Link copied!
Sign in / Sign up
1
Shares

ખાલી નખ પર જ નહિ... તમારા રોજિંદા જીવનમાં પણ કામ આવી શકે છે નેલ પેન્ટ💅👌👌

આજકાલ બધી જ સ્ત્રીઓ પોતાના નખ પર નેલપેન્ટ લગાડે છે. વિવિધ રંગથી નખની શોભા વધારે છે. જેનાથી એની સુંદરતા વધી જાય છે. પરંતુ શું તમને ખબર છે કે નેલપેન્ટનો ઉપયોગ હવે નખ સુધી જ સીમિત નથી રહ્યો- આ ઉપરાંત, નેલપેન્ટનો ઉપયોગ તમે તમારા રોજિંદા કામ દરમિયાન પણ કરી શકો છો. હા, એકદમ સાચી વાત છે, આજે અમે તમને નેલ પેન્ટના બીજા ઘણા ઉપયોગ અને ફાયદા જણાવા જઈ રહ્યા છીએ, જેના વિશે તમને ખબર નહિ હોય અને તે તમને ખુબ કામમાં આવી શકે છે.  નખ સિવાય તમે ક્યાં-ક્યાં અને કેવી રીતે નેલપેન્ટનો ઉપયોગ કરી શકો છો.

રસોડામાં નેલપેન્ટનો ઉપયોગ-

તમે વિચારી રહ્યા હશો કે રસોડામાં નેલપેન્ટનો શું ઉપયોગ થઇ શકે? તો નીચે જાણો કે રસોડામાં કઈ રીતે કામ આવી શકે છે નેલપેન્ટ: હાથ કપાય જાય ત્યારે- તમે રસોડામાં રોજ શાકભાજી કાપતા હશો, ક્યારેક-ક્યારેક શાક કાપતા સમયે ચાકુથી હાથ કપાય જાય છે અને ત્યારે લોહી નીકળે છે. એવામાં તમે એ કપાય ગયેલી જગ્યાએ નેલપેન્ટ લગાડી લ્યો; એનાથી તમારું લોહી નીકળતું તરત બંધ થઇ જશે.

મસાલાના ડબ્બા ઉપર-

તમે વધારે પડતા ઘરમાં જોયું હશે કે ઘણા લોકો મસાલાના ડબ્બા પર એ મસાલાના નામ લખી રાખે છે. ત્યાં જ જો તમે નામ લખવા ન માંગતા હોવ તો એ ડબ્બા પર નેલપેન્ટથી નિશાન કરી મસાલાને ઓળખી શકો છો.

સોઈમાં દોરો પોરવવા માટે-

ઘણા ખરા લોકોને કપડાં સીવવા માટે સોઈમાં દોરો નાખવા માટે ખુબ હેરાનગતિનો સામનો કરવો પડે છે. જો તમને પણ એવી સમસ્યા હોય, તો તમે દોરાના છેડે થોડી નેલપેન્ટ લગાડો અને સુકાવા દયો. એના પછી દોરો નાખો. તમે જોઈ શકશો કે સહેલાઇ થી જ તમે સોઈમાં દોરો નાખી શકશો.

કોમળ (સેન્સિટિવ) ચામડી માટે-

જો તમારી ચામડી સેન્સિટિવ છે અને એવામાં તમે જો કોઈ આર્ટિફિશલ ઘરેણાં પેહેરો છો તો તમને ખંજવાળ ની સમસ્યા થઇ શકે છે. એવામાં તમે નેલપેન્ટ નો ઉપયોગ કરી શકો છો. એના માટે તમે ઘરેણાના એ ભાગમાં, જે ભાગ તમારી ચામડીની સ્પર્શે છે, ત્યાં પારદર્શક નેલપેન્ટ લગાડો. એનાથી તમારા ઘરેણાં જલ્દી ખરાબ પણ નહિ થાય અને ચામડીની એલર્જીથી પણ તમે બચી શકો છો.

કોઈક વસ્તુને રંગવા માટે-

જો તમારી પાસે એકે જ રંગની નોઝ પિન હોય, કે કોઈ ઇયરિંગ એવી પણ હોય જેને પેહરેની તમે કંટાળી ગયા હોવ તો, તમે તેને નેલપેન્ટથી રંગી શકો છો. એના સિવાય તમે ઘરની કે કબાટની બધી ચાવીઓ જે એક સરખી લગતી હોય તો દરેક ચાવીને અલગ- અલગ રંગની નેલપેન્ટ થી ઓળખી શકો છો.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon