Link copied!
Sign in / Sign up
0
Shares

નાના બાળકોને જરૂર શીખવાડો સ્વચ્છતા સાથે સંકળાયેલી આ વાતો

નાના બાળકો ઘરમાં પડેલી દરેક વસ્તુને હાથ લગાવે છે, ભલેતે ટૉયલેટની સીટ હોય કે આપનાં પાલતુ પ્રાણીની પ્લેટમાં મૂકેલું ભોજન. બાળ રોગ નિષ્ણાત મુજબ સ્વાભાવિક છે કે આપ પોતાનાં બાળકને સ્વચ્છ રાખવા માંગો છો અને આપ એ પણ જાણવા માંગશો કે પોતાનાં બાળકને સ્વચ્છતા સાથે સંબંધિત કઈ-કઈ ટેવો શીખવાડવી જોઇએ. કેવી રીતે છીંક ખાવી. 

આ બાબત કદાચ મોટેરાઓને પણ શીખવાની જરૂર છે. મોટાભાગનાં લોકો જે રીતે પોતાની હથેળીઓમાં છીંકે છે. તેના કરતા આપે પોતાની કોણીને વાળીને છીંકવું જોઇએ.

આ છીંકવાની હાઇજેનિક રીત છે. જો આપ ટિશ્યુનો ઉપયોગ કરો છો, તો પોતાનાં બાળકને શીખવાડો કે ટિશ્યુનો ઉપયોગ કર્યા બાદ તેને ફેંકી દે.

નાક સાફ કરવું કોઈ ખોટુ કામ નથી. આપણે સૌ કરીએ છીએ ! નાક સાફ કરવા પર પોતાનાં બાળકને ધમકાવવાની જગ્યાએ તેને શીખવાડો કે નાક સાફ કર્યા બાદ તે હાથ ધોઈ લે.

આપનું પાળક ઘણુ બધુ પોતે જ કરવા માંગે છે. અહીં સુધી કે પોતાનાં મળ-મૂત્રને પણ સાફ કરવા માંગે છે. આ યોગ્ય સમયછે કે જ્યારે આપ તેને શીખવાડી શકો છો કે તેઓ પોતે કઈ રીતે સાફ કરી શકે છે. આપ જેટ સ્પ્રે પકડીને તેમને શીખવાડી શકો છો કે તે પોતાને કઈ રીતે સાફ કરી શકે છે. આ જોવું ખૂબ આવશ્યક છે કે તે પોતાને સારી રીતે સાફ કરે છે કે નહીં.

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon