Link copied!
Sign in / Sign up
2
Shares

નવજાત શિશુઓ માં થતી આ એલર્જી ને સમજો🤕

પ્રસુતિ કરાવવા વાળી હોસ્પિટલમાં આપણને એવી સલાહ આપવામાં આવે છે કે ,આપણે શિશુ સાથે ખુબજ સાવધાની વર્તવી જોઈએ .એટલે ઘણા શિશુ ઓ ને જન્મતા ની સાથે જ કાચ ના રૂમ માં બંધ રાખવામાં આવે છે જેથી તે બધા હાનિકારક તત્વો થી દુર રહે .જો બાળકોને શરદી , ઉધરસ ,પેટમાં દુખાવો થતો હોય તો આ સંકેત છે કે શિશુ એલર્જી થી પીડાઈ રહ્યું છે .ઘણી એલર્જી એવી હોય છે જે માતાઓ માં હોય છે તો શિશુ ઓ માં આવે જ છે .એટલે કે જો માતા ને પેન્સિલીન ની એલર્જી હોય તો બાળકો ને પણ આવી શકયતા છે જ .નવજાત શિશુઓ માં સૌથી વધારે થતી એલર્જી માં આવે છે રેશીશ (ચીરા પડવા).

જે ભીના લંગોટ અથવા ઋતુ ના બદલાવ ના કારણે થાય છે .માતાઓએ નવજાત શિશુ ને બહારના વાતાવરણ ,જીવાણુ ,અને પ્રદુષણ થી બચાવવા માટે સાવધાની રાખવી જોઈએ અને તેના માટે જે પણ બહાર થી ઘર માં પ્રવેશે છે તેમણે શિશુ ને અડતા પહેલા હાથ જરૂર ધોવા જોઈએ અને ત્યારબાદ જ શિશુ પાસે જવું જોઈએ .

■ શિશુ ઓને એલર્જી થવાના કારણો .

નાના બાળકો ઉપર જીવાણુઓ ની અસર જલ્દી થાય છે અને એટલે તેઓ શરદી થવી અને નાક બંધ થઈ જવું વગેરે ના લપેટમાં જલ્દી આવે છે .તે નાના શિશુ ઓને બચાવવા ની સૌથી મોટી જવાબદારી માતા ની હોય છે. હળવી શરદી આપમેળે જ જતી રહે છે .પરંતુ ઘણા દિવસો સુધી શરદી નો મટે તો કાળજી લેવી જોઈએ .બાળકો ના નાક ને કોમળ ટીશયું થી લુછવુ જોઈએ .નાક બંધ હોય તો ડોક્ટર ની સલાહ લઈ ને નોઝ ડ્રોપ ( નાક માં નાખવાના ટીપા ) નાંખવા .

રેશીશ એ એક સામાન્ય બીમારી છે .જે ભીના લંગોટ ,પરસેવો, અથવા તેને સુવડાવવામાં આવતા ઘોડિયા ને લીધે થાય છે .આ બીમારી સમય જતા આપમેળે મટી જાય છે પરંતુ તેને સારું થતા વાર લાગે તો રેશીશ થવાનું કારણ જાણવું જોઈએ .જો બાળકને ડાયપર ના લીધે રેશીશ થતુ હોય તો આપણે ડાયપર યોગ્ય માપ નું પહેરાવવું જોઈએ અને તેના રેશીશ ઉપર એન્ટીફંગસ પાવડર લગાવવો જોઈએ જેથી તેનું લાલપણું ઓછું થાય .બાળકને થતો પરસેવો કોમળતા થી લુછવુ જોઈએ કારણકે જરાક પણ લાપરવાહી થી બાળકને રેશીશ થઈ શકે છે .બાળકો બોલી નથી શકતા એટલે તે રડી ને તેની તકલીફ જણાવે છે અને જો તેમને પેટ માં દુખતું હોય તો તે રડવા ની સાથે પેટ પણ પકડે છે .પેટ મા આવેલા જીવાણુઓ (કરમિયા) ના કારણે તેમને પેટ માં દુખે છે .તેમના પેટ ના દુખાવા ને દૂર કરવા અજમા થી શેક કરવો અને જે બાળક ધાવતું હોય તે માતા એ અજમા વાળું પાણી પીવું જોઈએ .ડોક્ટર ની સલાહ પ્રમાણે દવાઓ પણ આપો .નવજાત શિશુ ઓ વારંવાર ઉલટી પણ કર્યા કરતુ હોય છે અને માતાઓ તેમને સાફ કર્યા કરતી હોય છે શિશુ નું પેટ ખુબજ નાનુ હોય છે એલર્જી ના કારણે પણ તે ઉલટી કરે છે અને જો તેમને ખાવાનું પચતુ ના હોય ,અથવા વધારે પ્રમાણમાં ખવડાવી દીધું હોય તો પણ તે ઉલટી કરે છે .જો શિશુ વારંવાર ઉલ્ટી કરતું હોય તો તેને પ્રવાહી વધુ પ્રમાણમાં દેતા રહેવું જોઈએ જેથી તેના શરીર માં પાણી ઓછું ના થઇ જાય .બાળકને ધવરાવયા બાદ કે ખાધા પછી તેને ખભા આગળ ઉભું રાખી ને ઓડકાર ખવડાવવો જેથી તેનું ખાવાનું પચી જાય .

બાળકોને એલર્જી ના કારણે શરદી અને ઉધરસ થઈ શકે છે . હીવસ એ એવી એલર્જી છે જે સાબુ ,પાવડર, ક્રીમ ,અથવા સાબુ માં આવેલા રાસાયણિક પદાર્થો ના લીધે થાય છે .આ બીમારી વધારે દિવસ સુધી નથી રહેતી આમાં ફકત જીણી ફોડકી થાય છે અને સમય જતા આપમેળે મટી જાય છે આવી એલર્જી દરમિયાન શિશુ ની આજુબાજુ એવી કોઈ વસ્તુ કે રમકડાં નો હોવા જોઈએ જેના થી તેની ફોડકી ફુટી જાય એ વાત ની માતાએ સાવધાની રાખવી જોઈએ .

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon