Link copied!
Sign in / Sign up
10
Shares

ઓલા કેબ ડ્રાઇવરે ગેંગરેપની ધમકી આપીને મહિલાના કપડાં કઢાવ્યા😯

દરરોજે મહિલાઓ જોડે છેડછાડની ઘટનાઓ વધી રહી છે. દિલ્હી, નોઈડા પછી હવે બેંગલુરુની હૃદય દેહલાઇ દે તેવી ઘટના સામે આવી છે. જ્યાં ઓલા કેબના ડ્રાઇવરે એક ૨૬ વર્ષની યુવતીના કપડાં ઉતરાવ્યા અને એના ફોટા ખીચ્યાં.

હકીકતમાં યુવતીએ ૧ જૂનના પોતાના ઘરે થી એરપોર્ટ જવા માટે કેબ બુક કરી હતી. અચાનક કેબ ડ્રાઇવરે એરપોર્ટ જલ્દી પોહચવા માટે મેન રોડથી પોતાની દિશા બદલીને સુમસામ જગ્યા પર ગાડી ઉભી કરી દીધી અને કાર લૉક કરી દીધી. ડ્રાઇવરે છોકરીનો ફોન છીનવી લીધો અને એની સાથે મારપીટ શરૂ કરી દીધી. આટલું જ નહીં, ડ્રાઇવરે છોકરીના કપડાં પણ કઢાવ્યા. છોકરીએ જ્યારે વિરોધ કર્યો તો એને ધમકી આપી કે તે એના મિત્રોને બોલાવીને તેનો ગેંગરેપ કરાવશે. તેને છોકરીના જ ફોનથી કેટલાક ફોટા લીધા અને પોતાના ફોન પર વાહટ્સએપ કરી લીધા.

છોકરીની કેટલી રીકવેસ્ટ કર્યા પછી અને આ વાતની ખાતરી આપ્યા બાદ કે તે આ ઘટના વિશે કોઈને વાત નહીં કરે, ડ્રાઇવરે તેનો ફોન પાછો આપી દીધો અને એની એરપોર્ટ છોડી દીધી.

મુંબઇ પોહચતાં જ તેને બેંગલુરુ ના પોલિસ કમિશનરને મેલ લખીને એફઆઈઆર દાખલ કરી. પોલિસે મંગળવારે આ જાણકારી આપી હતી. બેંગલોર પોલિસ એડીશનલ કમિશનર (પૂર્વ) સીમાંત કુમાર સિંહ એ મીડિયાને જણાવ્યું કે, ભોગ બનનારની ફરિયાદ પર કેબ ડ્રાઈવર વી.અરુણ ની ધરપકડ કરવામાં આવી છે અને તેની કાર (કેએ૫૩ સી ૬૬૦૭) જપ્ત કરવામાં આવી છે. પૂછપરછ માટે તેને અટકાયતમાં રાખવામાં આવ્યો છે.

ઓલા ને પણ નોટિસ આપવામાં આવી:

ભોગ બનનારની આરોપી સામેની ફરિયાદ પર આઈપીસી અને આઇટી એક્ટના વિવિધ વિભાગોમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલિસે ઓલા કેબને પણ નોટિસ આપીને પૂછ્યું છે કે આ ડ્રાઇવરનું પોલિસ ચેકીંગ કેમ નથી કરવામાં આવ્યું.

કંપની એ આપી સફાઈ:

ઓલાના એક પ્રવક્તા એક નિવેદનમાં જણાવ્યું કે, અમે યાત્રા દરમિયાન ગ્રાહક સાથે થયેલી કમનસીબ ઘટના પર ખેદ વ્યક્ત કરીએ છીએ. આવા બનાવો પ્રતિ અમારી ઝીરો ટોલેરન્સની નીતિ છે અને તાત્કાલિક કારવાઈ કરતા ડ્રાઇવરને બ્લેકલિસ્ટમાં નાખવામાં આવ્યો છે.

આ ઘટનાએ મહિલાઓની સુરક્ષા પર ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે. ઓલા અને ઉબર જેવી પ્રતિષ્ઠિત કેબમાં પણ મહિલાઓ સુરક્ષિત નથી. આ કોઈ પેહલી ઘટના નથી, આ પેહલા પણ કેબ ડ્રાઇવેર દ્વારા મહિલાઓ જોડે છેડછાડના કેટલાક કિસ્સાઓ બહાર આવ્યા છે.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon