Link copied!
Sign in / Sign up
10
Shares

નસકોરા ને મઝાક ના સમઝો, અનુસરો આ નુસખાઓ અને એના થી મેળવો છુટકારો

તમે એ 45 % સામાન્ય જનતા માંથી છો જેમના સુતા સમયે નસકોરા બોલે છે અને એટલા માટે જ બધી જગ્યા એ તમે હાસ્ય નું પાત્ર બનો છો, પણ અમારો વિશ્વાસ કરો, નસકોરા ની ટેવ ને મઝાક માં ના લો, આ એક ગંભીર સમસ્યા છે.

ઘણા બધા પરણીત લોકો ના માટે નસકોરા બોલવા થી બીજી વ્યક્તિ ની ઊંઘ બગાડી જાય છે અને જેના માટે એમને રૂમ બદલવાની નોબત આવે છે. નસકોરા લગ્ન જીવન માં તિરાડો પાડી દે છે જેને સાચવું આગળ જતા ખૂબજ કઠિન બની જાય છે.

નસકોરા બોલવા એ ખાલી કોઈ તકલીફ નથી પણ 75 % લોકો જેમના નસકોરા બોલે છે એ ઓબ્સટ્રિકટિવ સ્લીપ એપનિયા ના શિકાર હોય છે( સુતા સમયે એ થોડી વાર શ્વાસ રોકાઈ જવો) જેના કારણે એમને હૃદય ની બીમારી થઈ શકે છે.

નસકોરા ને બંધ કરવા માટે દવાઓ ખાવા થી સારું કે તમે આ પ્રાકૃતિક નુસખા અપનાવો :

સુવાની રીત બદલો

તમારી કમર પર સુવાના કારણે તમારી ઝીબ નો નીચે નો ભાગ અને સોફ્ટ પેલેટ તમારા ગળા ની પાછળ નો ભાગ સાથે અથડાય છે અને એના લીધે સૂતી વખતે એક દૃજરી ઉત્પન્ન થાય છે જેને કરવટ લઈને સુવા થી રોકી શકાય છે. સૂતી વખતે તમે તમારી કરવટ ના બદલો એના માટે એક એવો ઓશિકા નો ઉપયોગ કરો જે તમારા આખા શરીર ને આધાર આપી શકે જેના લીધે તમે એક જ કરવટ માં સુઈ શકો.

વજન ઓછું કરો

વજન ઓછું કરવા થી કોઈક જ લોકો ને નસકોરા થી છૂટકારો મળે છે કારણકે પાતળા લોકોના પણ નસકોરા બોલે છે. જો તમારું અમડાં જ વજન વધ્યું હોય અને તમે નસકોરા બોલવાનું શરૂ કરી દીધું હોય ને વજન વધવાના પહેલા તમારા નસકોરા નોહતા બોલતા તો વજન ઓછું કરવા થી તમારી સહાય થઈ શકે છે. જો તમારા ગળા ની આજે બાજુ વજન વધ્યું છે તો એવું બની શકે છે કે ગાળા ની અંદર ની પોહળાઈ ઓછી થવાના કારણે નસકોરા બોલતા હોય.

તમારી ઊંઘ પુરી કરો

ઊંઘ ન પુરી થવાને કારણે પણ તમારા નસકોરા બોલી શકે છે. ઊંઘ પુરી ન થવાને કારણે અને લાંબા સમય સુધી ના સુવા ને કારણે તમારા નસકોરા બોલી શકે છે.

તમારા નેસલ પેસેજ ને ખોલવું

જો તમારા નસકોરા નાક થી બોલે છે તો તમારા નેસલ પેસેજ ને ખોલવા થી તમને મદદ મળી શકે છે. આવું કરવાથી તમારા શરીર માં હવા ધીરે ધીરે પ્રવેશ કરે છે. જરા વિચારો એક પાતળી પાઇપ જેમાંથી પાણી નીકળતું હોય, પાઇપ જેટલું પાતળું હશે પાણી નું જોર એટલું જ વધારે હશે, એ જ રીતે તમારું નેસલ પેસેજ જેટલું પાતળું હશે હવા એટલી જ ઝડપ થી પ્રવેશ કરશે અને તમારા નસકોરા બોલશે. સુતા પહેલા ગરમ પાણી પીવા થી તમારા નેસલ પેસેજ ને ખોલવા માં મદદ મળશે અને તમે આરામ થી સુઈ શકશો.

તમારા ઓશિકા ને બદલો

તમારા બેડરૂમ અને ઓશિકામાં એલર્જીસ (એલર્જી ફેલાવા વાળી વસ્તુ) હાજર હોય છે. યાદ કરો તમે ક્યારે તમારા રૂમ નો પંખો સાફ કર્યો હતો ? ક્યારે તમે તમારું ઓશીકું બદલ્યું હતું ? તમારા ઓશિકા માં ઝામેલી ધૂળ એ તમારા માટે એલર્જી નું કામ કરી શકે છે અને આના કારણે તમારા નસકોરા બોલે છે. તમારા પાળતું પ્રાણી ને પણ પલંગ પર સુવડાવા થી તમને બળતરા થઈ શકે છે. તમારા ઓશિકા ને તાપ માં મુકો આના થી એમના માં રહેલા માઈટ્સ મરી જશે અને એમને દર 6 મહિને બદલો અને તમારા રૂમ થી પાળતું પ્રાણી ને દૂર રાખો.

આ તરકિબો ને અપનાવો અને તમારા નસકોરા બોલતા ઓછા કરો !

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon