Link copied!
Sign in / Sign up
13
Shares

નોર્મલ ડીલીવરી કરાવવા આ થોડી ઘણી ટીપ્પણીઓ મદદ કરશે🤗👌👌

(૧) દરરોજ વ્યાયામ કરવો

ગર્ભાવસ્થા દરમિયાન રોજ હળવી કસરતો કરવા થી તમારા શરીર નું બળ વધશે અને તમને દિવસભર કાર્યશીલ રહેવાની શક્તિ પ્રદાન થશે .રોજિંદા વ્યાયામ કરવાથી તમારા પેલવિક ની માંસપેશીઓ મજબુત બને છે .કેગલ વ્યાયામ કરવો વધારે સુરક્ષિત રહેશે આનાથી તમારા જાંઘ ની માંસપેશીઓ મજબુત બનશે અને સામાન્ય પ્રસુતિ વખતે થતા દુખાવાને સહન કરવાની શક્તિ મળશે .પેલવિક સ્ટ્રેચ અને ટીલટ્સ ,ડીપ સ્ક્વોટસ અને પાણી માં કરવામાં આવતી કસરતો થી તમારી કમર નો ભાગ મજબુત બનશે જેનાથી સામાન્ય પ્રસુતિ સરળતાથી થઇ શકશે .પરંતુ કોઈપણ કસરત કરતા પહેલા તમારા ડોક્ટર ની સલાહ અવશ્ય લેવી જોઈએ .

(૨) તમારા આહાર ઉપર ધ્યાન આપો

 

સ્વસ્થ ખાવાનુ ખાઓ અને સાચી રીતે ખાઓ .તમારે તમારા વજન ઉપર ધ્યાન દેવુ જોઈએ કારણકે વધારે વજન પણ સામાન્ય પ્રસુતિ મા બાધાજનક પુરવાર થઈ શકે છે .ઘણી મહિલાઓ ગર્ભાવસ્થા દરમિયાન એવુ કહી ને ઘણો વજન વધારી દેય છે કે તેમને ચરબીયુક્ત ખોરાક ખાવાનો છે .તમારી ભુખ ઉપર નિયંત્રણ રાખો .પૌષ્ટિક આહાર લ્યો.કારણકે તમે જે પણ આહાર લેશો તેનાથી તમારુ સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને સાથે સાથે તમારા બાળક ના વિકાસ મા પણ મદદ થશે .બને એટલુ વધારે પાણી પીઓ , તાજા લીલા શાકભાજી અને ફળો ખાવા 

(૩) તાણ થી દુર રહો

 

તાણ અને ચિંતા ને પોતાના થી દુર રાખો એ તમારા સ્વાસ્થ માટે સારું નથી .તમારો આ સમય તમારી પાસે થી શાંતિ અને આરામ માંગે છે ઘણી વાર એવુ થાય છે કે તાણ થી દુર રહેવું શક્ય નથી હોતુ પરંતુ છતા પણ શાંત રહેવાની કોશિશ કરવી . બાળ ઉછેર ની પુસ્તકો વાંચો અને સારા લોકો સાથે રહો પોતાની જાત ને કોઈપણ તાણ વાળી પરિસ્થિતિ થી દુર રાખો .કારણકે જો માતા ખુશ તો શિશુ ખુશ અને જો માતા તાણ મા રહેશે તો તેની સીધી અસર બાળક ઉપર પડશે કારણકે તે તમારી તકલીફો ને અનુભવી શકે છે .

(૪) થોડાક બ્રિથિંગ (શ્વાસોશ્વાસ ) ના વ્યાયામ કરો 

બ્રિથિંગ તમારા માટે બહુજ મહત્વપુર્ણ છે .કારણકે સામન્ય પ્રસુતિ વખતે તમારે સમયે સમયે તમારા શ્વાસો ને રોકવા પડશે .બાળક ના વિકાસ માટે તમારા શરીર ને સારી અને સાચી માત્રા માં ઓક્સિજન ની જરૂર પડે છે .રોજ યોગાસનો અને મેડિટેશન કરો જે તમને સામાન્ય પ્રસુતિ ની નજદીક લઈ જાશે .

(૫) થોડુ જ્ઞાન ભેગુ કરો

 

પ્રસુતિ અને ગર્ભાવસ્થા વિશે થોડુ વાંચો અને જાણો પ્રાકૃતિક રૂપે કઇ કઇ રીતો થી તમે સામાન્ય પ્રસુતી માં થતા દુઃખાવા ને ઓછો કરી શકો છો .જેવા કે શ્વાસોશ્વાસની કસરતો ,આરામ કરવો વગેરે થી તમને દુખવા માં રાહત મળશે .તમે તમારા ડોક્ટર પાસે થી પણ સામાન્ય પ્રસુતિ વિશે જાણકારી મેળવી શકો છો .અથવા પ્રિનેટલ ક્લાસિસ મા દાખલો લઈ ને પણ તમે જાણકારી પ્રાપ્ત કરી શકો છો ત્યાં તમને તમારા શિશુને જન્મ દેવાની સાચી રીતો વિશે જાણકારી આપવામાં આવે છે .

(૬) રોજિંદા માલિશ કરો

 

સગર્ભાવસ્થા માં ૭ મહિના પછી તમારે તમારા પેટ ઉપર માલિશ કરવું આવશ્યક છે .માલિશ કરવાથી તાણ દૂર થાય થશે અને પ્રસુતિ સમયે દુખાવો ઓછો થશે સાથે જ તમારા સાંધા ના અને માંસપેશીઓ ના દુખાવા મા પણ રાહત મળશે .

(૭) થોડા કાર્યશીલ રહો

એક જગ્યા ઉપર વધારે વાર બેસવુ નહિ .તમે જેટલુ ચાલશો એટલુ તમારુ રક્ત પરિભ્રમણ વધશે જેથી તમને અને તમારા શિશુને ઘણો ફાયદો થશે .

જો તમે સામાન્ય પ્રસુતી કરાવવા માંગો છો તો અમે તમારી સાથે જ છીએ .બસ આટલી વાતો નુ ધ્યાન રાખો અને પોસ્ટ અને શેર કરી ને બીજી માતાઓની તકલીફો ને પણ દુર કરો .

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon