Link copied!
Sign in / Sign up
4
Shares

નવા વર્ષ માં આ 5 સંકલ્પ લેજો. ચોક્કસ સફળ થશો.

નવું વર્ષ આવી રહ્યું છે અને નવા વર્ષમાં આપણે કેટલી બધી વાર રેઝલ્યુંશન લીધું છે પણ આપણા માંથી કેટલા એવા છે જે તેના પર અમલ કરી શક્યા છીએ? પણ જો જીગર મક્કમ કરીને ફોલો કરશું તો ચોક્કસ સફળ થઈશું 

ચાલો વાત કરીએ 5 સંકલ્પ ની તો એ 5 સંકલ્પ એક પછી એક પોઇન્ટ માં બતાવ્યા છે.

 1. વર્કઆઉટ શરુ કરો.

‘પહેલું સુખ તે જાતે નર્યા.’ એટલે કે જો તમારે સુખી થવું હોય તો પોતાની જાત ને શારીરિક રીતે સક્ષમ બનાવવી પડશે.તમે યોગ, પ્રાણાયામ, ઍરોબિક્સ, સાદી કસરતો અથવા તો માત્ર ચાલવા થી પોતાને શારીરિક રીતે ફિટ રાખી શકશો.

 2. સારા પુસ્તકો નું વાંચન કરો.

મોટા મોટા વ્યક્તિઓ હંમેશા સારા સારા પુસ્તકો નું વાંચન કરતા હોય છે. પુસ્તકો વાંચવા થી તમારા મગજ માં નવા વિચારો આવશે. ઘણી વખત તમને નવી પ્રેરણા પણ મળશે.બેન્જામિન ફ્રેન્કલિન(અમેરિકા ના પૂર્વ રાષ્ટ્રપતિ), નરેન્દ્ર મોદી(સ્વામી વિવેકાનંદ નું પુસ્તક વાંચવા થી પરિવર્તન આવ્યું.) વગેરે ના જીવન માં પુસ્તક વાંચવા થી પરિવર્તન આવેલા છે.તમે તમારી વાતચીત, બોડી લેન્ગવેજ, મોટિવેશન, યાદશક્તિ કે ટાઈમ પાસ માટે પણ પુસ્તક નો સહારો લઇ શકશો.

 3. મોબાઈલ નો ઉપયોગ ઓછો કરી ને વધુ સામાજિક થાવ.

હું એમ નથી કહેતો કે તમે તમારા બધા સોશ્યિલ મીડિયા ના એકાઉન્ટ બન્ધ કરી દો, સ્માર્ટફોન વેચી ને નોકિયા 1100 લાવી દો પરંતુ તમે તેનો જરૂર પૂરતો ઉપયોગ કરો. अति सर्वत्र वर्जयेत એટલે કે બધે અતિ નો ત્યાગ કરો.સામાજિક પ્રસંગે મોબાઈલ ના કીડા ના બનતા, સક્રિય રહો. વધુ માં વધુ લોકો જોડે ઓળખાણ બનાવો. તહેવાર ને ફૂલી એન્જોય કરો.મિત્ર ની સાથે માત્ર whatsapp પર ચેટિંગ કર્યા કરતા મળવા નો પ્લાન બનાવો. લોકો જોડે સેલ્ફી લેવા કરતા તેના સુખ દુઃખ માં ભાગીદાર બનો.

 4. ડાયરી લખવા ની ટેવ પાડો, સમય ની બચત થશે.

તમારે તમારા દિવસ માં ક્યાં સમય ની બચત કરી શકાય છે તે જોવા ડાયરી લખો. હું ઓલરેડી આ સાઈટ પર ડાયરી લખવા ના 2 લેખ લખી ચુક્યો છું તો તે વાંચી જાવ.

 5. આધ્યાત્મિક અને ધાર્મિક થાવ, શાંતિ નો અનુભવ થશે.

જો તમે નાસ્તિક હોવ તો તમને આ સંકલ્પ લાગુ નહિ પડે. પણ તમને માત્ર સલાહ આપીશ કે ઈશ્વર માં વિશ્વાસ રાખવા થી જે શાંતિ નો અનુભવ થાય છે તે ક્યાંય નહિ મળે. તમે તમને મળતી એક ઓપોર્ચ્યુનિટી ખોઈ રહ્યા છો.શક્ય હોય તો રોજ મંદિરે જવા ની ટેવ રાખો.( હવે કોઈ મને જુનવાણી ના કહી દેતા. હું આનું પાલન કરું છું. તમારે પાલન ના કરવું હોય તો તમારી મરજી.)જો તે શક્ય ના હોય તો સંધ્યાકાળે ઘરે મંદિર માં દીવો કરો. જો એ પણ શક્ય ના હોય તો સંધ્યાકાળે કે વહેલી સવારે ભગવાન નું 5 મિનિટ સ્મરણ કરો. તમને શાંતિ અને સલામતી નો અનુભવ થશે અને ભગવાન સાથે તમારો સંબંધ ક્યાંક ને ક્યાંક મજબૂત બનશે.જો તમને ધ્યાન એટલે કે મેડિટેશન કરતા આવડે તો એ ખાસ કરજો. જો ના આવડે તો ક્યાંક શિબિર જોઈન કરી શીખી લેજો નહીંતર યુટ્યુબ દેવતા તો છે જ….

સારું તો આ સંકલ્પ લો અને જીવન ના નવા સોપાન ને સર કરો એવી શુભકામનાઓ. લેખ કેવો લાગ્યો તે જણાવવા નું ના ભૂલતા. હેપી ન્યૂ યર.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon