Link copied!
Sign in / Sign up
2
Shares

ઓછા વજન વાળા બાળક નું ધ્યાન આં રીતે રાખો☝️

દરેક માં નું સપનું હોય છે કે એક સ્વસ્થ બાળક ને જન્મ આપે પણ ઘણીવાર પ્રીમેચ્યોર ડિલિવરી ના કારણે કા તો કુપોષણ અથવા બીમારી ના કારણે બાળકો ઓછા વજન સાથે જન્મે છે, જેના લીધે એમની વધારે પડતી દેખ રેખ રાખવાની જરૂરત પડતી હોય છે. ભારત માં ૨૫ થી ૩૫ ટકા એટલે કે દર વરસે ૬૦ થી ૮૦ લાખ નવજાત બાળક લો બર્થ વેટ ની સ્થિતિ માં જન્મે છે જ્યારે વિકસિત દેશો આં આંકડો ૫ થી ૭ ટકા નો હોય છે. ભારત મા ઘણા બાળકો પૂરતા સમય મા જનમ્યા પછી પણ નબળા હોય છે.

શું છે બાળકો નું સાચું વજન?

પૂરતા સમય મા ડિલિવર થયેલું એક સ્વસ્થ બાળક નું વજન ૨.૫ કિલો થી ૩.૫ કિલો હોય છે.

બાળક નું ઓછું વજન

૨.૫ કિલો થી ઓછું વજન વાળા બાળક લો બર્થ બેબી કા તો ઓછા વજન વાળા બાળક અથવા તો LPW કહેવામાં આવે છે. આવા બાળકો, સામાન્ય બાળકો કરતા જોવામાં પાતળા લાગે છે. આની સાથે આમનું માથું શરીર ના નીચે ના ભાગ થી વધારે મોટું હોય છે. ૧૫૦૦ - ૨૪૯૯ ગ્રામ સુધી ના બાળકો ને થોડા દિવસ સુધી હોસ્પિટલ મા ડોક્ટર ની દેખરેખ મા રાખ્યા બાદ રાજા આપવામાં આવે છે. પણ ૧૫૦૦ ગ્રામ થી ઓછા વજન વાળા બાળકો ને તેમના જીવન માટે લાઇફ સપોર્ટ પર મૂકવામાં આવે છે અને ત્યાર સુધી ડોક્ટર ની દેખરેખ મા રાખવામાં આવે છે જ્યારે સુધી તેઓ સ્વસ્થ ના થઈ જાય. લો બર્થ બેબી ને ઓછામાં ઓછું ૨ અઠવાડિયા સુધી હોસ્પિટલ ની દેખરેખ મા રાખવામાં આવે છે અને જ્યારે તેઓ સ્વસ્થ થઈ જાય છે ત્યાર પછી એમને ઘરે જવાની પરવાનગી આપવામાં આવે છે. આવી સ્થિતિ મા બાળકો નું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે.

ઓછા વજન વાળા બાળકો નું વિશેષ ધ્યાન રાખવા પાછળ નું કારણ

ઓછા વજન વાળા જન્મેલા બાળકો ને હાયપોથર્મિયા, અલગ અલગ પ્રકાર ના સંક્રમણ, શ્વાસ લેવામાં તકલીફ અને મૌલિક અંગો ની અપરિપક્વતા નું જોખમ રેહતું હોય છે. તેઓ ગર્ભાશય માંથી બહાર આવ્યા પછી બહાર ના વાતાવરણ ને અનુકૂળ નથી થઈ શકતા એનાલિધે એમને દેખરેખ નું વધારે જરૂરત હોય છે અને એમને ઘણી વખત લાઇફ સપોર્ટ પર મૂકવામાં આવે છે.

બાળક વજન ઓછું હોવાના મુખ્ય કારણો

પ્રિમેચ્યોર ડિલિવરી

બાળક નું વજન ઓછું હોવાની પાછળ નું મુખ્ય કારણ પ્રિમેચ્યોર ડિલિવરી છે. ગર્ભવસ્થા ના છેલ્લા દિવસો માં બાળક નું વજન વધે છે, પણ જે બાળક ૩૭ અઠવાડિયા પેહલા એટલે કે સમય કરતા પેહલા જન્મ લે છે, એમનું વજન ઓછું થઈ જાય છે.

- મા ની કિશોરાવસ્થા અથવા તો નાની ઉંમરમાં ગર્ભવતી થવા પર પણ બાળક નું વજન ઓછું થઈ જતું હોય છે.

- જોડિયા બાળક થવાની સ્થિતિ મા પણ બાળક નું વજન ઓછું થઈ શકે છે, કારણકે પેહલા એમને પોષણ માટે સંઘર્ષ કરવું પડતું હોય છે અને જગ્યા ના હોવાના કારણે ઘણીવાર જોડિયા બાળકો જલ્દી જન્મે છે.

- માં ના ખરાબ સ્વાસ્થ્ય ના કારણે પણ બાળકો નું વજન ઓછું હોય છે. ગર્ભવતી ના સમયે સ્ત્રીઓ ને પોષણ ના મળવું કા તો તબિયત ખરાબ રેહવું પણ આનું મુખ્ય કારણ હોય છે.

- ક્યારેક ક્યારેક બાળક નું વજન એટલે પણ ઓછું હોય છે કે કોઈક બીમારી બઉ જટિલ હોય છે અથવા તો વારસાગત મા એમને મળેલી હોય છે. જન્મ લીધા પછી આં વિકલાંગતા નું કારણ બની શકે છે.

ઓછાં વજનવાળા શિશુઓને કેટલીક સ્માસ્યાનો કરવો પડે છે જેમકે....

- ઘણા બ્લડ સેલ્સ બનાવવાની સંભાવના હોય છે, જે લોહીને જાડું બનાવે છે. આને પોલિસીથેમિઆ કહેવામાં આવે છે.

- શરીરને ગરમ રાખવામાં મુશ્કેલી થાય છે.

- કેટલાક કિસ્સાઓમાં બાળક તેમનું પેહલું સ્ટૂલ શ્વાસ લેતી વખતે અંદર લઈ લે છે, જેના લીધે તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે.

- હાઈપોગલાઈસિમિયા ની ફરિયાદ.

ઓછાં વજનવાળા બાળકની મદદ કેવી રીતે કરી શકો છો

બાળકનું ઓછું વજન હોવાથી તેને વધારાની કે ખાસ કાળજીની જરૂર પડે છે, એવામાં તમારે આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

- તમારા બાળકને સ્તનપાન કરાવો. આનાથી તેનું વજન વધશે. આગામી છ મહિના સુધી, તેને માત્ર માતાનું દૂધ જ આપો.

- તમારા બાળકને ડૉક્ટરની દેખરેખમાં રાખો અને નિયમિત તપાસ કરાવો.

- છ મહિના પછી બાળકને ઠોસ ખોરાક આપો. પોષ્ટિક ખોરાક આપીને તમે તેના વિકાસમાં મદદ કરી શકો છો.

- આવા બાળકોને ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટના સંપર્કમાં રાખવા જોઇએ, તેમના ખાવા-પીવાના ચાર્ટ્સ અને વિકાસના ચાર્ટ્સ બનાવવા જોઇએ.

કાંગારુ કેરથી બાળકને ગરમ રાખો

ઓછા વજનવાળા બાળકોમાં સૌથી મુખ્ય સમસ્યા એ છે કે તેઓ પોતાને ગરમ નથી રાખી શકતા, આવામાં તેમને ગરમાહટ આપવાનું સૌથી મહત્વપુર્ણ હોય છે. આ માટે કાંગારુ કેર સૌથી ઉપયોગી છે.

વાસ્તવમાં, એક સંશોધનથી જાણવા મળ્યું છે કે જ્યારે ઓછું વજન ધરાવતા બાળકને માતા લાંબા સમય સુધી પોતાની છાતી સાથે ચિપકાવી રાખે છે, ત્યારે બાળકને ગરમાહટ મળે છે, ડોક્ટરો તેને કાંગારૂ કેર કહે છે. કાંગારૂ પદ્ધતિ એક એવી પદ્ધતિ છે જેમાં માતા અને બાળકની વચ્ચે સ્કિન ટુ સ્કિન સંપર્ક થાય છે, એટલે કે આ પ્રક્રિયામાં માતા અને બાળકના શરીરના ઉપલા ભાગ પર કોઈ કપડાં નથી હોતા. જે રીતે કાંગારૂ તેના બાળકને છાતી જોડે ચિપકાવી રાખે છે, તે જ રીતે માતા પણ તેના નવજાત બાળકને છાતી સાથે ચિપકાવી રાખે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પણ આ પદ્ધતિને પ્રોત્સાહન આપવા વિશેની વાત કરી છે.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

Recently, we launched a baby-safe, natural and toxin-free floor cleaner. Recommended by moms and doctors all over India, this floor-cleaner liquid gets rid of germs and stains without adding harmful toxins to the floor. Click here to buy it and let us know if you liked it.

Stay tuned for our future product launches - we plan to launch a range of homecare products that will keep your little explorer healthy, safe and happy!

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon