Link copied!
Sign in / Sign up
8
Shares

નોર્મલ ડિલીવરી થી થાય છે તમારા શિશુઓ ને ફાયદા :)

આજ સુધી આપણે નોર્મલ ડિલીવરી થી માતાઓ ને થતા ફાયદાઓ વિષે જાણ્યું છે. પણ આજે આપણે જોઈએ કે આ શિશુઓને કઈ રીતે પ્રભાવિત કરે છે.

(૧) બાળકો ત્યારે આવે છે જ્યારે કુદરતે એમને તૈયાર કરી દીધા હોય છે.

કુદરતી રૂપે જયારે પ્રસવ થાય છે ત્યારે આપણે સમજી જાઈએ છે કે શિશુ આ દુનિયામાં આવવા માટે પૂર્ણરૂપે તૈયાર છે. શિશુ ના ફેફસા અને બીજા શારિરીક અંગ પરિપક્વ થઈ ગયા હોય છે. અને તમારુ શિશુ આ દુનિયામાં આવવાની ક્ષમતા રાખે છે .

(૨) રક્ષા કવચ.

નોર્મલ ડિલીવરી થી શિશુને બેક્ટેરિયા થી બચવા નુ કવચ મળી જાય છે. આ કવચ એમને ડિલીવરી ના સમયે મળે છે .આ એમની રક્ષાશક્તિ ને ઘણા હદ સુધી વધારી દે છે .

(3) બાળકો ને થતી શ્વાસ ની તકલીફો ઓછી કરે છે.

નોર્મલ ડિલીવરી વખતે શિશુ ના ગળામાં દબાણ પડે છે .અમિનીઓટિક ફ્લુઇડ નામનુ રસાયણ ઉતપન્ન થાય છે .આ શિશુના ફેફસાં ને શ્વાસ લેવા માટે તૈયાર કરે છે. સાથે સાથે નવજાત ને થતી શ્વાસ ની તકલીફોને પણ ઓછી કરે છે.

(૪) શિશુ બરાબર સમયે સ્તનપાન કરી શકે છે.

જી હા , નોર્મલ ડિલીવરી પછી માતા પોતાના શિશુને તરત જ સ્તનપાન કરાવાનું શરૂ કરી શકે છે. અને એવુ માનવામાં આવે છે કે જન્મ પછી ના થોડા કલાકો મા શિશુઓમા સ્તનપાન કરવાની શક્તિ વધારે હોય છે .

અમને તમારી અને તમારા બાળકની ચિંતા છે. આ તમારા જીવન નો મહત્વપૂર્ણ ફેસલો છે. આને બીજા જોડે શેયર કરો અને માતાઓ ને આ નિર્ણય લેવામાં મદદ કરો .

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
100%
Like
0%
Not bad
0%
What?
scroll up icon