Link copied!
Sign in / Sign up
1
Shares

સામાન્ય ડિલીવરી માટે જરુરી ટીપ્સ👌👌

પેરેંટલ એડ્યુકેશન

પોતાને ડિલીવરી અને લેબર ની પ્રક્રિયા માં શિક્ષિત કરો. નેચરલ પેઈન મેનેજમેંટ રીતો જેવી કે શ્વાસ લેવો, સેલ્ફ હિપ્નોસીસ, રીલેક્સેશન અને અન્ય સામાન્ય લેબર મેનેજમેંટ કોપીંગ રીતો. તમે તમારા ડોક્ટર ને પુછી શકો છો ડિલીવરી ના વિશે અથવા પેરેંટલ ક્લાસીસ માં જોડાઈ શકો છો તમારુ જ્ઞાન વધારવા. પેરેંટલ ક્લાસીસ જે પેઈન મેનેજમેંટ ની રીતો ને કવર કરે છે જે ખુબ જ મદદકારક હોય છે. તમે ઓનલાઈન રીસર્ચ કરી શકો છો, સારી ચોપડીઓ વાંચો અને વિશ્વાસુ મન રાખો.

પૌષ્ટિક આહાર

એક તંદુરસ્ત માતા સામાન્ય જન્મ આપી શકે છે વધારે સરળતા થી અને કોઈપણ ગુંચવણ વગર. અલબત્ત, પૌષ્ટિક અને તંદુરસ્ત ખોરાક યોગ્ય વૃદ્ધિ અને વિકાસ માટે જરુરી છે. તેથી, સારી રીતે અને સરખુ ખાવ. ખુબ પાણી પીવોમ જે તમને અને તમારા બાળકને હાઈડ્રેટેડ રાખશે, અને લીલા શાકભાજી અને તાજા ફળો ને શામેલ કરો તમારા આહાર માં, જે તમને સામાન્ય પોષણ આપશે.

નિયમિત કસરત

કસરત ખાલી તમારા પેલ્વીક સ્નાયુઓ ને મજબુત જ નહીં બનાવે, પરંતુ તમને સક્રિય રાખશે. તે તમારા પેલ્વીક અને જાંધાનાં સ્નાયુઓ ને મજબુત બનાવશે લેબર પેઈન ને રોકી રાખવા માટે. એ તમને ડિલીવરી નાં સમયે જોઈતી સહનશક્તિ પુરી પાડે છે.

તણાવ ટાળો

તણાવ,ચિંતા અને ઊંડા વિચાર થી દુર રહો. તમારો હાલનાં તબક્કા માં તમારે શાંત રેહવુ જરુરી છે. એવુ ઘણીવાર બની શકે છે જ્યારે તણાવ ટાળવુ અઘરુ બને છે. તો પણ, શાંત રેહવાનો પ્રયત્ન કરો. પેરેટીંગ ઉપર કોઈ સારી ચોપડી વાંચો અને સારી કંપની માં રહો. તણાવ તમારા બાળક ને પણ અસર કરી શકે છે તેથી તણાવ થી દુર રેહવાનો પ્રયત્ન કરો.

બ્રીથીંગ ટેકનીક

શ્વાસ ની કસરત ખુબ જ જરુરી છે ડીલીવરીની પ્રક્રિયા દરમ્યાન,તમારે સમયસર શ્વાસ રોકવાની પ્રેકટીસ પાડવી જોઈએ. શ્વાસ લેવાથી ચિંતા નિયંત્રિત રહે છે અને શરીરમાં તાકાત જાળવી રાખે છે. તેથી મેડીટેશન ની પ્રેકટીસ કરો અને ડીપ બ્રીથીંગ ની કસરત કરો નિયમીત. 

વિશ્વસનિય ડોકટર પાસે જાવ જે સામાન્ય ડિલીવરી માં માનતા હોય 

કોઈ સારા પ્રસૂતિવિજ્ઞાની ની સલાહ લો અને તમારા ચેક અપ નિયમીત રીતે કરાવો. જે સામાન્ય પ્રસુતિ માં માનતા હોય અને જે સી સેક્શન અથવા એપીડ્યુરલ કેસ વધારે હોય તેમની પાસે જવાનું ટાળો. જો તમે તમારા ડોક્ટર સાથે સંતોષ નાં હોવ, તો બીજા ડોક્ટરની સલાહ લેવામાં અચકાશો નહીં. યાદ રાખો, એક સારા ડોક્ટર તમારા મોરલ ને જુસ્સા માં લાવી શકે છે અને તમારી ચિંતા ને દુર કરી શકે છે.

સારી ઊંઘ

ગર્ભવતી મહિલાઓ ને ૮-૧૦ કલાક ની ઊંઘ જરુરી છે. ઊંઘ મોટા ભાગની તકલીફ ને દુર કરી દે છે. એક સારી ઊંઘ જરુરી છે માતા ને મળવી સાથે જ બાળકના યોગ્ય વિકાસ માટે પણ જરુરી છે. તે થાકને દુર કરે છે. કેફેન વાળા ઉત્પાદકો થી દુર રહો.

ભયાનક વાર્તાઓ ના સાંભળો

આ મુખ્ય કારણ છે માતાઓનું સિઝેરીયન થવાનું. તે પીડાદાયક ડિલીવરી ની વાતો સાંભળે છે અને વિચારે છે કે તેવુ જ તેમની સાથે થશે. તેથી, તે જરુરી છે કે તમે આવી ભયાનક વાતો ના સાંભળો.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon