Link copied!
Sign in / Sign up
2
Shares

ગર્ભાવસ્થા ના સમયે અંગો નું ખસવું : જુઓ આ વીડિયો મા

ગર્ભવતી થયા બાદ તમે જેવીરીતે તમારા કોષ માં ઉછરી રહેલા બાળકનું પાલન પોષણ કરો છો એ અનુભવ ઘણો અદભુત હોય છે ,પરંતુ આ સમયે ફક્ત તમારા શિશુ નો જ વિકાસ નથી થતો સાથે સાથે તમારા શરીર મા પણ ઘણા ફેરફાર થાય છે .જે તમને શારીરિક રૂપે નથી દેખાતા તે આંતરિક હોય છે અને તમે જોઈ શકો છો ફકત તમારું વધેલુ પેટ ,સ્ટ્રેચ માર્ક્સ આવવા ,ચળકતી ત્વચા ,અને સોજા ચડેલા પગ .

પરંતુ તમારા શરીર માં શું ચાલી રહ્યું છે ?

કેવીરીતે તમારા અંગો તમારા બાળકને વધવા માટે જગ્યા બનાવે છે ?

નીચે આપેલા વીડિયો માં ધ્યાન થી જુઓ કે તમારા બાળક માટે તમારા અંગો કેવીરીતે જગ્યા બનાવે છે .

 

એક ચમત્કાર ને જન્મ દેવા માટે એક માતા ના અંગો ઘણા અવિશ્વસનીય ખેંચાણ થી પસાર થાય છે . બધા અંગો ને એકબીજા સાથે ચીપકી જતા જોઈને તમને અનુભવ થશે કે શામાટે ગર્ભવતી મહિલાઓને ખાવાનું પચાવવા માં તકલીફ થાય છે ,કાળજા માં બળતરા અને વારંવાર પેશાબ કરવાની ભાવના આવે છે .

જેમ જેમ અઠવાડિયા મહિનામાં બદલાતા જાય છે અને પ્રસુતી નો સમય નજદીક આવતો જાય છે તેમ તેમ માતા ના દરેક અંગો ઉપર ખુબજ દબાણ અને ખેંચાણ થાય છે .આ વીડિયો માં તમે એ પણ જોઈ શકશો કે ગર્ભાવસ્થા બાદ એક મહિલાના શરીર ને સામાન્ય અવસ્થામાં આવતા કેટલો સમય લાગે છે .

ગર્ભાવસ્થા એ કોઈ જાદુ ના કરતબ કરતા ઓછુ નથી હોતુ , લોકો આજે પણ એ વિચારી ને આશ્ચર્ય પામે છે કે કેવીરીતે એક શરીર બીજા શરીર ને જન્મ દેવાની ક્ષમતા ધરાવે છે .આ એક કુદરત નો કરિશ્મા જ છે એમાં કોઈ શંકા ને સ્થાન નથી .

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon