Link copied!
Sign in / Sign up
6
Shares

નોર્મલ ડિલિવરીમાં બાળક બહાર કેવી રીતે આવે છે? શું છે માતા પર તેની અસર?😯😯


બાળકનો જન્મ જ્યારે યોનીમાર્ગ દ્વારા થાય છે, ત્યારે તેને નેચરલ ડિલિવરી કહેવાય છે.

આમ તો દરેક પ્રસુતિ પોતાનામાં જ વિશેષ હોય છે, પણ અમે તમને કુદરતી પ્રસુતિ કેવી હોય છે તે જણાવીશું-

૧. પ્રથમ તબક્કો: ગર્ભાશય ગ્રિવનું (cevix) ફેલાવુ

આ સગર્ભા સ્ત્રીમાં જન્મેલા સંકોચનની તાકાત અને તીવ્રતા પર આધાર રાખે છે. તેના ત્રણ મુખ્ય પગલાઓ છે:

-ગર્ભાશય ગ્રીવના પ્રારંભિક કદમાં વધારો

આમ સર્વીક્સનો આકાર વધશે અને એ ૩ થી ૫ cm સુધી ખુલશે. આ પગલામાં સરેરાશ ૬ થી ૧૦ કલાક લાગે છે.

તમને કેવું મેહસૂસ થાય છે?

પહેલા તમે અણધારો સંકોચન અનુભવશો. પહેલા તેની તીવ્રતા ઓછી હશે પણ સમય જતા-જતા તમને તેની તાકાતનો અનુભવ થવા લાગશે. તમારા યોનિમાર્ગમાં કંઈક ગુલાબી સ્ત્રાવ આવશે અને તમારા શરીરના નીચલા ભાગમાં માસિક ચક્ર જેવી પીડા અનુભવશો. તમારા યોનિમાર્ગમાંથી પાણી પણ વહી શકે છે. પાણીનું બહાર આવવું તમને પ્રસુતિના પહેલા કે બીજા તબક્કામાં થઇ શકે છે.

-સક્રિય સંકુચન: આમ સર્વિક્સ ૪ થી ૭ cm સુધી ખુલશે

આ જરા સંજીદા તબક્કો હોય છે. આ સમયે સ્ત્રીઓમાં ગંભીર સંકુચન થાય છે, જેની તીવ્રતા ઘણી વધારે હોય છે. આ ૩ થી ૬ કલાક સુધી ચાલે છે.

તમને કેવું મેહસૂસ થાય છે?

તમને ૩ થી ૫ મિનિટ ના અંતરે આ સંકુચન આવશે. તમને પીઠ, પેટની આજુબાજુ અને જાંઘમાં ઘણો દુખાવો થશે. યોનિમાર્ગમાંથી ગુલાબી, ભૂરા રંગનો સ્ત્રાવ નો પ્રવાહ ચાલુ થઇ જશે.

જો તમને સહનશીલતાથી બહાર દુખાવો થાય, તો તમારા રીડના હાડકામાં એપિડ્યુરલ નાખવામાં આવે છે. તેથી તમને પ્રસુતિના દુખાવામાંથી છુટકારો મળશે.

-છેલ્લો પરિવર્તન સમય: સર્વિક્સ ૮ થી ૧૦ cm સુધી ખુલશે

આ તબક્કો ૨૦ મિનિટ થી ૨ કલાક સુધી ચાલશે, જો તમે પહેલી વાર બાળકને જન્મ આપી રહ્યા હશો. જો તમારું બીજું બાળક હશે તો તે જલ્દી પુરી થઇ જશે.

તમને કેવુ મેહસૂસ થશે?

આ તબક્કામાં તમને તીવ્ર સંકોચન લાગશે, જે ૧ થી ૩ મિનિટ ના અંતરે હશે. તમે ખૂબ થાકેલા, અસ્વસ્થતા, નબળાઈ અને ચક્કર અનુભવશો.

આ દરમિયાન તમારા શરીરમાં ઓક્સીટોસિન નામનું હોર્મોન સૌથી વધારે ઉત્પાદન થાય છે. આ હોર્મોનથી તમારા શરીરમાં સર્વિક્સને ખૂલવામાં મદદ મળે છે.

તમારા મળાશય પર વધારે જોર પડવાની સાથે જ બાળકનું માથું બહાર નીકળવાના કારણે તમને બાળકને ધક્કો મારવાનું ખુબ મન થશે. પરંતુ ડૉક્ટર જ્યાં સુધી હા ન પડે, ત્યાં સુધી બાળકને ધક્કો ન મારશો કેમ કે સર્વિક્સનું અધૂરું ખુલવાથી બાળકનું માથું અટકી શકે છે, એના ગળા ઉપર જરૂરત થી વધુ જોર પડી શકે છે. એના કારણ તેનું માથું ગળાથી અલગ થઇ શકે છે અથવા ફ્રેક્ચર થવાની સંભાવના પણ રહે છે.

૨. બીજો તબક્કો: બાળકને ધક્કો મારીને જન્મ આપવો

આ દરમિયાન તમારું સર્વિક્સ આખું ખુલ્લી જશે. પ્રથમ વખત માતા બની રહેલી સ્ત્રીને અડધો કલાકથી લઈને ૨ કલાક સુધીનો સમય લાગી શકે છે.

તમારું ગર્ભાશય ગ્રીવ પૂરું ખુલવાથી પ્રસુતિ સંકુચન એકધારું થાય છે. ઘણી સ્ત્રીઓને ઉલ્ટી, ચક્કર આવે છે. જેમ તમે ધક્કો મારવાનું ચાલુ કરો છો ત્યારે તમારો શ્વાસ ફૂલવા લાગે છે. તમારામાં જરા પણ તાકાત નહિ બચે. તમારી યોનિમાં જો કાપો મુક્યો હોય તો ત્યારે તમારી યોની અને મળમાર્ગ ઉપર વધારે દબાણ આવશે અને પીડા થશે. ડૉક્ટર જયારે તમને ધક્કો મારવા માટે સિગ્નલ આપે ત્યારે તમે ઊંડો શ્વાસ લઈને બની શકે તેટલું જોર લગાવી ધક્કો મારો. આ પ્રકારે ધીરે ધીરે બાળકનું શરીર બહાર આવશે.


૩. ત્રીજો તબક્કો: ગર્ભનાળનું (પ્લેસેન્ટા) બહાર આવું

આ અદભુત તબક્કા માં તમારા બાળકના જન્મ પછી તમારા શરીરમાંથી લોહી બહાર આવી જશે. બાળક માતાના શરીરમાં જે કડીથી જોડાયેલું હોય છે, તે આજ હોય છે. તેને ગર્ભનાળ (afterbirth) પણ કહેવાય છે. આ ક્રિયામાં થોડી મિનિટથી લઈને થોડા કલાકો લાગી શકે છે.

તમે પોતાના બાળકને મળવામાં એટલા મશગુલ હશો કે એ અસીમિત ખુશીમાં તમને કઈ જ ખબર નહિ પડે. તમારા ડૉક્ટર તમને હજુ થોડો ધક્કો મારવાનું કહેશે. આ પ્રકારે ગર્ભનાળ (પ્લેસેન્ટા) બહાર આવી જશે. આમ પણ થોડો દુખાવો અને અસહજતાનો અનુભવ થશે.

તમને બાળકને સ્તન પાસે લઇ જવા માટે કહેવામાં આવશે કેમ કે આ તમને ગર્ભાશયનું છેલ્લું સંકુચન ઉત્પન્ન કરવામાં મદદ કરે છે. જેમ તમે બાળકને પોતાની છાતીથી લગાડશો તો તમે બધું જ ભૂલી જશો.

આ તમારા જીવનનો સૌથી સુંદર અને અમૂલ્ય પળ હશે, જેને ખાલી તમે જ અનુભવી શકશો.

આખી પ્રક્રિયામાં પહેલીવાર બની રહેલી માતાઓને ઓછામાં ઓછા ૧૪ કલાકનો સમય લાગશે. આમ તો એનાથી ઓછો કે વધારે પણ લાગી શકે છે. જે સ્ત્રીઓએ પહેલા બાળકને જન્મ આપ્યો છે, તેના માટે આ પ્રક્રિયામાં ૮ કલાક લાગશે.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon