Link copied!
Sign in / Sign up
3
Shares

નિંદર પૂરી ન થવાથી બાળક ચિડચિડિયું થઈ જાય છે, તેના સુવાના સમયે આ બાબતોનું ધ્યાન રાખો😴

એક નવજાત બાળકને ખૂબ જ વધારે સંભાળવાની જરૂર હોય છે, કેમકે તે ખૂબ કોમળ અને નાજુક હોય છે. દરેક માતા-પિતા પોતાના બાળકનું બધી રીતે ધ્યાન રાખવા માંગતા હોય છે. સાથે જ, દરેક સમયે બાળકના આરામ અને પસંદ-નાપસંદનું ધ્યાન રાખે છે. બાળક પોતાની વાતો મોટા ની જેમ બોલી નથી શકતા અને એવામાં તેની અનકહી વાતો ખાલી એના માતા-પિતા જ સારી રીતે સમજી શકે છે. બાળકના સારા વિકાસ માટે ખાલી તેને પોષણ જ નહિ, પણ સરખો આરામ અને પૂરી નીંદરની પણ જરૂર હોય છે. જો બાળકને જરૂરી માત્રામાં ઊંઘ મળશે તો તે શારીરિક અને માનસિક બન્ને રીતે સ્વસ્થ રહેશે, એટલે બાળકને સરખી ઊંઘ મળે- તેના માટે તમને કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આજે આ લેખ દ્વારા અમે એવી જ થોડી વાતો જણાવવા જઇ રહ્યા છે, જેનાથી બાળકને ખાલી સારી ઊંઘ જ નહીં પણ તે ખુશ અને સ્વસ્થ રહેશે.

બાળકની પથારી સાફ રાખવી

સૌપ્રથમ તમે જે પલંગ પર બાળકને સુવડાવવાના હોવ, તેને સરખી રીતે સાફ કરી લ્યો અને બાળકનું કોઈપણ રમકડું ત્યાં ન રાખવું. હરરોજ બાળકના પલંગની ચાદર બદલો કે જેનાથી તેને કોઈ ઈન્ફેક્શન ન થાય. બાળક માટે જે ચાદર પસંદ કરો, ધ્યાન રાખવું કે નરમ હોય જેનાથી બાળકને આરામથી ઊંઘ આવે.

 કેટલા સમયની નીંદર હોવી જોઈએ?

ઘણી વાર માતા-પિતા સમજી નથી શકતા કે પોતાના બાળકને કેટલા કલાકની ઊંઘ જરૂરી છે. એ જાણવું માતા-પિતા માટે જરૂરી છે. કોઈપણ નવજાત બાળક માટે લગભગ ૧૬ થી ૧૮ કલાકની ઊંઘ જરૂરી હોય છે- આખા દિવસમાં ૬ થી ૮ કલાકની અને રાતના લગભગ ૮ થી ૯ કલાકની ઊંઘ. જો બાળક એક મહિનાનો હોય, તો તેને લગભગ ૧૨ થી ૧૫ કલાકની ઊંઘની જરૂર હોય છે, ત્યારે જ બે થી છ મહિનાના બાળક માટે લગભગ ૧૪ કલાકની ઊંઘ જરૂરી હોય છે અને એક વર્ષ સુધીના બાળક માટે ૧૨ થી ૧૩ કલાકની ઊંઘ જરૂરી છે.

બાળકને સૂવડાવવાની યોગ્ય રીત

હંમેશા ધ્યાન રાખો કે બાળકને જે રૂમમાં તમે સુવાડવવી રહ્યા છો, તેનું તાપમાન ન વધારે ઠંડુ કે ન વધારે ગરમ હોય. બાળકને સારા કપડામાં બાંધો, પણ વધારે ફિટ અને જોરથી ન બાંધો. ધ્યાન રાખો કે બાળકનું મોઢું અને નાક ઢાકેલા ન હોય; નહીં તો તેને શ્વાસ લેવામાં તકલીફ થઇ શકે છે. રૂમમાં વધારે અંધારું ન કરો; નહીં તો તેની આંખ ખુલે તો બની શકે કે એ ડરી જાય. વચ્ચે વચ્ચે જઈને તમે એકવાર જોવો કે તે ઊંઘ માંથી ઉઠી તો નથી ગયું ને. એના સિવાય તમે બાળકનું ડાયપર પણ થોડી થોડી વારે ચેક કરતા રહો, કે તે ડાઈપર ભીનું કરીને તો નથી સૂતું ને; કેમ કે ક્યારેક-ક્યારેક ઘણા બાળકો ડાઈપર ભીનું કર્યા પછી પણ શાંત સુતા રહે છે. આ માટે તપાસવું જરૂરી છે. આના સિવાય તમે કોશિશ કરો કે બાળકને તમારા રૂમમાં જ ઉડાવો; નહીં તો તમે તેની સાથે સુવો કે તેને ડર ન લાગે.

સ્તનપાનનું ધ્યાન રાખવું

હંમેશા ધ્યાન રાખો કે તમારા બાળકનું પેટ બરાબર ભરેલું હોય, કેમકે જો તેનું પેટ બરાબર ભરેલું ન હોય તો બની શકે કે ભૂખના કારણે તે ઊંઘમાંથી ઊઠી જાય. એક નવજાત માટે માતાનું દૂધ જ જરૂરી છે, એટલે તમે ધ્યાન રાખો કે બાળક પર્યાપ્ત માત્રામાં સ્તનપાન કરી રહ્યું છે કેમકે ઘણીવાર બાળક દૂધ પીતા-પીતા જ સુઈ જાય છે. આના કારણે તેનું પેટ સરખી રીતે નથી ભરાતું અને એ જ કારણે તેની ઊંઘ પુરી નથી થતી એટલે બાળકના સુતા પહેલા જરૂરી માત્રામાં તેને સ્તનપાન જરૂર કરાવી લ્યો.

અવાજ ન કરો

બાળકને સૂવડાવતા સમયે બિલકુલ અવાજ ન કરો. સાથે જ, કોશિશ કરો કે તેના સૂતા સમયે કોઈપણ ઘરમાં ટીવી ચાલુ ન કર્યું કે અવાજ ન કરે. બાળકની ઊંઘ ખૂબ કાચી હોય છે, તે થોડા અવાજથી પણ ઊઠી જાય છે. તમે બધાને કહી દયો કે આ બાળકનો સૂવાનો સમય છે અને આ સમયે ઘરમાં કોઈ અવાજ વાળી વસ્તુઓ ન હોય.

 નક્કી કરો સરખો સમય

તમે બાળકના સુવાના સમયનું ટાઈમટેબલ બનાવો, સવાર અને સાંજ બન્નેનો એક સમય નક્કી કરો અને એ સમયે જ સુવડાવવો. ઘણા માતા-પિતા બાળકના સૂવાનો સમય નક્કી કરી દે છે. તેનાથી બાળકની સારી આદત થઈ જાય છે. સાથે જ, તેને સુવડાવવાનું સહેલું થઈ જાય છે.

આશા કરીએ છીએ કે બાળકને સુવડાવતા સમયે જો તમે આ થોડી જરૂરી વાતોનું ધ્યાન રાખશો, તો ખાલી તમારી જ નહીં પણ તમારા બાળકની પણ ઊંઘ પુરી થશે અને સ્વસ્થ માનસિક અને શારીરિક વિકાસ પણ થશે. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon