્યારે પેઇનની સ્થિતિમાં સહાનુભૂતી સાથે પાર્ટનર એકબીજાનો હાથ પકડે છે ત્યારે પેઇન દૂર થાય છે તે તો ઠીક પરંતુ સાથે સાથે બંને વ્યક્તિ વચ્ચે લાગણીનો અનોખો સેતુ બને છે જે ભવિષ્યમાં લાંબાગાળાના જીવન માટે ખૂબ જરૂરી ફાઉન્ડેશનનું કામ કરે છે.’

આ રિસર્ચની પ્રેરણા તેમના પોતાના અનુભવથી મળી

ગોલ્ડસ્ટેન કહે છે કે, ‘તેમને આ રિસર્ચની પ્રેરણા પોતાના અનુભવ પરથી મળી. જ્યારે તેમની પત્ની બાળકને જન્મ દેવાની હતી ત્યારે મે સહાનુભૂતી સાથે મારી પત્નીનો હાથ પકડ્યો હતો અને જાણે કે તેનું પેઇન જતું રહ્યું હોય તેમ તે શાંત થઈ ગઈ હતી.’

Click here for the best in baby advice
What do you think?
100%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon