Link copied!
Sign in / Sign up
0
Shares

નાનકડી બાલ્કનીને આ સુંદર રીતે સજાવો અને તમારી બાલ્કનીમાં લગાવીદો ચાર ચાંદ⭐️🏡🏡⭐️

શિયાળામાં તડકામાં બેસવા અને ગરમીમાં ઠંડા પવનનો આનંદ લેવા માટે મોટાભાગે લોકો પોતાના ઘરની બાલ્કનીમાં બેસવાનું જ પસંદ કરતાં હોય છે. સુંદર રીતે સજાવવામાં આવેલી બાલ્કની ઘરની સુંદરતો વધારી દેશે. જો બાલ્કની મોટી હોય તો તમે તેને તમારી પસંદ અનુસાર સજાવી શકો છો પરંતુ જો બાલકની નાની હોય તો તેને સજાવવા માટે અનેક સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. જો તમારા ઘરની બાલકની પણ નાની હોય તો અમે તમને કેટલીક એવી ટિપ્સ આપી રહ્યા છીએ જે તમારા માટે મદદરૂપ સાબિત થશે.

આરામથી બેસવાનું સ્થાન

નાનકડી બાલકનીમાં બેસવા માટે તમે આ રીતે સુંદર રીતે બેસવાની વ્યવસ્થા કરી શકો છો. બાલકનીની બંને બાજુ ફૂલના છોડ અને વચ્ચેની જગ્યામાં બેસવા માટે મેટ પાથરો. આ રીતે સજાવેલી બાલકની ખૂબ જ સુંદર લાગશે.

આર્ટિફિશિયલ ઘાસ

તમારી નાનકડી બાલકનીમાં આર્ટિફિશિયલ ઘાસ લગાવીને તમે તેને ગાર્ડન જેવો લુક આપી શકો છો.

પોટ્સમાં ફૂલ લગાવો

ઓછી જગ્યા હોવાના કારણે પોટ્સમાં ફૂલના છોડ લગાવો. તેનાથી ફૂલોને રાખવાની જગ્યાનો પણ ઓછો ઉપયોગ થશે અને સાથે જ હરિયાળી પણ લાગશે.

રેલિંગ પર ફૂલ લગાવો

જો તમે કુંડા મૂકીને બાલ્કનીમાં જગ્યા રોકવા માંગતા ન હોય તો તમે રેલિંગ પર પણ કુંડા લગાવી શકો છો. તેનાથી તમારી બાલકની સુંદર તો દેખાશે જ સાથે બાલકનીમાં બેસવા માટે મોકળાશ મળશે.

બેન્ચ પર કુશન મુકો

બાલકનીમાં આરામથી બેસવા માટે બેન્ચ પર કુશન પણ મુકી શકો છો. તેનાથી બાલકનીને અલગ લુક પણ મળશે અને તમે ત્યાં આરામથી બેસી શકો છો સાથે જ તમે રિલેક્સ પણ થઇ શકો છો.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon