Link copied!
Sign in / Sign up
2
Shares

નથી બની શકતા માં ? જાણો કેવી રીતે આઇવીએફ ની મદદ થી થઈ શકો છો તમે ગર્ભવતી

માં બનવું એ કોઈ પણ સ્ત્રી માટે સુખદ ઘડી સમાન છે. ભલે એ કોઈ નૌકરી કરતી મહિલા હોય કે પછી ગૃહિણી. બધી સ્ત્રીઓ ને માં બનવાની ઈચ્છા તો હોય જ છે. પણ ઘણા કિસ્સાઓ માં એવું પણ બનતું હોય કે લાખ કોશિશો કરવા છતાંય પણ કોઈ ને કોઈ કારણો ના લીધે તમે માં નથી બની શકતા.

પણ આજની મેડિકલ ચિકિસત્સઓ એ દરેક દર્દ નો ઈલાજ શોધી લીધો દીધો છે. એવી ઘણી સ્ત્રીઓ હતી જે બાળક નઈ હોવાને કારણે હેરાન હતી અને બધી રીતે આશાઓ છોડી દીધી હતી. આ બધી સ્ત્રીઓ ને જ્યારે આ નવી ચિકિત્સાઓ વડે બાળકો નું વરદાન મળ્યું તો તેમના માટે આના થી મોટું કયું સુખ હોઈ શકે !

આજ કાલ જે સ્ત્રીઓ માં નથી બની શકતી એમના માટે આઇવીએફ ની પ્રક્રિયા વરદાન સ્વરૂપ બનીને આવી છે. ઘણી બધી સ્ત્રીઓએ આ પ્રક્રિયા ના લીધે ગર્ભધારણ કર્યું છે. પણ ઘણી એવી પણ સ્ત્રીઓ છે જે આજે પણ આને લઈને સંકોચ માં છે.

જો તમને પણ આવો સંકોચ થતો હશે તો આ લેખ તમારા માટે જ છે. આમાં અમે તમને બતાવીસુ કે તમે કેવી રીતે સફળ આઇવીએફ વડે ગર્ભધારણ કરી શકો છો.

આઇવીએફ પ્રક્રિયા છે શું ?

આઇવીએફ એ પ્રક્રિયા છે જેમાં સ્ત્રીઓ ના ઇંડાઓ અને પુરુષો ના શુક્રાણુ ને એક સાથે એક લેબ માં મુકવા માં આવે છે. જ્યારે આ ફર્ટિલ થઈ જાય છે તો આને સ્ત્રીઓ ના ગર્ભાશય માં મુકવા માં આવે છે. તમે આના માટે સૌથી પહેલા તમારા ચિકિત્સક ને મળો.

સ્ત્રીઓ નો ફર્ટિલિટી ટેસ્ટ

જો તમને ગર્ભધારણ કરવામાં તકલીફ પડતી હોય તો સૌથી પહેલા તમારા ચિકિત્સક થી જાણો કે તમને કોઈ એવી બીમારી તો નથી જે તમારા માં બનવા ને આડે આવતી હોય ! બની શકે છે કે તમને તમારા ચિકિત્સક જીવાઈએન અથવા પ્રજનન એન્ડોકરીનોલોજિસ્ટ પાસે તાપસ કરે.

તમારા સાથી નું પણ કરાવો ફર્ટિલિટી ટેસ્ટ

ઘણા કપલ એવા પણ હોય છે જે બાળક નથી મેળવી શકતા કારણકે ઘણીવાર ખાલી સ્ત્રીઓ નઈ પણ પુરુષો પણ ફર્ટિલિટી ની સમસ્યા નો શિકાર હોય છે. આના માટે જ બંને એ ફર્ટિલિટી ટેસ્ટ આવશ્ય કરાવું.

સારા ચિકિત્સક નો કરવો ચુનાવ

જો તમે આઇવીએફ ના વિષે વિચારતા હોવ તો આના માટે સારા ચિકિત્સક નો ચુનાવ કરવો એ અનિવાર્ય છે. તમે ચિકિત્સક અને ચિકિત્સાલય બંને વિષે પુરી જાણકારી લો તે પછીજ તમારો ઈલાજ શરૂ કરાવો. અને આને લઈને તમારા મન માં જે પણ પ્રશ્નો હોય તે બિલકુલ પણ સંકોચ વગર તમારા ચિકિત્સક ને પૂછો.

માનસિક રીતે તૈયાર રહો

તમને એ જણાવી દઈએ કે આઇવીએફ ના સમયે તમે ગમ્મે તે ઉંમર ના કેમ ના હોવ તમારી અંદર બે ભ્રુણ નાખવામાં આવે છે જેના લીધે ગર્ભધારણ ની સંભાવના વધી જાય છે. ઘણાબધા સંજોગો માં બે માંથી એક ભ્રૂણ જ જીવિત રહી શકે છે. અને ઘણા સંજોગો માં પ્રેમાતુર ડિલિવરી પણ થતી હોય છે. તો તમને આ બધી વસ્તુઓ માટે માનસિક તથા શારીરિક રૂપ થઈ તૈયાર રહેવું પડશે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon