Link copied!
Sign in / Sign up
2
Shares

દુનિયાની ભીડ-ભાડથી દૂર, બગીચાના કોઈ બાંકડે એકલા બેઠા-બેઠા, હેતલ પોતાની સાથે જ શાંતિ ભર્યો સમય પસાર કરી રહી હતી. મનોમનમા તે વિચારી રહી હતી કે લગ્ન પછી જીવન ઘણું બદલાઈ ગયું છે, પણ ધવલ ના પ્રેમ સામે આ બદલાવ સામાન્ય હતો. લગ્નના આ અમુક દિવસના સફરને વિચારીને તે ખુશી અનુભવી રહી હતી.

તે દરમિયાન હેતલ નું ધ્યાન એક નાની છોકરી પર પડ્યું. તે છોકરી કંઈક ઢીંગલી જેવી હતી. એટલી સરસ લાગતી હતી કે હેતલ ની આંખો તેની માસુમિયત સાથે જોડાઈ ગઈ. તે છોકરી હસતા-હસતા, તેના નાના-નાના પગલાં ભરીને બગીચામા દોડી રહી હતી અને પાછળ કોઈ 6 ફૂટ લાંબા ભાઈ નાના બાળક બનીને તેને પકડી રહ્યા હતા. તેમના ચહેરાની ખુશી સાફ કહી રહી હતી કે તે એ બાળકીના પિતા હતા. તેના પિતા તેને ગલી-પટ્ટી કરતા, તેની સાથે બાળક બની તેને રમાડતા, તેને ખુબ જ વ્હાલ કરી રહ્યા હતા. આખરે તે એક વહાલી ઢીંગલી હતી તેના પિતાની.

આ જોઈને હેતલ ની ભાવનાઓ ને સ્પર્શ મળ્યો. તેણે તેના પિતા અને તેમના સાથે વિતાવેલી ઘણી બધી જૂની વાતો યાદ આવી. દિવસો ભલે પાછાના આવે પણ યાદો પર ક્યાં અંકુશ હોય છે? ત્યારે જ તેણે પોતાનો મોબાઈલ હાથમાં લીધો અને મેસેજ લખ્યો – “LOVE YOU DAD”

હેતલ ભાવનાઓના દરિયામા કંઈક એટલી બધી ડૂબી ગઈ હતી કે આ મેસેજ તેણે ભૂલથી – “PAPA” ને મોકલવાની જગ્યાએ “PAPAJEE” ને મોકલી દીધો. પાપાજી નામે જેનો નંબર સેવ હતો, તે હેતલ ના સસરા હતા જયારે “પાપા” તેના પિતા હતા. જ્યાં સુધી હેતલ ને તેની ભૂલનું ભાન આવ્યું ત્યાં સુધી મોડું થઇ ગયું હતું. મેસેજ મોકલાઈ ગયો હતો, હેતલ  બેચેન થઇ ઉઠી કે હવે શું થશે? તે તરત જ ધવલ ને ફોન કરવા જઈ રહી હતી અને ત્યારે જ એક મેસેજ આવ્યો જે પાપાજીનો હતો. હેતલ એ ડરતા-ડરતા જયારે આ મેસેજ ખોલ્યો તો તે કંઈક આ મુજબ હતો – “LOVE YOU MY DAUGHTER :)”

ભલે મેસેજ ખોટા વ્યક્તિને જતો રહ્યો હતો પણ ના તો જવાબ બદલાયો હતો, ના તો ભાવના. સ્માઈલી પણ તેજ હતી જે તેના પિતા તેના માટે વાપરતા હતા. તે દિવસે પ્રથમવાર હેતલ ને સમજાયું કે લગ્ન પછી ફક્ત સબંધો જ નહીં પરંતુ પ્રેમ પણ બમણો થયો છે.

 

 
Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon