Link copied!
Sign in / Sign up
1
Shares

નવજાત બાળકનું વજન ઘટવાના કારણો આપ જાણો છો ?

જ્યારે તમારું શિશુ જન્મ્યું ત્યારે તેનું વજન સાડા ત્રણ કિલો હતું અને હવે તમે જુઓ છો કે તેનું વજન અચાનક ઓછું થઇ ગયું! પણ ચિંતાની કોઈ વાત નથી કારણ કે જો તમારા બાળકનું વજન જન્મના 48 કલાકની અંદર ઓછું થયું છે તો આ બહુ નોર્મલ વાત છે. આ વિષે વિસ્તૃતમાં જાણીએ.

48 કલાકની અંદર એક બાળક પોતાના વજનના હિસાબે 5થી 7 ટકા સુધીનું વજન ગુમાવી શકે છે. જો માતાને લિક્વિડ પર રાખવામાં આવી હતી કે પછી બાળકની ડિલિવરી સમય પહેલા થઇ છે તો તેનું વજન 10 ટકા ઓછું થઇ શકે છે. જો શિશુ આનાથી પણ વધુ વજન ઓછું કરે તો સમજી લેવું કે તે બીમાર છે અથવા તેનાથી યોગ્ય રીતે સ્તનપાન નથી થઇ રહ્યું.

નવજાત શિશુઓમાં શા માટે વજન ઘટી જાય છે ?

1. પાણીનો ભાર - પ્રેગ્નન્સી દરમિયાન ઘણી મહિલાઓમાં પાણીનું વજન વધી જાય છે આ સમયે હોર્મોન ચેન્જ થવાને લીધે શરીરમાં પાણી વધે છે. જેમ કે બાળક એમ્નિયોટિક ફ્લૂડમાં તરતું રહે છે, જે ખૂદ એક પાણી જ હોય છે. માટે આ પાણી બાળકના શરીરમાં ફિલ્ટર થઇ જાય છે. જ્યારે બાળક જન્મે છે ત્યારે જ આ પાણી કે જે તેના શરીરમાં વધુ માત્રામાં એકઠું થયું હતું તે તરત બહાર નીકળી જાય છે અને તેનું વજન ઓછું થાય છે.

2. રિઝર્વ ફેટ - નવજાત શિશુમાં જન્મ બાદ શરીરમાં ચરબી સ્ટોર રહે છે. આ ચરબીનો તે ત્રણ દિવસ સુધી ઉપયોગ કરી શકે છે. આવું એટલા માટે કારણ કે પહેલા દિવસે માતાના દૂધમાં ચરબીવાળા ન્યુટ્રિયન્ટ નથી હોતા. જન્મના 48 કલાક બાદ માતાના બ્રેસ્ટમાંથી કોલોસ્ટ્રમ નામનું પીળું દ્રવ્ય આવે છે જે પોષણથી ભરપુર હોય છે. માટે બાળક બે દિવસ સુધી પોતાના શરીરની અંદર એકત્ર કરેલી ચરબીનો પ્રયોગ કરે છે અને તેનું વજન ઓછું થઇ જાય છે.

3. ખોટી રીતે દૂધ પીવડાવવું - જો બાળકમાં લિમિટ કરતા વધારે પડતું વજન ઓછું થવા લાગતું હોય તો તેનો અર્થ એ છે કે તમે તેને યોગ્ય રીતે દૂધ નથી પીવડાવી રહ્યાં. હંમેશા બાળકો દૂધ પીતી વખતે ઘણી હવા અંદર લે છે જેનાથી પેટ ભરાઇ જાય છે અને પોષણ નથી મળી શકતું. આ માટે તમારે તમારા ડોકટર પાસેથી દૂધ પીવડાવવાની સરળ રીતો જાણી લેવી જોઇએ.

 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
100%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon