Link copied!
Sign in / Sign up
0
Shares

જલેબી ફાફડા નહી પણ આ વસ્તુ પસંદ છે જેઠાલાલને.. શું ખાય-પીવે છે જાણો છો?😋😋

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં જેઠાલાલની ભૂમિકાને કારણે ઘેર-ઘેર જાણીતા બનેલા દિલીપ જોષી મૂળ ગુજરાતના છે, તે વાત તો જગ જાહેર છે. દિલીપ જોષી અંગે જાણવા માટે ચાહકો હંમેશા આતુર હોય છે. દિલીપ જોષીની ફેવરિટ વાનગી કઈ છે, તેમને કઈ વસ્તુ ભાવે છે, તેમની મનપસંદ રેસ્ટોરન્ટ કઈ છે, તે જાણવામાં ચાહકોને વધારે રસ હોય છે. છેલ્લાં 17 વર્ષથી દિલીપ જોષી સેટ પર પોતાના ઘરનું જ બનાવેલું ભોજન લઈને જાય છે.

શુદ્ધ શાકાહારીઃ

દિલીપ જોષી શુદ્ધ શાકાહારી છે. તેમણે ક્યારેય નોન-વેજ ટેસ્ટ કર્યું નથી. જેઠાલાલ સવારમાં વહેલા ઉઠી જાય છે. સવારમાં ઉઠતાવેંત તે લીંબુ પાણી, બ્લેક ટી અને પછી સાદી ચા પીતા હોય છે. નાસ્તામાં દિલીપ જોષી દૂધ અને સફરજન લે છે. આમ તો મનગમતો નાસ્તો ગાંઠિયા-જલેબી છે.

બપોરનું ભોજનઃ દિલીપ જોષી સેટ પર હંમેશા ઘરનું ટિફીન જ લાવે છે. તે ક્યારેય બહારનું જમતા નથી. જમવામાં બે રોટલી, દાળ અને શાક હોય છે. તેમને સૌથી વધારે કોબીજ, મેથીની ભાજી, પાલ અને તાંદળજાની ભાજી ભાવે છે. આ સિવાય મગની દાળ પણ તેમની ફેવરિટ છે. તે ભાત ખાતા નથી. દહીં અને સલાડ તો ફરજીયાત હોય જ છે. સલાડમાં તુલી અને ફુદીનો પણ હોય છે. તેમને અથાણું બહુ ભાવતું નથી. બપોરના ભોજન પછી સ્વીટમાં જેઠાલાલ ચોકલેટ્સ લેતા હોય છે. છેલ્લાં 15 વર્ષથી તે ઘરનું ભોજન જમે છે. ક્યારેય સેટ પર ભોજન લેતા નથી.

બપોરે ચા સાથેઃ ડાયજેસ્ટિવ બિસ્કીટ્સ

સાંજેઃ ખાખરા કે સુકી ભેળ. આ પણ ઘરેથી લઈને જ આવે છે. દિલીપ જોષી ચાના બંધાણી છે અને તેમની ફેવરિટ બ્રાન્ડ હસમુખ ચા છે. સામાન્ય રીતે દિલીપ જોષી બને ત્યાં સુધી બહારનું ભોજન લેતા નથી. જોકે, તેમને પાણીપુરી સખ્તની ભાવે છે. તેમને જ્યારે પણ મન થાય ત્યારે પાણીપુરી ઝાપટી જાય છે.

રાતનું ભોજનઃ સામાન્ય રીતે જેઠાલાલ આઠ વાગ્યા પહેલાં જમી લેતા હોય છે. તે માત્ર હળવો નાસ્તો ઈડલી, ઉપમા લે છે. સૂતા પહેલાં જેઠાલાલ સિઝનલ ફ્રૂટ અચૂકથી લે છે.

મનપસંદ સ્વીટ્સઃ ચુરમાના લાડુ અને બેંગાલી સ્વીટ્સ જેવી કે રસગુલ્લા, ચમચમ, મિષ્ટી દોહી. મગની દાળનો હલવો જોઈને તો જેઠાલાલના મોંમાં પાણી આવી જાય છે. સત્યનારાયણનો મહાપ્રસાદ પણ દિલીપ જોષીને બહુ જ ભાવે છે.

દિલીપ જોષી ગમે ત્યારે વર્ક આઉટ કરે છે. સમય હોય તો વોક પર જશે અથવા તો યોગા કરે છે. આ સિવાય જીમમાં જાય છે. દિલીજ જોષીને આજે પણ યાદ છે કે નાનપણમાં સ્કૂલે જતા પહેલાં જે ઘીથી તરબતર રોટલીમાં ખાંડ નાખીને ખાતા હતાં.

દિલીપ જોષી કેળા, ચીકુ અને સીતાફળ સિવાય બધા જ ફ્રૂટ્સ ખાય છે. રવિવારે સ્પેશ્યિલ દિલીપ જોષી ભાખરી, મગની દાળ અને મૂળાનું શાક જમે છે. જો દિલીપ જોષી ખરીદી કરવા જાય તો તે કેરી ખરીદ્યા વગર પાછા આવે નહીં.

મૂળ તો દિલીપ જોષી સૌરાષ્ટ્રના છે, અને તેથી જ તેમને રોટલો, છાશ સાથે વઘારેલો રોટલો બહુ જ ભાવે છે. કાઠિયાવાડી હોવાને નાતે તેઓ છાશના દિવાના છે

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

Recently, we launched a baby-safe, natural and toxin-free floor cleaner. Recommended by moms and doctors all over India, this floor-cleaner liquid gets rid of germs and stains without adding harmful toxins to the floor. Click here to buy it and let us know if you liked it.

Stay tuned for our future product launches - we plan to launch a range of homecare products that will keep your little explorer healthy, safe and happy!

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon