Link copied!
Sign in / Sign up
2
Shares

પંજાબમાં 39 લાખ બાળકોને Measles Rubella (MR) ની રસી અપાશે💉💉

પંજાબના આરોગ્ય પ્રધાન બ્રેહમ મોહિન્દ્રાએ જણાવ્યું હતું કે આ મહિનાની શરૂઆતમાં અભિયાન શરૂ કર્યા બાદ પંજાબમાં આશરે 39 લાખ બાળકોને Measles Rubella (MR) ની રસીનું રસીકરણ કરવામાં આવ્યું છે.

કેટલાક એવા અહેવાલો પણ હતા કે રાજ્યમાં કેટલાક સ્થળોએ બાળકોનાં માતા- પિતા રસીકરણ ના કરાવા માટે તેમના બાળકોને શાળાઓમાં મોકલતા નહોતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, Measles Rubella (MR) ઝુંબેશ અંગે કેટલાંક નકલી વાયરલ વીડિયોએ માતા-પિતાના મનમાં શંકા પેદા કરી હતી, પરંતુ રાજ્યના ઘણાં લોકોએ Measles Rubella (MR) અભિયાન હેઠળ તેમના બાળકોને રસી અપાવી સારો પ્રતિસાદ આપ્યો હતો.

અત્યારે ચાલી રહેલી Measles Rubella (MR) ઝુંબેશ ને સમાપ્ત થવામાં માત્ર બે અઠવાડિયા બાકી છે. અને આરોગ્ય વિભાગ પોતે એક મૂંઝવણમાં છે. કારણકે, ડિપાર્ટમેન્ટે લુધિયાણા જિલ્લામાં 12.5 લાખ બાળકોને રસી આપવાનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો, પરંતુ હજુ પણ 6 લાખ બાળકો રસીકરણ થી બાકાત રહી ગયા છે.

જીલ્લાના રસીકરણ અધિકારી ડૉ. જસબીર સિંહે જણાવ્યું હતું કે અત્યાર સુધી અમે 6 લાખ વિદ્યાર્થીઓનું રસીકરણ કરેલ છે. જે શાળાઓ અગાઉ રસીકરણ માટે અનિચ્છા ધરાવતી હતી, પરંતુ હવે રસીકરણ માટે તેમણે મંજૂરી આપી દીધી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે,” આ રસીકરણની ઝુંબેશ ખાનગી હોસ્પિટલોમાં પણ ચાલી રહી છે. બાળકોને મફતમાં Measles Rubella (MR) ના રસીકરણ માટે લગભગ 35 ખાનગી હોસ્પિટલોની મદદ લેવાઇ રહી છે. જો જરૂર ઊભી થાય તો અમે આને વિસ્તારિત કરી શકીએ છીએ.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon